આજના ઇન્ફર્મેશન ટેક્નોલૉજીના યુગમાં કમ્પ્યૂટર અને કમ્પ્યૂટર આધારિત વસ્તુઓનો ઉપયોગ વધતો જાય છે. સમાજમાં કોઇ પણ ક્ષેત્ર એવું નહિ હોય કે જ્યાં કમ્પ્યૂટર કે અન્ય વિજાણુ સાધનોનો ઉપયોગ ના થતો હોય. શિક્ષણના ક્ષેત્રમાં પણ કમ્પ્યૂટરનો ઉપયોગ એક અનિવાર્ય બાબત બની ગઇ છે. શૈક્ષણિક ક્ષેત્રે તેના ઘણા ઉપયોગો છે. જો પૂરતી તૈયારી સાથે આગળ વધવામાં આવે તો વર્ગ-શિક્ષણમાં કમ્પ્યૂટરનો અસરકારક ઉપયોગ કરી શકાય છે.
આજે વર્ગશિક્ષણમાં I.T. નો ઉપયોગ અગત્યનો પૂરવાર થઈ રહ્યો છે. વિકસતા આધુનિક યુગમાં વર્ગશિક્ષણમાં કમ્પ્યૂટરે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ત્યારે શાળામાં વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર દ્વારા શિક્ષણમાં જોતરવાથી તેમને મન શિક્ષણ સાહજિક, રસિક બને છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન જેવા અઘરા ગણાતા વિષયોને પાવર પોઇન્ટ સ્લાઈડ દ્વારા સરળ અને સરસ બનાવી શકાય છે.
પાવર પૉઇન્ટ પ્રોગ્રામ એ પ્રેઝન્ટેશનનું સોફ્ટવેર છે. આ સોફ્ટવેર દ્વારા આપણે કોઈ પણ વિષયની માહિતીને સ્લાઇડ શો દ્વારા આકર્ષક રીતે અને ક્રમબદ્ધ રીતે રજૂ કરી શકીએ છીએ. આજનો જમાનો માહિતીનો જમાનો છે. કમ્પ્યૂટર ઉપર જે પણ કામગીરી કરી, તેનું વિવેચન, છણાવટ કે અન્ય પ્રોસેસિંગ કરી જે પરિણામ મેળવવામાં આવે તેને કોઈ ને કોઈ તબક્કે યુઝર દ્વારા આકર્ષક સ્વરૂપે રજૂ કરવું પડે છે. આ રજૂઆત પ્રિન્ટેડ સ્વરૂપમાં અથવા ઈ-મેલમાં, વેબપેજમાં અથવા તો કમ્પ્યૂટર સ્લાઇડ-શો તરીકે પ્રેઝન્ટેશન બનાવીને કરાય છે. પ્રેઝન્ટેશન એ કમ્પ્યૂટરમાં તૈયાર કરાયેલ ઓડિયો-વીડિયો અને ટેક્સ ગ્રાફિક્સના ઉપયોગથી વિવિધ રંગબેરંગી સ્લાઇડોથી બનેલ ઉપયોગી માહિતીનું સ્લાઇડ શો ગણી શકાય. માઇક્રોસોફ્ટ ઓફિસ દ્વારા તૈયાર કરાયેલ માઇક્રોસોફ્ટ પાવર પોઇન્ટ નામનો પ્રોગ્રામએ પ્રેઝન્ટેશન બનાવવાનો ખૂબ સરળ અને સહેલો પ્રોગ્રામ છે.
વર્તમાન યુગમાં પ્રેઝન્ટેશનના વપરાશનો વ્યાપ ખૂબ વધી ગયો છે. શિક્ષણ ક્ષેત્રે માઇક્રોસોફ્ટ પાવર પોઇન્ટનો ઉપયોગ કરી શૈક્ષણિક વિષયો આસાનીથી શીખવાડી શકાય છે. વળી પાવરપોઇન્ટમાં વિષયવસ્તુ માતૃભાષામાં પ્રદર્શિત કરી શકાય છે.
અધ્યાપન સામગ્રી ભિન્ન સ્વરૂપે હોઈ પાવર પોઇન્ટ દ્વારા તેની રજૂઆત આકર્ષક બને છે. પાવર પોઇન્ટમાં શૈક્ષણિક વિષય વસ્તુના વિવિધ સ્વરૂપ અજમાવી શકાય છે. જેમકે ચિત્ર, આકૃતિ, ફોટોગ્રાફસ, નકશા, કોઠા સ્વરૂપે લખાણ, ઓડીઓ, વિડિઓ વગેરેનો ઉપયોગ કરી શૈક્ષણિક ઉત્કૃષ્ટ કન્ટેન્ટ સાથે સ્લાઈડ બનાવી વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન દ્વારા શીખવાડી શકાય છે.
પાવરપૉઈન્ટના કેટલાંક મહત્ત્વના શૈક્ષણિક ઉપયોગ નીચે પ્રમાણે છે :
👉 કોઈ પણ માહિતીની અસરકારક અને સચોટ રજૂઆત કરી શકાય છે.
👉 પાવરપોઇન્ટ દ્વારા કોઈ પણ એકમની રજૂઆત સુંદર, આકર્ષક બનાવવા માટે
👉 સ્લાઇડમાં જરૂરી ચાર્ટ, ચિત્રો, ગ્રાફ, એનિમેશન, અવાજ, વીડિયો વગેરેનો ઉપયોગ કરી શકાય છે.
👉 પાવરપોઈન્ટ આપણી કલ્પનાશક્તિને જીવંત સ્વરૂપ આપી માહિતી સરળતાથી સમજાવી શકાય છે.
👉 ગણિતને અનુરૂપ ગ્રાફ, આકૃતિઓની effect દ્વારા સમજ, કોઈ વિજ્ઞાનના પ્રયોગની સમજ વગેરે પાવરપોઈન્ટથી સરળ રીતે સમજી શકાય તે રીતે માહિતીની રજૂઆત કરી શકાય.
👉કઠિન સંકલ્પનાઓને પાવરપોઈન્ટની વિવિધ Effect વધુ સરળ બનાવી સહેલાઈથી સમજાવી શકે છે.
👉શૈક્ષણિક તેમ જ અન્ય રીતે રજુઆત કરવામાં પાવરપૉઈન્ટ યુઝર અને શિખનાર બંનેને રસપ્રદ બને છે.
👉શૈક્ષણિક પાઠ નિદર્શનમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ખૂબ જ અગત્યનું સોફ્ટવેર છે. કોઈ પણ એકમની ક્રમિક અને સચોટ રજૂઆત કરી શકાય છે.
👉પાવર પોઇન્ટના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણમાં રસ જાગ્રત કરી શકે છે. પોતાના રસના વિષયો તેઓ ખૂબ જ ધ્યાનથી, આનંદથી શીખી શકે છે.
👉પાઠ્યપુસ્તક કરતાં પણ ગતિશીલ એવું કમ્પ્યુટર સોફ્ટવેર પાવર પોઇન્ટ પાઠ્યક્રમ કે વિષયવસ્તુને તેની યોગ્ય લાક્ષણિકતાઓ મુજબ દર્શાવતું હોવાના કારણે શિક્ષક અધ્યાપન સામગ્રીમાં વિવધતા લાવે છે.
👉વિવિધ વિષયમાં પાઠ આયોજન કરવા, જરૂરી શિક્ષણની યુક્તી-પ્રયુક્તિ પસંદ કરવા, શૈક્ષણિક સાધન તૈયાર કરવા તે ઉપયોગી બની રહે છે.
👉કમ્પ્યૂટર દ્વારા પાઠ–આયોજન નિદર્શન કરવા માટે પાવર પોઈન્ટ પ્રોગ્રામ દ્વારા પાઠની અલગ અલગ સ્લાઈડ તૈયાર કરીને મૂકવામાં આવે છે. તેમાં જરૂરી પ્રશ્નો અને તેની નીચે જવાબ તૈયાર કરીને મૂકવામાં આવે છે.
👉જરૂરી હોય ત્યાં ચાર્ટ, ચિત્રો, મલ્ટીમીડિયાનો ઉપયોગ પાઠ આયોજનમાં કરીને રજૂઆત આકર્ષક કરી શકાય છે.
👉અમૂક પાઠ આયોજન નિદર્શનમાં ચિત્રો મૂકીને કે વિડિયો ક્લિપનો ઉપયોગ કરીને પાઠની રજૂઆત રસપ્રદ કરી શકાય છે.
👉કોઈપણ લેશનની સ્લાઈડ પાવર પોઇન્ટમાં તૈયાર કરી તેમાં મૂલ્યાંકન ની સ્લાઈડ તૈયાર કરી મૂકી શકાય છે.
👉પાવર પોઇન્ટ દ્વારા શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને સરળતાથી સૂચના, માહિતી આપીને વિષય વસ્તુની સમજ આપી શકે છે. જેમકે પ્રથમ જ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ને પાવર પોઇન્ટ દ્વારા પરીક્ષા પદ્ધતિની સરળતાથી સમજ આપી શકાય છે.
👉પાવર પોઇન્ટ સ્લાઈડ દ્વારા જ્ઞાન સાથે ગમમત વાક્ય અનુસાર KBC જેવા કવિઝ પ્રકારની સ્લાઈડ દ્વારા તેમના સામાન્ય જ્ઞાનમાં વધારો કરી શકે છે... જેમકે ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નના બહુ વૈકલ્પિક જવાબો આપી સાચા જવાબ પર ક્લિક કરી વિદ્યાર્થીનો ઉત્તર સાચો છે કે ખોટો તે ચકાસી શકાય છે. આ રીતે live વિષય વસ્તુની ટેસ્ટ પણ લઈ શકે છે.
ટૂંકમાં પાવરપોઇન્ટનો શિક્ષણક્ષેત્રે શાળાના વહીવટમાં, વર્ગ શિક્ષણમાં, પુસ્તકાલયમાં, પરીક્ષામાં, સંશોધનમાં, પાઠ આયોજન નિદર્શનમાં તેમજ TLM માં ઉપયોગી થાય છે.
No comments:
Post a Comment