Microsoft Word, Excel, power point માં પુછાતા જનરલ પ્રશ્નોની સમજ
New (Ctrl + N):-
નવું કોરું Document (દસ્તાવેજ) open કરવા માટે New વિક્લ્પ (option) નો ઉપયોગ થાય છે.
Open (Ctrl + O):-
અગાઉ સંગ્રહ (save) કરેલ Document ને open કરવા માટે Open option નો ઉપયોગ થાય છે.
Close (Ctrl + W, Ctrl + F4):-
Open કરેલ Document ને બંધ કરવા માટે Close option નો ઉપયોગ થાય છે.
Save (Ctrl + S):-
બનાવેલ File ને Save (સંગ્રહ) કરવા માટે Save option નો ઉપયોગ થાય છે.
Save As (F12):-
અગાઉ Save કરેલ File ને બીજા નામથી ફરીથી Save કરવા માટે Save As… option નો ઉપયોગ થાય છે.
Save as Web Page:-
File ને Web Page તરીકે Save કરવા માટે Save as Web Page option નો ઉપયોગ થાય છે. Web Page તરીકે Save કરેલ File ને Internet Explorer Program ધ્વારા open કરી શકાય છે.
Print Preview (Ctrl + F2, Alt + Ctrl + I):-
Page છાપતા પહેલા તે કેવું છપાશે તે જોવા માટે Print Preview option નો ઉપયોગ થાય છે.
Page Setup:-
આ option નો ઉપયોગ Page ના Margins (Top, Bottom, Left, Right), Orientation (Portrait, Landscape), Paper Size, Gutter, Gutter position (Left, Top) વગેરે Set કરવા (ગોઠવવા) માટે થાય છે.
Recently used file list:-
તાજેતરમા open કરેલી file Recently used file list માં જોવા મળે છે. આ list માં by default 4 File જોવા મળે છે. આ List વધારીને Maximum નવ કરી શકાય છે.
Undo (Ctrl + Z):-
આ option વડે છેલ્લી અસર દૂર કરી શકાય છે.
Redo (Repeat) (Ctrl + Y, F4):-
Undo ની અસરને દૂર કરવા માટે આ option નો ઉપયોગ થાય છે.
Cut (Ctrl + X):-
Select કરેલ લખાણ કે ચિત્રને દૂર કરવા માટે Cut option નો ઉપયોગ થાય છે.
Copy (Ctrl + C):-
Select કરેલ લખાણ કે ચિત્રની Copy (નકલ) કરવા માટે Copy option નો ઉપયોગ થાય છે.
Paste (Ctrl + V):-
Cut કે Copy કરેલ લખણને કસૅરની જગ્યા પર Paste કરવા (મૂકવા) માટે Paste option નો ઉપયોગ થાય છે.
Paste Special:-
Copy કરેલ Text (લખાણ) ને જે જગ્યા પર Paste કરીએ તે જગ્યા પર જે પ્રમાણે ફોર્મેટીંગ આપેલું હોય તેવા ફોર્મેટિંગ સાથે લખાણને Paste કરવા માટે Paste Special… option નો ઉપયોગ થાય છે.
Select All (Ctrl + A):-
આખી File ને Select કરવા માટે Select All option નો ઉપયોગ થાય છે.
Find (Ctrl + F):-
Document માંથી કોઇપણ શબ્દ શોધવા માટે Find option નો ઉપયોગ થાય છે.
Replace (Ctrl + H):-
Document માં કોઇપણ શબ્દની જ્ગ્યા પર કોઇ બીજો શબ્દ મૂકવા માટે Replace option નો ઉપયોગ થાય છે.
Go To (Ctrl + G, F5):-
કર્સરને કોઇપણ પેજ અથવા કોઇપણ લાઇન પર ઝડપથી લઇ જવા માટે Go To option નો ઉપયોગ થાય છે.
Header and Footer :-
Document ના દરેક પેજ પર Heading આપવા માટે તેમજ દરેક પેજના Footer મા Page No, Date, Time, Total Page વગેરે દર્શાવવા માટે Header and Footer option નો ઉપયોગ થાય છે.
Page Number:-
Document ના દરેક Page પર પેજ નંબર આપવા માટે આ option નો ઉપયોગ થાય છે.
Date and Time…:-
પેજમા કર્સરની જ્ગ્યા પર તારીખ અને સમય ઉમેરવા માટે આ option નો ઉપયોગ થાય છે.
Text Box:-
File મા કોઇપણ જગ્યા પર Text Box ઉમેરી તેમાં Data (લખાણ) ઉમેરવા માટે Text Box option નો ઉપયોગ થાય છે.
Bookmark:-
Fileમાં ચોક્કસ જગ્યા પર નિશાની આપવા માટે Bookmark option નો ઉપયોગ થાય છે.
Hyperlink (Ctrl + K):-
કોઇપણ શબ્દ સાથે Fileની link આપવા માટે Hyperlink option નો ઉપયોગ થાય છે. Hyperlink ધરાવતા શબ્દનો કલર Blue with Blue Border થાય છે. Hyperlink ધરાવતા શબ્દ પર Click કરતાં તે સાથે જોડાયેલ File Open થઇ જાય છે.
Font (Ctrl + D):-
Select કરેલા લખાણના Font, Font Size, Style, Color, Underline Style, Underline Color, Effect અને Text Effect આપવા માટે Font Optionનો ઉપયોગ થાય છે.
Superscript અને Subscript
જો તમે કોઈ ડોક્યુમેન્ટ બનાવો છો. અને તમારે તેમાં સમીકરણો અથવા વૈજ્ઞાનિક સૂત્રોને લગતા સૂત્રો જેવા કે X2 X2
1st 2nd વગેરે નો ઉપયોગ કરવા માટે તમારે સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ ઓપશન નો ઉપયોગ કરવો પડશે.
X2 માટે
Superscript – Ctrl + Shft + =
X2 માટે
Subscript – Ctrl + =
Paragraph:-
Select કરેલ પેરેગ્રાફના પહેલા અથવા પછી જગ્યા આપવા માટે Paragraph Optionનો ઉપયોગ થાય છે.
Bullets and Numbering:-
Textને Bullet કે Numbering Bullet આપવા માટે Bullets and Numbering Optionનો ઉપયોગ થાય છે.
Borders and Shading:-
લખાણ, પેરેગ્રાફ કે પેજને Border આપવા માટે Borders and Shading Optionનો ઉપયોગ થાય છે.
Tabs:-
Pageના Default Tab Stop, Tab Stop position, alignment તેમજ Leader Set કરવા માટે Tabs Optionનો ઉપયોગ થાય છે.
Drop Cap:-
Lineના પ્રથમ અક્ષરને મોટો કરવા માટે Drop Cap Optionનો ઉપયોગ થાય છે.
Text Direction:-
Text box કે Tableના Cell ના લખાણને આડુ કે ઉભું ગોઠવવા માટે Text Direction Optionનો ઉપયોગ થાય છે.
Change Case:-
Textના Case બદલવા માટે Change Case Optionનો ઉપયોગ થાય છે.
Background:-
Pageના Backgroundમા Color, fill effects તેમજ Printed watermark આપવા માટે Background Optionનો ઉપયોગ થાય છે.
Spelling and Grammar (F7):
Spelling (જોડણી) અને Grammar (વ્યાકરણ) Check કરવા માટે Spelling and Grammar Optionનો ઉપયોગ થાય છે. જે શબ્દની Spelling ખોટી હશે તે શબ્દની નીચે Red color ધરાવતી Zigzag line (/\/\/\/\/\/\) જોવા મળે છે. જ્યારે વ્યાકરણની દૃષ્ટિએ ખોટા શબ્દની નીચે Green color ધરાવતી Zigzag line (/\/\/\/\/\/\) જોવા મળે છે.
Research (Alt + Click):-
કોઇપણ શબ્દના સમાનાર્થી કે વિરુધ્ધાર્થી શબ્દ શોધવા માટે Research Optionનો ઉપયોગ થાય છે.
Thesaurus:-
કોઇપણ શબ્દના સમાનાર્થી કે વિરુધ્ધાર્થી શબ્દ શોધવા માટે LanguageèThesaurus Optionનો ઉપયોગ થાય છે.
Hyphenation:-
વાક્યના અંતમા અધૂરા શબ્દોની પાછળ “-“ ચિહ્ન આપમેળે મુકવા માટે LanguageèHyphenation Optionનો ઉપયોગ થાય છે.
Macros (Alt + F8):-
લખાણ કે ક્રિયાઓને Record કરવા માટે Macros Optionનો ઉપયોગ થાય છે.
લખાણને Record કરવા માટે Record New Macro Optionનો ઉપયોગ થાય છે. બીજી વાર લખાણને પાછું લાવવા માટે Macro Optionનો ઉપયોગ થાય છે.
Auto Correct:-
વારંવાર થતી Typing Mistake ને MS-Word પોતાની મેળે જ સાચી કરી આપે છે. આ પ્રકારની સગવડ Auto Correct ધ્વારા મેળવી શકાય છે.
Sort:-
Tableને કોઇપણ Fieldના આધારે ઉતરતા (Descending) કે ચઢતા (Ascending) ક્રમમાં ગોઠવવા માટે Sort Optionનો ઉપયોગ થાય છે.
No comments:
Post a Comment