C.P.U. (Central Processing Unit)
CPU એ એક કોમ્પ્યુટરના હાર્ડવેરનો ખુબ જ મહત્વનો ભાગ છે. આપના શરીરમાં મગજ વડે બધી ક્રિયાઓનું નિયમન, નિયંત્રણ થાય છે. તે રીતે CPU પણ કોમ્પ્યુટરનું મગજ છે. તેના વડે કોમ્પ્યુટરની બધી પ્રક્રિયાઓનું નિયમન, નિયંત્રણ થાય છે.
CPU માં મુખ્યત્વે નીચે દર્શાવેલા ભાગો આવેલા હોય છે.
Control Unit
Arithmetic & Logic Unit
Memory Uniત
Control Unit :-
Control Unit ની સરખામણી માનવ મગજ તથા તેના સમગ્ર દેહમાં ફેલાયેલા જ્ઞાનતંતુઓના જાળાઓ સાથે કરી શકાય.
તે કોમ્પ્યુટરના દરેક ભાગોનું સંકલન, સંચાલન અને નિયમન કરે છે. તે મુખ્યત્વે નીચે મુજબના કામો કરે છે.
Input સાધન મારફત મેળવેલ ડેટા મેઈન મેમરીમાં સ્ટોર કરવા. જરૂર પડે ત્યારે ALU ને આપવા.
Memory માં પ્રોગ્રામનો સંગ્રહ કરવો. તેમાંથી ક્રમબદ્ધ રીતે સૂચનાઓ મેળવી તેનું અર્થધટન કરી જે તે વિભાગને તે અનુસાર આદેશ આપવા.
ALU માંથી પરિણામને મેમરીમાં મોકલવું અથવા Output માટે જે તે Device ને મોકલવું.
કોમ્પ્યુટરના દરેક વિભાગો પાસે તેની પ્રક્રિયા જરૂરી સમયમર્યાદામાં પૂરી કરાવવાનું તેમજ તેના ઉપર નિયંત્રણ રાખવાનું.
ALU :- Arithmetic & Logic Unit
કોમ્પ્યુટરના આ વિભાગમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ગાણિતિક પ્રક્રિયા તેમજ AND,OR, NOT જેવી તાર્કિક અને નિર્ણયાત્મક પ્રક્રિયાઓ થાય છે. પ્રક્રિયાને અંતે જવાબ Output ને કે Memory ને આપવામાં આવે છે. આમ ALU એ Main Memory વડે Control – Unitના નિયમનમાં રહીને ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ કરી આપે છે.
Memory Unit
તેનું કામ માહિતીનો સંગ્રહ કરવાનું છે. પ્રક્રિયાને અંતે મળતો જવાબ કે વચગાળાના પરિણામોનો સંગ્રહ તેમાં થાય છે. જયારે કોઈ પ્રોગ્રામ ચાલુ કરીએ ત્યારે તે પ્રોગ્રામને સંલગ્ન ડેટાનો સંગ્રહ આ પ્રકારની મેમરીમાં થાય છે. જરૂર પડે ત્યારે આ સંગ્રહ કરેલ માહિતી ફરીથી મેળવી શકાય છે. તેને Internal Memory પણ કહે છે. તેની ઝડપ ઘણી વધુ હોય છે.
તેના મુખ્ય બે પ્રકાર પડે છે.
(1) ROM :- Read Only Memory
(2) RAM :- Random Access Memory
(આ વિશે અગાઉ નોંધ લખાઈ ગઈ છે)
CPU વિશે વિસ્તૃત નોંધ લખવા માટે CPU પર ક્લિક કરો.
👇
CC5 યુનિ. માં પુછાય શકે તેવા પ્રશ્નો માટે Question ક્લિક કરો.
No comments:
Post a Comment