Knoledge Duniya

Search results

Thursday, August 1, 2019

User interface વિશે સમજાવો.

યુઝર ઇન્ટરફેસ

 કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા કમ્પ્યુટર પાસેથી કામ લઇ શકે છે.  આ માધ્યમને યુઝર ઇન્ટરફેસ કહે છે.

યુઝર ઇન્ટરફેસ ના બે પ્રકાર છે.

1) કમાંડ લાઈન ઇન્ટરફેસ (CLI) :-

કમાન્ડ લાઇન ઇન્ટરફેસ માં કમ્પ્યુટરને સૂચના આપવા માટે લખાણ-આધારિત કમાન્ડ ટાઇપ કરવા પડે છે.  આ કમાન્ડો સમૂહ પૂર્વ નિયોજિત હોય છે. જેનું નિશ્ચિત બંધારણ હોય છે.  એટલે કે કાર્ય હોય છે ટૂંકમાં જે પ્રક્રિયા કરીને આઉટ મેળવવાનું હોય તે પ્રક્રિયાનું કમાન્ડ આપીને નિર્દેશ કરવામાં આવે છે જે ફક્ત કીબોર્ડ દ્વારા જ કરી શકાય છે.

કમાંડ લાઈન ઇન્ટરફેસ નો ઉપયોગ સરળ નથી, કારણકે ઉપયોગ કરનારે માત્ર કમાન્ડ નહીં પણ તેને લગતા બધા નિયમો એ પણ યાદ રાખવા પડે છે.  જો ટાઈપ કરવામાં એકાદ ભૂલ થઈ ગઈ હોય તો DOS ( ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ) એ કમાન્ડ સમજી શકતું નથી આથી તેને જે કામ કરવાનું કહ્યું હોય તે તેનાથી થઈ શકતું નથી.

DOS ( ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ)  માં command line ઇન્ટરફેસ નો ઉપયોગ થાય છે.

2) ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ (GUI) :-
આજકાલ મોટા ભાગના કમ્પ્યુટરમાં ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ હોય છે.  આ સિસ્ટમમાં સ્ક્રીન પરના ચિત્રો કે ગ્રાફિક્સ પર માઉસ વડે ક્લિક કરીને કમ્પ્યુટરને સૂચનાઓ આપવાની હોય છે. આથી જી યુ આઈ માં કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ કમાન્ડ યાદ રાખવા પડતા નથી કોઈપણ કામ કરવા માટે તમારે પસંદગીના ટુલ્સ કે કમાન્ડ અથવા તેના સંબંધિત બટન કે સ્ક્રીન પરના આઇકન પર માત્ર ક્લિક કરવાનું રહે છે.

વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એ ખૂબ જ પ્રચલિત ગ્રાફિક્સ યુઝર ઈન્ટરફેસ છે.

No comments:

Post a Comment

  Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .