Knoledge Duniya

Search results

Tuesday, September 25, 2018

કમ્પ્યુટર નેટવર્ક

નેટવર્ક અલગ અલગ સંદર્ભમાં વપરાતો શબ્દ છે. જેમ કે ટેલીફોન નેટવર્ક, કમ્પ્યુટર નેટવર્ક, વાઈ-ફાઈ નેટવર્ક, મોબાઇલ નેટવર્ક. 




કમ્પ્યુટર નેટવર્ક શું છે..??

 તમે ક્યારેક ઓફિસ માં ગયા હોય. ત્યા તમે ઘણા બધા કમ્પ્યુટર જોયા હશે. એ બધા કમ્પ્યુટર એકબીજા સાથે કેબલ થી જોડેલા હશે. આ એક બીજા સાથે જોડાયેલા કમ્પ્યુટર ને એક બીજા  ને ફાઈલો, ડોકયુમેન્ટ, ડેટા શેર કરવાનું હોય છે. એટલા માટે આ બધા કમ્પ્યુટર ને એકબીજા સાથે પરસ્પર જોડવામાં આવે છે. આ જોડવાની પ્રક્રિયા ને નેટવર્ક કહેવામાં આવે છે. આ નેટવર્ક કમ્પ્યુટર સાથે જોડાયેલુ હોય છે એટલે એને કમ્પ્યુટર નેટવર્ક કહે છે.

 

 

Devices એકબીજા સાથે માહિતીશેર કરે છે.આ માહિતી ઘણા બધા પ્રકાર ની હોય છે.જેમકે,
  • સંદેશ
  • ડોક્યુમેન્ટ
  • ડેટાબેઝ
  • ફાઈલ
  • મ્યુઝિક
  • ફોટાઓ
કમ્પ્યુટર નેટવર્ક અલગ અલગ તત્વો અથવા ઘટકો નું ગ્રુપ હોય છે.
[1]  Server ( સર્વર ) :

આ નેટવર્ક નું મુખ્ય કમ્પ્યુટર હોય છે. બધા કમ્પ્યુટરો એક સર્વર જોડે જોડાયેલા હોય છે.  નેટવર્ક નો બધો જ ડેટા સર્વર પર રાખવામાં આવે છે.

[2] Nodes ( નોડ ):
સર્વર સિવાય ના બધા કમ્પ્યુટર ને નોડ્સ કહેવાય છે. બધા નોડ્સ નું એક નામ અને એક IP Address હોય છે. ઘણા નોડ બીજા નોડ કરતા વધારે શક્તિશાળી હોય છે. નોડ્સ ને Client Computer પણ કહેવામાં આવે છે.
[3] Network Cable ( નેટવર્ક કેબલ ):
જે કેબલ થી નેટવર્ક ના બધાજ કમ્પ્યુટરો જોડાયેલા હોય છે. તેને Network Cable કહેવામાં આવે છે. Data Sharing, Internet Sharing, File Sharing આ બધુ નેટવર્ક કેબલ  થી થાય છે. પણ આજ કાલ તો તો આ બધુ Wireless Network થી થવા લાગ્યુ છે.
[4] Network Operating System ( નેટવર્ક ઓપરેટીંગ સિસ્ટમ ):
 આ એક સોફ્ટવેર હોય છે. જે નેટવર્ક ના બધા Client Computer ના વચ્ચે એક સંબધ નક્કી કરે છે. આ સોફ્ટવેર સર્વર માં install કરવામાં આવે છે.

[5] Network Card ( નેટવર્ક કાર્ડ ):


 નેટવર્ક કાર્ડ એક સર્કિટ હોય છે.જે નેટવર્ક કેબલ ને Client Computer થી જોડે છે. આ કાર્ડ ના લીધે Data Sharing ઝડપ થી થાય છે. આ કાર્ડ ને  કમ્પ્યુટર નેટવર્ક થી જોડાયેલ બધા જ કમ્પ્યુટર ના MotherBord માં લગાવા માં આવે છે. જેને Ethernet Card કહેવામાં આવે છે.
[6] Network Topology ( નેટવર્ક ટોપોલોજી ):
આ કોઈ નેટવર્ક ના કમ્પ્યુટર ને એકબીજા ની સાથે જોડવાની વિશેષ પધ્ધતિ છે.




કમ્પ્યુટર નેટવર્ક વિશે વધુ જાણો 

અહિ ક્લિક કરો.

 

No comments:

Post a Comment

  Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .