કમ્પ્યુટર ઇનપુટ ડિવાઇસ (સાધનો) વિશે સમજ આપો.
કમ્પ્યુટર ઈનપુટ, પ્રોસેસ અને આઉટપુટની રીત પર કાર્ય કરે છે, એમાં ઈનપુટ જરૂરી વસ્તુ છે કારણ કે જ્યાં સુધી કમ્પ્યુટરમાં કોઈ ડેટા દાખલ જ નહીં કરવામાં આવે ત્યાં સુધી કમ્પ્યુટર આગળ કામ જ ન કરી શકે.
કમ્પ્યુટરમાં ડેટા અથવા નિર્દેશ એટલે કે સૂચના દાખલ કરવા માટે ઈનપુટ મહત્વનું છે અને કમ્પ્યુટરને ઈનપુટ આપવા માટે ઈનપુટ ડિવાઇસની જરૂરત પડે છે.
ઈનપુટ ડિવાઇસ એટલે એક એવું ડિવાઇસ જેના દ્વારા માણસ કમ્પ્યુટરને કામ કરવાની સમજણ આપી શકે, એવું ડિવાઇસ જેના દ્વારા માણસ કમ્પ્યુટરને કામ કરવા માટે ઓર્ડર આપી શકે, એવું ડિવાઇસ જેના દ્વારા આપણે કમ્પ્યુટરને સૂચનાઓ આપી શકીએ અને નિર્દેશ આપી શકીએ, આવી સૂચનાઓ અને નિર્દેશ પર પ્રક્રિયા કરી કમ્પ્યુટર આપણને આઉટપુટ આપે છે.
કમ્પ્યુટરને ઈનપુટ આપવા માટે ઈનપુટ ડિવાઇસ જરૂરી છે.
ઈનપુટ ડિવાઇસ એટલે કમ્પ્યુટરમાં કોઈ માહિતી, સૂચનાઓ, નિર્દેશ વગેરેને દાખલ કરવા માટેનું ઉપકરણ. ઈનપુટ ડિવાઇસમાં ઘણા બધા નામો આવે છે પણ તેમાથી માઉસ અને કીબોર્ડ ખૂબ ઉપયોગી ઈનપુટ ડિવાઇસ છે. કમ્પ્યુટરમાં સામાન્ય ઉપયોગ એટલે તેને ઓપેરેટ કરવું, તેમાં ફાઈલો બનાવવી, ટાઈપિંગ કરવું, વિડિયો જોવા કે ઓડિઓ સાંભળવા જેવા વગેરે કામો.
આવા સામાન્ય કાર્યો માટે તમારે ખાલી માઉસ અને કીબોર્ડની જરૂર પડે છે જેની મદદથી તમે કમ્પ્યુટરને સરળતાથી ઉપયોગ કરી શકો છો.
જો તમારે કમ્પ્યુટરમાં અન્ય કાર્યો કરવા હોય તો તેના માટે નીચે દર્શાવેલ અલગ-અલગ ઈનપુટ ડિવાઇસનો ઉપયોગ કરી શકો છો
- માઉસ
- કીબોર્ડ
- લાઇટ પેન
- જોયસ્ટિક
- માઇક્રોફોન
- વેબકેમ
- ટ્રેકબોલ
- સ્કેનર
- ટચસ્ક્રીન
- ગ્રાફિક ટેબલેટ
- ડિજિટલ કેમેરા
- OMR રીડર (Optical Mark Recognition)
- OCR રીડર (Optical Character Recognition)
- બારકોડ રીડર (Barcode Reader)
- MICR (Magnetic Ink Character Recognition)
- સ્માર્ટ કાર્ડ રીડર
ઈનપુટ ડિવાઇસના ઉદાહરણ સમજીએ..
- તમે દરરોજ કમ્પ્યુટરને ઓપેરેટ કરો છો, અલગ-અલગ જગ્યાએ ક્લિક કરીને પ્રોગ્રામ ખોલો છો, સિલેક્ટ કરો છો તો આ બધા ઉપયોગ માટે તમે માઉસનો ઉપયોગ કરો છો.
- તમે કમ્પ્યુટરમાં દરરોજ ટાઈપિંગ કરો છો, તેમાં કોડિંગ કરો છો, તેમાં નવી માહિતી ઉમેરો છો તો તેના માટે તમે કીબોર્ડનો ઉપયોગ કરો છો.
- તમે પોતાનો અવાજ કમ્પ્યુટરમાં રેકોર્ડ કરવા માટે માઇક્રોફોનનો ઉપયોગ કરો છો.
- તમે ઓનલાઇન મિટિંગ અથવા પોતાનો વિડિયો કમ્પ્યુટરમાં બતાવવા કે રેકોર્ડ કરવા માટે વેબકેમનો ઉપયોગ કરો છો.
- કોઈ પણ વસ્તુ સ્કેન કરીને તેના ડેટા કમ્પ્યુટરમાં લેવા માટે તમે સ્કેનરનો ઉપયોગ કરો છો.
કમ્પ્યુટરમાં આવા ઘણા કામો માટે તમે ઘણા ઈનપુટ ડિવાઇસનો ઉપયોગ કરો છો
No comments:
Post a Comment