કોમ્પ્યુટર કે જેની હવે ડગલે ને પગલે જરૂર પડતું હોય તેવું મહત્ત્વ નું ઉપકરણ બની ગયું છે. આજે તમે રિલાયન્સ ની ઓફિસ જુઓ કે સામાન્ય કરિયાણા ની દુકાન જુઓ ત્યાં તમને કોમ્પ્યુટર જોવા મળી જશે. કોમ્પ્યુટર નો ઉપયોગ માત્ર હિસાબ-કીતાબ માટે જ નથી થતો તે આપણ ને બધાને ખ્યાલ છે. આજ ના સમય મા સામાન્ય ગણતરી થી લઈ ને ખગોળ વિજ્ઞાન ની ગણતરીઓ સુધી ના તમામ કાર્યો તેમા કરવામા આવે છે. આજે પહેલા ધોરણમા અભ્યાસ કરતા બાળક થી લઈને માસ્ટર કે પીએચડી ડીગ્રી કરતાં વિદ્યાર્થી માટે કોમ્પ્યુટર ઘણું જ જરૂરી સાધન બની ગયું છે.
આ કોમ્પ્યુટર ની તમે જ્યારે કલ્પના કરો ત્યારે તમારે તમારા મગજમા માત્ર કોઈ ડેસ્કટોપ ની જ કલ્પના નથી કરતા પણ તેમાં લેપટોપ થી લઈને તમારા મોબાઈલ નો પણ સમાવેશ થઈ જાય છે. કેમ કે અત્યાર ના મોબાઈલે ઘણા કામ સરળ કરી દીધા છે અને તે પણ એક પ્રકાર નુ કોમ્પેક્ટ કંપ્યુટર બની ગયું છે. તેનો ઉપયોગ કરતા સમયે તમારે મુખ્યે બે વસ્તુ ની જરૂર પડતી હોય છે જેમાં એક છે કી-બોર્ડ અને બીજું છે માઉસ. આ બન્ને વગર તમે કોમ્પ્યુટર નો વપરાશ કરી શકતા નથી.
જો તમારે ગુગલ પર સાવ સામાન્ય સર્ચ કરવી હોય તો પણ તમારે કી-બોર્ડ ની જરૂર તો પડે જ છે. શું તમને ક્યારેય કી બોર્ડ વાપરતી વખતે એવું પ્રશ્ન થયો છે કે શા માટે આ કી-બોર્ડ પર લખાયેલ અંગ્રેજી મૂળાક્ષરો ક્રમ પ્રમાણે નથી લખવામાં આવતા અને આડા-અવળા ક્રમમા લખવામા આવે છે. આ કોમ્પ્યુટર સાથે જોડાયેલું મોટું કી-બોર્ડ લઈ લો કે પછી લેપટોપ તેમાં આવતું કી-બોર્ડ હોય કે પછી તમારા મોબાઈલ મા રહેલ તમામ મા આ એક સમાનતા તો જોવા મળશે જ.
કીબોર્ડ એટલે શું ?
કમ્પ્યુટરમાં કીબોર્ડ એક પ્રકારનું હાર્ડવેર ડિવાઇસ છે જેની મદદથી તમે કમ્પ્યુટરમાં કોઈ પણ લખાણ લખી શકો છો અને કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ કરવા માટેનું મુખ્ય ઉપકરણ કી-બોર્ડ પણ છે. કીબોર્ડ એક ઈનપુટ ડિવાઇસ છે જેની મદદથી તમે કમ્પ્યુટરની અંદર અલગ અલગ પ્રકારના ડેટા દાખલ કરી શકો છો.
કીબોર્ડનું ડિઝાઇન ટાઈપરાઈટર પરથી આવ્યું છે અને કીબોર્ડમાં એવી રીતે બટનને મૂકવામાં આવેલા છે જેથી એક કમ્પ્યૂટર યુઝર સરળતાથી કમ્પ્યુટરમાં કોઈપણ પ્રકારના ડેટા દાખલ કરી શકે છે અને કમ્પ્યુટરને પોતાના આદેશ પણ આપી શકે છે.
કીબોર્ડના ઉપયોગ
- કીબોર્ડનો ઉપયોગ કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટાને દાખલ કરવા માટે થાય છે.
- કમ્પ્યુટરમાં લખાણ લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે.
- કમ્પ્યુટરને જો કોઈ કમાન્ડ આપવી હોય તો પણ કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
- કીબોર્ડની મદદથી તમે કમ્પ્યુટરમાં કોડિંગ કરી શકો છો.
- કીબોર્ડની મદદથી તમે કમ્પ્યુટરમાં ગેમ રમી શકો છો.
આવા ઘણા ઉપયોગ કીબોર્ડના છે પણ મુખ્ય ઉપયોગ જોઈએ તો કમ્પ્યુટરમાં લખાણ લખવા અને તેનું આઉટપુટ લાવવા માટે કીબોર્ડ ખૂબ જ મહત્વનું હાર્ડવેર ડિવાઇસ છે.
કીબોર્ડમાં કેટલી key (બટન) હોય છે ?
કીબોર્ડમાં કેટલા બટન છે એ જાણવા જઈએ તો તેનો કોઈ ફિક્સ જવાબ નથી કારણ કે અત્યારે માર્કેટમાં કેટલાય અલગ-અલગ મોડેલ અને અલગ-અલગ જરૂરિયાત મુજબના કીબોર્ડ ઉપલબ્ધ હોય છે તેને લીધે બધામાં બટનની સંખ્યા અલગ-અલગ જોવા મળે છે.
મોટાભાગના કીબોર્ડમાં 96 થી લઈને 106 સુધીના બટન હોય છે પણ અમુક કીબોર્ડમાં ફંક્શન કી વધારે પણ હોય અને અલગ-અલગ સ્પેશલ કી પણ આપવામાં આવે છે તેને લીધે કીબોર્ડમાં તમને બટન વધારે જોવા મળી શકે છે. તો કીબોર્ડ અલગ-અલગ પ્રકારના હોવાથી તેમાં કેટલા બટન હોય છે તેનો કોઈ ફિક્સ આંકડો નથી.
QWERTY કી બોર્ડ અને ઇતિહાસ
તમે જયારે પણ ટાઈપ કરતા હશો ત્યારે તમને પ્રશ્ન તો થતો હશે કે શા માટે કીબોર્ડ પર છાપવામા આવેલી આ અંગ્રેજી અક્ષરો સળંગ ક્રમ પ્રમાણે લખવામા આવતા નથી પરંતુ આ રીતો એક વિચિત્ર જ ક્રમમા લખવામાં આવે છે. આ કી-બોર્ડ ને ક્વર્ટી (QWERTY) કી-બોર્ડ કહેવામા આવે છે. તમે જોશો કે કી બોર્ડની આલ્ફાબેટવાળી પ્રથમ લાઈન ના પ્રથમ પાંચ અક્ષર આ જ હોય છે અને માટે તેને ક્વર્ટી કી બોર્ડ કહેવામા આવે છે. પણ તમને આલ્ફાબેટ ની આ પ્રકાર ની ગોઠવણી શા માટે છે તે વિષે નહીં ખ્યાલ હોય. તેની પાછળનું કારણ ઘણું જૂનું છે.
આ વાત છે એ સમયની જયારે મેન્યુઅલ ટાઈપરાઇટર પર કરવામા આવતું. શરૂઆતના કી બોર્ડમા તેની કી પર એબીસીડી ના ક્રમ પ્રમાણે જ આલ્ફાબેટ છાપવામા આવતા હતા પરંતુ ધીરે-ધીરે કીબોર્ડ પર માણસ ની ટાઈપ કરવાની ઝડપ વધવા લાગી અને આ રીતે ક્રમ પ્રમાણે આલ્ફાબેટ રાખવાની ગોઠવણી ના કારણે વ્યક્તિ જ્યારે ટાઇપ કરતા ત્યારે ટાઇપરાઇટર ની કી ગુંચવાઈ જતી અને આ લીધે ટાઇપરાઇટર જામ થઈ જતું. આ સમસ્યા ના લીધે એક ઉંડા સંશોધન બાદ QWERTY કી બોર્ડ ની ડીઝાઈન તૈયાર કરવામાં આવી. આ સંશોધન ને આશરે પાંચ વર્ષ નો સમય લાગ્યો. જેમાં ઘણી બધી ટ્રાય કરવામાં આવી અને ઘણી બધી નિષ્ફળતાઓ પણ મળી પરંતુ છેવટે તેમને સફળતા પ્રાપ્ત થઇ અને જે અક્ષરો નો સૌથી વધુ ઉપયોગ અંગ્રેજી ભાષામા થતો તે અક્ષરો ને દૂર ની કી આપવામા આવી જેથી કરીને ટાઇપ કરનાર વ્યક્તિ ની ઝડપ ઘટે અને ટાઇપરાઇટર જામ ન થાય. ત્યારબાદ આ જ ગોઠવણ એક સ્ટાન્ડર્ડ એરેન્જમેન્ટ થઈ ગઈ અને ત્યારથી તે અત્યાર સુધીમા આ જ એરેન્જમેન્ટ ચાલતી આવી છે. આ ક્વર્ટી કી બોર્ડની રૂપરેખા ક્રિસ્ટોફર શૉલ્સે તૈયાર કરી હતી.
સૌપ્રથમ ૧૮૭૩મા આવેલ ટાઇપરાઇટર મા અંગ્રેજી અક્ષરો નો ઉપયોગ આ રીત પ્રમાણે જ થયો હતો. ત્યારબાદ આ કીબોર્ડ ના ડીઝાઈન ના રાઇટસ સફળતાપૂર્વક ઈ. રેમિંગ્ટન એન્ડ સન્સ કંપની ને વેચી દેવામા આવ્યા. આ કંપની ત્યારે હથિયાર તેમજ લેટર ટાઇપરાઇટર્સ બનાવવાનુ કામ કરતી હતી. આ ડીઝાઈન ખરીદ્યા બાદ રેમિંગ્ટને તેમા ઘણા ફેરફારો કર્યા. તમને કદાચ આ સત્યતા નો ખ્યાલ નહી હોય કે qwerty કી બોર્ડ ના ડાબા હાથ ની આંગળીઓ પર આવતા અક્ષરો થી અંગ્રેજી ભાષા ના હજારો શબ્દો ટાઇપ કરી શકો છો જ્યારે જમણી તરફ આવેલા અક્ષરો માંથી સેંકડો શબ્દો ટાઈપ કરી શકાય છે.
ટાઈપરાઈટરની શોધ થઈ ત્યારે મૂળાક્ષરો એ, બી, સી, ડી ના ક્રમમાં જ ગોઠવાયેલા હતા. પણ તે ચાલે એમ ન હતું. કેમ કે ઘણા અંગ્રેજી શબ્દો ટાઈપ કરતી વખતે મૂળાક્ષરની દાંડી એકબીજા સાથે ટકરાતી હતી. અને પરસ્પર ચોંટી પણ જતી હતી. અને ટાઈપિંગનું કામ ધીમું પડી જતું હતું. પરિણામે અંગ્રેજી શબ્દોમાં વધુ ભાગે ક્યા મૂળાક્ષરો એક પછી એક રિપિટ થાય છે તેનું સંશોધન કરવામાં આવ્યું. આ જાતના મૂળાક્ષરોની દાંડીને એકબીજાથી જુદી રાખવા તેમની વચ્ચે અંતર રાખવામાં આવ્યું. સંશોધનના આધારે કી-બોર્ડની ગોઠવણ સદંતર બદલવામાં આવી. પણ આ ગોઠવણ સગવડભરી ન હતી. કેમ કે વધુમાં વધુ કી દબાવવાનું કામ કમજોર આંગળીઓ પર આવતું હતું. તો પણ QWERTY એ જ કી-બોર્ડ દુનિયાભરમાં વપરાવા લાગ્યું.
Q, W, E, R, T, Y કી-પેડ નામ આ રીતે પડ્યું
Q-W-E-R-T-Y-
આ કી-બોર્ડ પર શરૂઆતના મૂળાક્ષરો Q, W, E, R, T, Y વગેરેના ક્રમમાં ગોઠવેલા હોય છે, તેથી તેનું એવું નામ પડ્યું છે. ટાઈપરાઈટર પછી કોમ્પ્યુટર શોધાયું. જેમાં દાંડી જેવું કશું ન હતું. આથી દરેક કીનું સ્થાન કોમ્પ્યુટર ઑપરેટરને માફક આવી શકે એવું રાખી શકાત. છતાં ટાઈપિસ્ટ પણ ફરી તાલીમ લીધા વગર કોમ્પ્યુટર પર કામ કરી શકે એટલે QWERTY નું અગવડભર્યું કી-બોર્ડ ચાલુ રાખવામાં આવ્યું, જે હવે બદલાય એમ નથી.
F અને J બટન પર આડી લાઈન કેમ હોય છે.
તમે કી-બોર્ડ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે F અને J બટનમાં ઉપર એક હળવી લાઈન ઉપસેલી હોય છે. અને તે key ને સ્પર્શ કરશો તો પણ ખ્યાલ આવી જશે. આ લાઈન ટાઈપિંગને સરળ કરવા માટે મૂકવામાં આવી હોય છે. કી-બોર્ડની વચ્ચેની લાઈનને હોમ રો કહેવામાં આવે છે. જ્યારે કોઈ ટાઈપિંગ શીખે તો તેમની આંગળીઓ વચ્ચેની રો માં રહે છે. ટાઈપિંગ કરતી વખતે ડાબા હાથની આંગણી F પર અને જમણા હાથની આંગણી J ઉપર હોય છે. જ્યારે પણ ટાઈપ કરીએ ત્યારે નજર સ્ક્રીન પર હોય તો F અને J બટન દ્વારા આંગણીઓ કંઈ લાઈનમાં છે તેનો અંદાજ લગાવી શકાય છે.
સૌથી વધુ ઉપયોગમાં લેવાતી key
કી-બોર્ડમાં સૌથી વધારે સ્પેસબારનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા નંબરે Eનો ઉપયોગ થાય છે કેમ કે અંગ્રેજીમાં મોટાભાગના શબ્દોમાં Eનો ઉપયોગ થાય છે. જ્યારે ત્રીજા નંબરે બેકસ્પેસ કી આવે છે. જેનો ઉપયોગ ટાઈપિંગ લખતી વખતે થયેલી ભુલો સુધારવા માટે કરવામાં આવે છે.
કમ્પ્યુટરના કી બોર્ડનું અવનવું
કમ્પ્યુટરનું કી બોર્ડ ઇનપૂટ માટેનું મહત્વનું સાધન છે. તેમાં ટાઈપ કરવા ઉપરાંત અનેક શોર્ટકટ દ્વારા ઘણી ક્રિયાઓ સરળ બનાવવાની સુવિધા છે. સામાન્ય રીતે કી બોર્ડમાં ૮૦ થી ૧૧૦ કીકેપ હોય છે. જેમાં ટાઈપિંગ, નંબર અને કન્ટ્રોલ કી હોય છે.
કી બોર્ડની ટાઈમિંગ કીની ગોઠવણી જૂના ટાઈપ રાઈટર જેવી જ હોય છે. તેમાં બારાક્ષરી ટાઈપ કરી શકાય છે. અસંખ્ય ભાષાઓ ટાઇપ કરવાની સુવિધા હોય છે. ટાઈપ કીની ગોઠવણી બંને હાથની આંગળીઓને અનુકૂળ પડે તેવી હોય છે.
તેમાં અક્ષરોના વપરાશની માત્રા પણ ધ્યાનમાં લીધી છે. મુખ્ય કીબોર્ડની બાજુમાં ૧૭ કી વાળું ન્યુમરિક બોર્ડ કંમ્પ્યુટરની શોધ પછી જોડાયું તેનો ઉપયોગ અંક ટાઈપ કરવા અને ગણતરી કરવા થાય છે.
કીબોર્ડ પણ નાનું કમ્પ્યુટર જ છે. તેમાં માઇક્રો પ્રોસેસર અને કન્ટ્રોલર હોય છે. તેને મેટ્રિકસની સર્કિટ કહે છે. કોઈ પણ કી દબાવો તો તેની નીચેની સર્કિટ પૂર્ણ થઈને વીજપ્રવાહ દ્વારા સિગ્નલ કમ્પ્યુટરમાં જાય છે. કીને નીચે રબરનું પડ અને તેની નીચે ત્રણ સ્તરવાળુ પ્લાસ્ટિકનું પડ હોય છે. તેમાં કાર્બનનું પડ વીજપ્રવાહની સર્કિટ પૂરી કરવાનું કામ કરે છે. જો કે હવે વાયરલેસ કી બોર્ડ પણ શોધાયા છે.
Teacher
Ramde Dangar
Navyug B.Ed College Virpar Morbi
Saurashtra University
B.Ed CC5 (Computer)
No comments:
Post a Comment