કોમ્પ્યુટરમાં માઉસ 'પોઇંટીંગ ડિવાઇસ' તરીકે કાર્ય કરે છે.
કોમ્પ્યુટર માટે, કી – બોર્ડ પછી સૌથી વધુ ઉપયોગી ડીવાઈસ, માઉસ છે. હાલના તમામ કોમ્પ્યુટર ગ્રાફિકલ એન્વાયરમેન્ટમાં જ ચાલતા હોવાથી તેના માટે માઉસનો મહતમ ઉપયોગી થાય છે. માઉસને ‘પોઇન્ટીગ ડીવાઈસ’ વડે પણ ઓળખવા આવે છે. તેનો ઉપયોગ વિન્ડોઝ જેવી GUI (ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ) માટે વધુ પ્રમાણમાં થાય છે. માઉસની મદદથી ફાઈલને લોકેટ કરવી,કોપી કે મુવ કરવી, જેવા કાર્યો ઉપરાંત બીજા ઘણા કર્યો કરી શકાય છે.
માઉસમાં મુખ્યત્વે બે બટન હોય છે. નવા માઉસમાં ત્રણ બટન પણ આપેલા હોય છે. અગાઉના માઉસ રોલર ટાઈપ આવતા જેમાં, માઉસની બેઝમાં એક બોલ આપવામાં આવતો તેને ફેરવવાથી તેની સાથે લાગેલ બે રોલર લેસર બીમનો ઉપયોગ કરીને માઉસનું લોકેસન નક્કી થાય છે.
માઉસ એ યુઝરનાં એક હાથમાં રહેતું એક કે વધુ બટન ધરાવતું સાધન છે.જેમાં ક્યારેક ચક્ર પણ હોય છે. વર્તમાન સમયમાં ઓપ્ટીકલ માઉસ, સ્ક્રોલ માઉસ, યુએસબી માઉસ વગેરે જાતનાં કોમ્પ્યુટર માઉસ જોવા મળે છે.
Mouse એ હથેળીના કદનું પ્લાસ્ટિક નું સાધન છે જેના પર બે કે ત્રણ બટન હોય છે. હાલના માઉસમાં wheel બટન પણ હોય છે... જેનો ઉપયોગ પેજને સ્ક્રોલ કરવા માટે થાય છે.. આથી તેને સ્ક્રોલ બટન પણ કહેવાય છે..
માઉસ એક કેબલ દ્વારા cpu સાથે જોડાયેલું હોય છે તમે જ્યારે માઉસને માઉસ પેડ પર સરકાવો છો ત્યારે સ્ક્રીન પર તમે ક્યા કામ કરી રહ્યા છો તે માઉસ દર્શાવે છે આવે છે આમ માઉસ સ્ક્રીન પર ચોક્કસ જગ્યા નો નિર્દેશ કરે છે તેથી તેને પોઇન્ટીંગ ડિવાઇસ કહે છે.
પોઇન્ટીંગ :- આઇકોન કે tool પર માઉસ પોઈન્ટર ને મૂકવું. ટૂંકમાં કોઈપણ આઈટમ પર માઉસ વડે પોઇન્ટીંગ કરવું એટલે કે નિર્દેશ કરવો.
ક્લિક :- mouse button ને દબાવીને છોડી દેવું એટલે ક્લિક કર્યું કહેવાય.
લેફ્ટ ક્લિક :- માઉસનું ડાબુ બટન દબાવીને છોડી દેવું. સામાન્ય રીતે ક્લિક એટલે લેફ્ટ ક્લિક કારણકે ડાબુ બટન વારંવાર વપરાય છે.
Right-click :- માઉસનું જમણું બટન દબાવીને છોડી દેવું. જેનાથી શોર્ટ કટ ઓપ્શન આવે છે.
ડબલ ક્લિક :- mouse button ને ઝડપથી બે વાર દબાવવું. આ ક્રિયા કરવાથી કોઈપણ ફોલ્ડર કે ફાઈલ ઓપન થાય છે ટૂંકમાં ડબલ ક્લિક કરવાથી જે તે ઓપ્શન ખુલે છે.
ડ્રેગ :- mouse button દબાયેલું જ રાખીને બટન છોડ્યા વિના mouse ફેરવવું અને પછી mouse button છોડી દેવું. આ ક્રિયાથી કોઈપણ ફાઇલ અન્ય જગ્યાએ maus દ્વારા ખસેડવી હોય તો ખસેડી શકાય છે આ ઉપરાંત કોઈ ટેક્સ્ટ તેમજ આઈકન કે ફોલ્ડર પણ ખસેડી શકાય છે.
હાલમાં કોમ્પ્યુટર ચલાવવા માટે Windows જેવી ઓપરેટીંગ સીસ્ટમનો ઉપયોગ વધુ થાય છે.
જે GUI (Graphical User Interface) ખાસિયત ધરાવે છે. તેમાં માઉસનો વધુ ઉપયોગ થાય છે. માઉસના જમણી બાજુના બટનનો ઉપયોગ વધુ થાય છે. જેથી હાલના કમ્પ્યુટરમાં માઉસ અનિવાર્ય ઇનપુટ સાધન છે.. જેના વગરની કમ્પ્યુટરની કલ્પના કરવી અશક્ય છે.
No comments:
Post a Comment