મોનિટર એ output ડિવાઇસનું સૌથી વધુ પ્રચલિત અને ઉપયોગમાં લેવાતું સાધન છે.
તેમાં output ને કોમ્પ્યુટરના ટેલિવિઝન જેવા દ્રશ્ય સ્ક્રીન પર રજૂ કરવામાં આવે છે
મોનિટર પર જોવા મળતું આઉટપુટ ફક્ત વાંચવાના હેતુ માટે જ છે જેથી તેને soft copy output તરીકે ઓળખવામાં આવે છે
મોનિટર પર માહિતીને પ્રદર્શિત કરવા માટે કેથોડ રે ટ્યુબ (Cathod Ray Tube CRT) પ્રકારના મોનિટર કે પાતળા એલસીડી કે એલીડી પ્રકારના મોનીટર નો ઉપયોગ કરવામાં આવે છે
હાલમાં લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે ( liquid Crystal Display LCD) અને લાઈટ એમીટીંગ ડાયોડસ (Light Emitting Diodes LED) ટેકનોલોજી આધારિત પાતળા મોનિટર ઘણા પ્રચલિત બન્યા છે આ પ્રકારના મોનિટર કદમાં પાતળા વજનમાં હલકા અને ઓછી જગ્યા રોકે છે
1. CRT MONITOR:- કેથોડ રે ટ્યુબ
માહિતીને આપણી સમક્ષ દર્શાવવા માટે C.R.T. (Cathod Ray Tube)નો ઉપયોગ થાય છે. Monitor નું બીજું નામ V.D.U. છે એટલેકે Visual Display Unit. Computer પર ઈનપુટ ડીવાઈસ વડે થતી તમામ ક્રિયા જોવા માટે મોનીટર નો ઉપયોગ થાય છે? મોનીટર એ કોમ્પ્યુટર ની મુખ્ય આઉટપુટ ડીવાઈસ છે. તે એક ટેલીવિઝન સ્ક્રીન જેવુ જ હોય છે Monitor ના સામાન્ય રીતે બે પ્રકાર હોય છે
(i) Monochrome Monitor
(ii) Color Monitor
v આ મોનીટરમાં બે કલર હોય છે. સફેદ (White) અને કાળો (Black). અત્યાર ના સમયમાં આ મોટરનો ઉપયોગ અમુક ભાગ્યે જ જોવા મળે છે. એટલે કે હાલ માં આ મોનીટર નો ઉપયોગ ઓછો જોવા મળે છે. E. G.A. (Enhanced Graphic Adpte) મોનીટર ફક્ત ડેટા સંબંધિત કાર્ય માટે જ વપરાય છે. મોનીટર ઉપર અક્ષર કે ચિત્ર નાના ટપકાઓની શ્રેણી (Matrix) વડે ઉપસાવવામાં આવે છે. જેમ અક્ષર કે ચિત્રમાં ટપકાઓની સંખ્યા વધુ તેમ અક્ષર કે ચિત્ર વધુ સુખડ અને સુરેખ બને.
2. LCD MONITOR:-
(લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે)
આ સાધન મોટેભાગે લેપટોપ કોમ્પ્યુટર સાથે કે નોટબુક કોમ્પ્યુટર સાથે જોવા મળે છે. કેલ્ક્યુલેટર, મોબઈલ તથા ડીજીટલ ઘડિયાળમાં પણ તે જોવા મળે છે. કારણ કે તે C.R.T. કરતા પાતળા તથા હલકા હોય છે. તેના કલર તથા મોનોક્રોમ એમ બે પ્રકાર હોય છે.
તેઓ C.R.T. ની જગ્યાએ Liquid Crystal Display નો ઉપયોગ કરે છે. તેની રચનામાં બે શીટ વચ્ચે ખાસ પ્રકારના અણુઓ રાખવામાં આવેલા હોય છે. જયારે ઈલેક્ટ્રીક કરંટ તેમનામાંથી પસાર કરવામાં આવે છે ત્યારે આ અણુઓ Twist થઇ જાય છે. પરિણામે પ્રકાશનો અમુક ભાગ તેમાંથી પસાર થાય છે. જયારે અમુક ભાગ પસાર થતો નથી. આ રીતે જરૂરી ચિત્ર કે અક્ષર ઉપસે છે.
Very useful info. Hope to see more posts soon!. Waterproof monitor
ReplyDelete