પ્રિન્ટર એ કમ્પ્યુટરનું બાહ્ય ઉપકરણ એટલે કે આઉટપુટ ડીવાઇઝ છે. જે રીતે કમ્પ્યુટર માં રહેલ ડેટા જોવા માટે મોનિટર નો ઉપયોગ થાય છે. તેવી રીતે કમ્પ્યુટરની અંદર સંગ્રહ થયેલ લખાણ, ચિત્રો વગેરેને કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે.આપે છે. કોમ્પ્યુટરની સાથે પ્રિન્ટર કેબલ અથવા યુ.એસે.બી. કેબલથી જોડાયેલ હોય છે.
પ્રિન્ટર એક ઈલેક્ટ્રોનિક હાર્ડવેર આઉટપુટ ડિવાઇસ છે જે કમ્પ્યુટરમાં રહેલા ટેક્સ્ટ અને ગ્રાફિક્સ માહિતીને કાગળમાં છાપવાનું કામ કરે છે, આ એક એવું ડિવાઇસ છે જે કમ્પ્યુટરમાં રહેલી સોફ્ટકોપીને હાર્ડકોપીમાં ફેરવે છે.
કમ્પ્યુટરમાં તમે જે પણ લખો છો તેને તમે પ્રિન્ટરની મદદથી આઉટપુટના સ્વરૂપમાં પ્રિન્ટ કરી શકો છો.
કમ્પ્યુટરમાં સૌથી મહત્વનું આઉટપુટ ડિવાઇસ મોનિટર હોય છે જેમાં તમે આઉટપુટને સોફ્ટકોપી તરીકે જોઈ શકો છો પણ પ્રિન્ટર દ્વારા તમે કમ્પ્યુટરના આઉટપુટને હાર્ડકોપી તરીકે જોઈ શકો છો અને તે આઉટપુટને સ્પર્શ પણ કરી શકો છો.
પ્રિન્ટર દ્વારા દરરોજ અનેકો કામ થતાં હોય છે જેમ કે ફોર્મને પ્રિન્ટ કરવું, ટિકિટ પ્રિન્ટ કરવી, જાહેરાતો છાપવી, સમાચાર પેપરો વગેરે જેવા ઉપયોગ હોય છે.
કમ્પ્યુટરની સાથે પ્રિન્ટર તમને મોટા ભાગની બધી જ સારી સ્કૂલ અને કોલેજો અથવા સંસ્થાઓમાં જોવા મળી જશે કારણ કે દરરોજ ઘણા બધા ફોર્મ અથવા અમુક જરૂરી ડેટાને પ્રિન્ટ કરવા પ્રિન્ટરની જરૂર પડે છે.
પ્રિન્ટરના ઉપયોગો
પ્રિન્ટરના નાના-નાના ઘણા બધા ઉપયોગ છે જેમ કે રિપોર્ટ બનાવવા, પુસ્તક માટે, પ્રોજેકટ બનાવવા વગેરે જેવા છે. આ સિવાય નીચે દર્શાવેલ ઉપયોગ પણ થઈ શકે છે.
જેમ કે…
- વ્યક્તિગત ઉપયોગ
- બિઝનેસ માટે
- એજ્યુકેશન માટે
- ગ્રાફિક ડિઝાઇન માટે
- માર્કેટિંગ અને પ્રમોશન માટે
- ઈવેન્ટ કે તહેવારો માટે
આવા ઘણા કામો માટે રોજબરોજ પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.
Navyug B.Ed. College- Morbi
Saurashtra Univercity
(Critical Understanding of ICT)
No comments:
Post a Comment