Knoledge Duniya

Search results

Saturday, November 26, 2016

Microsoft Word 2007 વિશે..

Microsoft office 2007 નો પરિચય

  યુઝર્સને અમુક ચોક્કસ પ્રકારના કાર્યો જેવા કે પત્ર લેખન અને દસ્તાવેજી કાર્યો તેમજ લાંબી ગણતરીઓ અને એકાઉન્ટ નું કાર્ય, આ ઉપરાંત પ્રદર્શન અને slideshow બનાવવા,  ડેટા એન્ટ્રી, ક્લાર્ક ને લગતું કાર્ય, ફાઈલોને ને સાચવવા નું કાર્ય, ઈમેલનું સંચાલન કરવાનું કાર્ય, ઓફિસરને એપોઇમેન્ટ ની નોંધ રાખવાનું કાર્ય, શાળાઓમાં પ્રશ્નપત્ર તૈયાર કરવા, પરિણામ પત્રક તૈયાર કરવાનું, પરિણામનું વિશ્લેષણ કરવું, timetable બનાવવું , વિવિધ slide  દ્વારા અભ્યાસ કરાવવો વગેરે કાર્યો કરવા માટે તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેરને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય છે.

વિશ્વમાં એપ્લિકેશન્સના સૌથી લોકપ્રિય પેકેજમાં Ms office નો સમાવેશ થાય છે.

 

માઇક્રોસોફ્ટ ઓફિસ એ માઇક્રોસોફ્ટ કંપનીએ વિકસાવેલું એપ્લિકેશન, સર્વર અને સર્વિસ માટેનું ઓફિસ સુટ છે.  બિલ ગેટ્સે સર્વપ્રથમ 1 ઓગસ્ટ, 1988ના રોજ લાસ વેગાસમાં આયોજિત કોમડેક્સ (COMDEX, કમ્પ્યુટર ડીલર્સ એક્ઝિબિશન)માં માઇક્રોસોફ્ટ ઓફિસ વિશે ધોષણા કરી હતી. ઓફિસના પહેલા વર્ઝનમાં માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ એક્સેલ અને માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટનો સમાવેશ થતો હતો.

વર્ષો વીતતાં ઓફિસની એપ્લિકેશન્સ માં સુધારા થતા ગયા અને એમાં કોમન સ્પેલ ચેકર, ઓલ ડેટા ઇન્ટિગ્રેશન અને વિઝ્યુઅલ બેઝિક ફોર એપ્લિકેશન્સ જેવા શેર થઈ શકે એવા ફિચર્સ ઉમેરાતાં ગયાં. માઇક્રોસોફ્ટે ઓફિસ બિઝનેસ એપ્લિકેશન્સ બ્રાન્ડ હેઠળ ઓફિસને લાઇન-ઓફ-બિઝનેસ માટે એક ડેવલપમેન્ટ પ્લેટફોર્મ તરીકે પ્રસ્તુત કર્યું. 10 જુલાઇ 2012ના રોજ સોફ્ટપિડીયાએ પોતાના અહેવાલમાં ટાંક્યું કે દુનિયાભરના એક અબજ કરતાંય વધારે લોકો ઓફિસનો ઉપયોગ કરે છે. 

અલગ અલગ વપરાશકર્તાઓ અને કમ્પ્યુટિંગ એન્વાયરન્મેન્ટને ધ્યાનમાં રાખીને ઓફિસનાં ઘણાં વર્ઝન વિકસાવવામાં આવ્યાં છે. ડેસ્કટોપ વર્ઝન એ સૌથી પહેલું અને સૌથી વધારે વપરાશમાં લેવાયેલું વર્ઝન છે, જે Windows and macOS operating systems ધરાવતાં પર્સનલ કમ્પ્યુટરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. સૌથી તાજું ડેસ્કટોપ વર્ઝન ઓફિસ 2016 છે, જે Windows and macOS operating systems માટે છે. તે અનુક્રમે 22 સપ્ટેમ્બર 2015 અને 9 જુલાઈ 2015ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

Bed ના અભ્યાસક્રમ માં ms office 2007 સામેલ છે. વર્તમાનમાં માઇક્રોસોફ્ટે ઓફિસ મોબાઇલ (Office Mobile) વિકસાવ્યું છે. મોબાઇલ ઉપકરણો માટે ઓફિસ એપ્લિકેશન્સની આ ફ્રી-ટુ-યુઝ એટલે કે નિઃશુલ્ક આવૃત્તિઓ છે.

Bed CC5 માં કમ્પ્યુટર અધ્યયન હેઠળ માઈક્રોસોફ્ટ ઑફિસમાંથી...
દસ્તાવેજો તૈયાર કરવા Ms word 2007,

ગણતરીઓ તેમજ સ્પ્રેડ સહિત માટે Ms Excel ,

અને પ્રેઝન્ટેશન માટે Ms Power point નો સમાવેશ થાય છે.

 Ms Word 2007 નો ટૂંકો પરિચય અને ઉપયોગ

 માઈક્રોસોફ્ટ વર્ડ એ એક વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે. જે માઈક્રોસોફ્ટ ઓફિસ હેઠળ આવે છે. હાલમાં મોટાભાગની ઓફિસો માં, બેંકોમાં કોલેજોમાં યુનિવર્સિટીમાં તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો જોવા મળે છે અને તેથી જ હાલના દરેક ઉગતા સિતારાઓ માટે તે શીખવું ખુબ જ અનિવાર્ય બની ગયું છે. અને માટે જ શિક્ષણમાં ઉપયોગલક્ષી દરેક બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ બોર્ડ તેમજ યુનિવર્સિટીઓ દ્વારા આ ટોપિકને મહત્વ આપવામાં આવ્યું છે.

 

માઈક્રોસોફ્ટ વર્ડ વિશેષતા અને વિવિધ ઉપયોગિતા વિશે નીચે આપેલ pdf જુઓ.. 

MS Word 2007


No comments:

Post a Comment

  Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .