Knoledge Duniya

Search results

Saturday, November 3, 2018

B.Ed. Sem 3 CC5 Computer Subject Unit 1

B.Ed. Sem 3 CC5 Computer Subject Exam Imp Question and Answer

UNIT 1 માં સમાવેશ પ્રશ્નો અને તેની સમજ




🗝️ કમ્પ્યુટર એટલે શું ?  તેની સાથે પુછાતા વિવિધ પ્રશ્નો.












🗝️ કમ્પ્યુટર ઇનપુટ અને આઉટપુટ સાધનો વિશે સમજ આપો.






CC5 Unit 4 Imp Question

B.Ed. Sem 3 CC5 Computer Subject 
Final Exam Imp Question and Answer



Unit 4  Imp Question

CC5 B.Ed. Sem 3 CC5 Computer Subject Exam Imp Question and Answer

વિવિધ ઓનલાઈન શિક્ષણ મંચ વિશે સમજ 

SWAYAM


NREOR


E -Pathshala


DIKSHA


SWAYAM PRABHA CHANNELS


NAD 



રેકોર્ડિંગ ટુલ્સનો પરિચય 

આ ટોપિક સમજવા માટે આપના માટે વિડિઓ મુકેલ છે.. જે જોવા ખાસ વિનંતી.. જેમાંથી અમુક શબ્દો યાદ રાખવા જેમકે સ્ક્રીન રેકોર્ડ, વ્હાઇટ બોર્ડ, લિંક શેર કરવી વગેરે દ્વારા તમે પ્રશ્ન સ્ટેપ by સ્ટેપ સમજાવી લખી શકો છો.


LOOM


OBS Studio


YOU TUBE Live 


Video Editor Open Shot 


Thursday, September 27, 2018

Gujarati Indic IME Input

ગુજરાતી ટાઈપીંગ માટે આ Gujarati Indic IME Input (shruti) ઉપયોગી બનશે. જેના દ્વારા સરળતાથી ગુજરાર્તી ટાઈપીંગ કરી શકાશે.
Gujarati Indic Input (shruti) તમારા કમ્પ્યુટરમાં ઈસ્ટોલ કર્યા બાદ ચાલુ કરવા માટે Alt + Shift કી દબાવીને શરુ કરી શકશો અને બંધ કરવા માટે પણ Alt + Shift બંધ કરી શકાશે. તો મિત્રો તમારા કમ્પ્યુટરમાં Gujarati Indic Input (shruti) નાં હોય તો નીચેની લીંક પરથી ડાઉનલોડ કરી તમે પણ ગુજરાતી ટાઈપીંગની મજા માની શકશો.


Link 1

Link 2

વિન્ડોઝમાં ઇન્સ્ટોલ કરવા માટે નીચે દર્શાવેલ લિંક પરથી માહિતી મેળવો.

Tuesday, September 25, 2018

કમ્પ્યુટર નેટવર્ક

નેટવર્ક અલગ અલગ સંદર્ભમાં વપરાતો શબ્દ છે. જેમ કે ટેલીફોન નેટવર્ક, કમ્પ્યુટર નેટવર્ક, વાઈ-ફાઈ નેટવર્ક, મોબાઇલ નેટવર્ક. 




કમ્પ્યુટર નેટવર્ક શું છે..??

 તમે ક્યારેક ઓફિસ માં ગયા હોય. ત્યા તમે ઘણા બધા કમ્પ્યુટર જોયા હશે. એ બધા કમ્પ્યુટર એકબીજા સાથે કેબલ થી જોડેલા હશે. આ એક બીજા સાથે જોડાયેલા કમ્પ્યુટર ને એક બીજા  ને ફાઈલો, ડોકયુમેન્ટ, ડેટા શેર કરવાનું હોય છે. એટલા માટે આ બધા કમ્પ્યુટર ને એકબીજા સાથે પરસ્પર જોડવામાં આવે છે. આ જોડવાની પ્રક્રિયા ને નેટવર્ક કહેવામાં આવે છે. આ નેટવર્ક કમ્પ્યુટર સાથે જોડાયેલુ હોય છે એટલે એને કમ્પ્યુટર નેટવર્ક કહે છે.

 

 

Devices એકબીજા સાથે માહિતીશેર કરે છે.આ માહિતી ઘણા બધા પ્રકાર ની હોય છે.જેમકે,
  • સંદેશ
  • ડોક્યુમેન્ટ
  • ડેટાબેઝ
  • ફાઈલ
  • મ્યુઝિક
  • ફોટાઓ
કમ્પ્યુટર નેટવર્ક અલગ અલગ તત્વો અથવા ઘટકો નું ગ્રુપ હોય છે.
[1]  Server ( સર્વર ) :

આ નેટવર્ક નું મુખ્ય કમ્પ્યુટર હોય છે. બધા કમ્પ્યુટરો એક સર્વર જોડે જોડાયેલા હોય છે.  નેટવર્ક નો બધો જ ડેટા સર્વર પર રાખવામાં આવે છે.

[2] Nodes ( નોડ ):
સર્વર સિવાય ના બધા કમ્પ્યુટર ને નોડ્સ કહેવાય છે. બધા નોડ્સ નું એક નામ અને એક IP Address હોય છે. ઘણા નોડ બીજા નોડ કરતા વધારે શક્તિશાળી હોય છે. નોડ્સ ને Client Computer પણ કહેવામાં આવે છે.
[3] Network Cable ( નેટવર્ક કેબલ ):
જે કેબલ થી નેટવર્ક ના બધાજ કમ્પ્યુટરો જોડાયેલા હોય છે. તેને Network Cable કહેવામાં આવે છે. Data Sharing, Internet Sharing, File Sharing આ બધુ નેટવર્ક કેબલ  થી થાય છે. પણ આજ કાલ તો તો આ બધુ Wireless Network થી થવા લાગ્યુ છે.
[4] Network Operating System ( નેટવર્ક ઓપરેટીંગ સિસ્ટમ ):
 આ એક સોફ્ટવેર હોય છે. જે નેટવર્ક ના બધા Client Computer ના વચ્ચે એક સંબધ નક્કી કરે છે. આ સોફ્ટવેર સર્વર માં install કરવામાં આવે છે.

[5] Network Card ( નેટવર્ક કાર્ડ ):


 નેટવર્ક કાર્ડ એક સર્કિટ હોય છે.જે નેટવર્ક કેબલ ને Client Computer થી જોડે છે. આ કાર્ડ ના લીધે Data Sharing ઝડપ થી થાય છે. આ કાર્ડ ને  કમ્પ્યુટર નેટવર્ક થી જોડાયેલ બધા જ કમ્પ્યુટર ના MotherBord માં લગાવા માં આવે છે. જેને Ethernet Card કહેવામાં આવે છે.
[6] Network Topology ( નેટવર્ક ટોપોલોજી ):
આ કોઈ નેટવર્ક ના કમ્પ્યુટર ને એકબીજા ની સાથે જોડવાની વિશેષ પધ્ધતિ છે.




કમ્પ્યુટર નેટવર્ક વિશે વધુ જાણો 

અહિ ક્લિક કરો.

 

ROM and RAM (CC5 B.Ed.)

પ્રશ્ન :- 
કમ્પ્યુટર મેમરી વિશે સમજ આપો.
RAM અને ROM વિશે સમજાવો.


Saturday, September 15, 2018

Microsoft Outlook 2003

Email in Outlook

 



Outlook આઉટલુકનો ઉપયોગ કરી Mail મેઇલ કરો




Task in Outlook
(Reminder)


How to Set Reminders in Microsoft Outlook

 

 



Contact in Outlook



Calendar in Outlook  
Appointment બનાવો Outlook આઉટલુકનો ઉપયોગ કરી.
Calender નો ઉપયોગ કરતા શીખો.




 

Wednesday, July 25, 2018

Microsoft Excel માં જરૂરી શબ્દોની સમજૂતી


વર્કબુક

એક્સેલનો ઉપયોગ કરતા લોકો વારંવાર વર્કબુક શબ્દનો ઉપયોગ કરતા હોય છે. આ વર્કબુક એટલે આપણી કોઈ પણ એક્સેલ ફાઇલ. આપણે જ્યારે એક્સેલ પ્રોગ્રામ ચાલુ કરીએ ત્યારે એક કોરી વર્કબુક ઓપન થઈ જાય છે.

વર્કશીટ

એક્સેલની અંદર, એક વર્કબુકની અંદર આપણે જુદી જુદી વર્કશીટ તૈયાર કરી શકીએ છીએ. સામાન્ય રીતે, એકમેકને સંબંધિત, પણ અલગ અલગ પ્રકારના ડેટા (આંકડાકીય માહિતી) સાથે કામ પાર પાડવા માટે એક વર્કબુકમાંથી જુદી જુદી વર્કશીટ કામ લાગી શકે છે. જેમ કે, સાવ સાદું ઉદાહરણ લઈએ તો વર્ષ ૨૦૧૫ માટે એક વર્કબુક બનાવો તેમાં આપણે દરેક મહિનાની માહિતી ધરાવતી અલગ અલગ વર્કશીટ તૈયાર કરી શકીએ છીએ. એક્સેલની દરેક કોરી વર્કબુક (એટલે કે ફાઇલ)માં પહેલેથી ત્રણ કોરી વર્કશીટ જોવા મળે છે. આપણે તેમાં ઉમેરો કે ઘટાડો કરી શકીએ છીએ.


Cell, Row, Column

એક્સેલમાં તમામ રમત અંતે તો આંકડાની છે. એક્સેલની કોરી વર્કશીટમાં નાના નાના ચોરસ ખાના દેખાય છે તે દરેક સેલ કહેવાય છે, જેમાં આપણે આંકડા કે અન્ય વિગતો લખી શકીએ છીએ.

આ બધી આંકડાકીય માહિતી જુદી જુદી રો એટલે કે હરોળ અને કોલમ એટલે કે સ્તંભમાં લખવામાં આવે છે. વર્કશીટમાં ડાબી તરફ ઉપરથી નીચેની તરફ રોનો ક્રમ આંકડામાં લખેલો હોય છે અને મથાળે, એ, બી, સી, ડી… એવી રીતે કોલમનો ક્રમ લખવામાં આવે છે. 

આવી ગોઠવણને કારણે દરેક સેલમાંના આંકડા કે માહિતી માટે એક ચોક્કસ સરનામું કે રેફરન્સ તૈયાર થાય છે, જેમ કે B3, F10 વગેરે.

સેલ રેન્જ

એક્સેલમાં બે કે બેથી વધુ સેલના સેટને રેન્જ કહે છે. આપણે પાસપાસેના સેલને (એક ઊભી કોલમમાં, એક આડી રોમાં, અથવા બે કોલમ એ ત્રણ રોના સેલની બનતા લંબચોરસે) માઉસી સિલેક્ટ કરીએ તો સિલેક્ટ થયેલા સેલ્સની એક રેન્જ બની કહેવાય. આપણે એક સેલ સિલેક્ટ કરી, પછી કંટ્રોલ કી પ્રેસ કરી રાખીનેે છૂટાછવાટા સેલ પણ સિલેક્ટ કરી શકીએ છીએ. આ રીતે પણ સેલની રેન્જ બનાવી શકાય.

એક્સેલમાં જુદા જુદા સેલ કે સેલ રેન્જમાંના આંકડાઓના આધારે જુદી જુદી એક પ્રકારની ગણતરીઓ કરી શકાય છે.






Microsoft Excel 2007 ની પ્રસ્તાવના

માઈક્રોસોફ્ટ એક્સેલનો પરિચય :-
વ્યવહારમાં ઘણી વખત આપણને અમુક માહિતી સારણી સ્વરૂપે રજૂ કરવી પડે છે. જેના માટે આપણે પટ્ટી વડે ઉભી અને આડી લીટીઓ દોરીયે છીએ અને પછી તેમાં માહિતી લખીએ છીએ. 

દા. ત. શિક્ષકે સમયપત્રક બનાવવા માટે કે પરિણામ પત્રક બનાવવા માટે આવી ઘણી લીટીઓ દોરવી પડે છે.  વિસ્તરણ પત્રક એટલે કે Spread Sheet માં આવી તૈયાર લીટીઓ આવેલી હોય છે. તેનો ઉપયોગ કરવાથી આ બધા કાર્યો ખૂબ સરળતાથી કરી શકાય છે. તે ઉપરાંત તેમાં વિવિધ આંકડાકીય ગણતરીઓ પણ સરળતાથી કરી શકાય છે.  વિવિધ પ્રકારના આલેખ બનાવવામાં પણ વિસ્તરણ પત્રક (Spread Sheet) ખૂબ ઉપયોગી છે.

સ્પ્રેડશીટ શબ્દ તમને અજાણ્યો લાગતો હશે. જાતભાતની ગણતરીઓ કરવામાં તમને રસ હોય અને એ માટે કેલ્ક્યુલેટરનો પનો તમને ટૂંકો પડતો હોય તો સ્પ્રેડશીડ તમને બહુ ઉપયોગી નીવડી શકે છે. 

સ્પ્રેડશીટના જાણકાર લોકો પણ સામાન્ય રીતે સ્પ્રેડશીટ એટલે માઇક્રોસોફ્ટ એક્સેલ એમ સમજતા હોય છે, 

પણ એ અડધું સત્ય છે. મૂળ તો આંકડાને, આંકડાકીય માહિતીને ટેબલ સ્વરૂપમાં એટલે કે ઊભી કોલમ અને આડી રોમાં ગોઠવીને તેના પર જુદી જુદી ફોર્મ્યુલાઓ કામે લગાડીને આપણે જુદી જુદી જાતની ગણતરી કરી શકીએ કે તારણો કાઢી શકીએ એવી કોઈ પણ કમ્પ્યુટર એપ્લિકેશનને સ્પ્રેડશીટ કહેવાય. 

Spreadsheet એ એક એપ્લિકેશન સોફ્ટવેર છે. વિવિધ પ્રકારની Spreadsheet સોફ્ટવેર જોવા મળે છે. જેમકે 
  • Open office Calc
  • Gnumeric
  • K-spread
  • Lotus 123
  • Microsoft Excel 
વગેરે...

માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામ આવી સ્પ્રેડશીટનો ઉપયોગ કરે છે તેમ ગૂગલ ડોક્સમાં પણ સ્પ્રેડશીટ્સ છે જે એક્સેલ જેવો જ પ્રોગ્રામ છે તેમાં પણ અંતે તો સ્પ્રેડશીટનો જ ઉપયોગ થયો છે. વિવિધ પ્રકારની ગણતરીઓ માટે સ્પ્રેડશીટનો ઉપયોગ પહેલાં, અગાઉની નામા પદ્ધતિની જેમ લાંબા પહોળા કાગળ પર આંકડાઓ ચીતરીને જ કરવામાં આવતો હતો. છેક ૧૯૬૨માં આ વિચારને આઇબીએમના મશીનમાં અમલમાં મૂકવામાં આવ્યો અને ત્યારથી આ કન્સેપ્ટ ધીમે ધીમે વધુ ને વધુ વિકસતો ગયો. ૧૯૭૯માં એપલનાં કમ્પ્યુટરમાં એક બિઝનેસ ટૂલ તરીકે તેનો ઉપયોગ શરૂ થયો ત્યાં સુધી આંકડા જેમના માટે શોખનો વિષય હતો એમના માટે સ્પ્રેડશીડ એક કરામતી રમત જેવી જ વાત હતી. 

૧૯૯૦ના ગાળામાં માઇક્રોસોફ્ટ કંપનીએ તેના ઓફિસ પ્રોગ્રામમાં સ્પ્રેડશીટ એપ્લિકેશન તરીકે એક્સેલનો સમાવેશ કર્યો પછી ઇલેક્ટ્રોનિક સ્પ્રેડશીટ માર્કેટમાં એક્સેલની જબરજસ્ત પહોંચ વિસ્તરી. 

માઈક્રોસોફ્ટ એક્સેલમાં આવતી વિવિધ સુવિધાઓ વિશે :-



માઈક્રોસોફ્ટ એક્સેલના વિવિધ ઉપયોગો :-  



Thursday, July 19, 2018

કમ્પ્યુટરનુ બંધારણ

નીચે દર્શાવેલી ફાઇલ ડાઉનલોડ કરવી, 

અહિ ક્લિક કરો.

Tuesday, July 17, 2018

CC5 :~ Unit 2 Most Imp Question


આગામી યુનિવર્સિટીની બી.એડ. CC5 કમ્પ્યુટર ની પરીક્ષામાં 2, 3, અને 5 માર્કસની તૈયારી માટે Unit 2 માંથી પુછાતા મહત્વના પ્રશ્નોની યાદી સાથે તેના પર ક્લિક કરવાથી તેનો સરળ ભાષામાં ઉત્તર પણ મળશે..
(બ્લોગમાં જે ઇમેજ કે લખાણ નો ફોટો મુકેલ છે. તેને જોવા માટે zoom ન કરતા તે ઇમેજ કે ફોટા પર ક્લિક કરવાથી સ્પષ્ટ વાંચવા મળશે.)






































































































વર્ડ, એકસેલ, પાવર પોઇન્ટમાં પુછાતા જનરલ પ્રશ્નો.























Thursday, April 19, 2018

ચોરી. થયેલ મોબાઈલ શોધવાની ટિપ્સ

તમારો ચોરી થયેલો અથવા ખોવાયેલો મોબાઇલ Google ની મદદથી સરળતાથી શોધવા માટેની ટેકનીક

અહીં ક્લિક કરો

* આ છે પ્રોસેસ

1. સૌથી પહેલા ગુગલનું હૉમ પેજ ઓપન કરો, અહીં ગુગલ એકાઉન્ટના તે જ આઇડીથી સાઇન-ઇન કરો, જે તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં રજિસ્ટર કર્યું હોય.

 

2. ત્યાર પછી ગુગલના હૉમ પેજના સર્ચબારમાં 'Whare's my phone?' ટાઇપ કરીને સર્ચ કરો. જેવું સર્ચ કરશો તેવું ત્યાં મેપ ઓપન થઇ જશે. 

 

3. આ મેપમાં થોડી જ વારમાં તમારા ફોનનું લૉકેશન દેખાશે. કેમકે ગુગલ તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનનું લૉકેશન ટ્રેસ કરીને તે બતાવે છે. 

4. ફોન ખોવાઇ ગયો હોય અથવા તો ક્યાંક ભૂલી ગયા હોય ત્યારે આ ફિચર દરેક યૂઝર માટે ઉપયોગી સાબિત થશે. 

 

5. ફોનને ઘર કે આજુબાજુમાં ક્યાંક ભૂલી ગયા હોય, તો તમે ફોનની રિંગ વૉલ્યૂમ પણ વધારી શકો છો. ફોન સાયલન્ટ મૉડમાં હશે તો પણ આ ફિચર કામ કરે છે. રિંગનું ઓપ્શન મેપની નીચેની બાજુમાં દેખાશે. 

 

* આઇફોન યૂઝર્સ માટે ગુગલની "Where's my phone?" ટ્રિક કામ નહીં કરે. જોકે, આઇફોન માટે પણ આવી બીજી ટ્રિક છે તેના તમે iCloudની મદદથી આઇફોનને શોધી શકો છો. 

  Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .