આપણે કોઈ પણ વસ્તુ વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે જોઈએ છીએ તે આપણને યાદ રહે છે કારણ કે આપણી પાસે એક મેમરી (Memory) છે જેમાં આ બધી જ માહિતી અથવા ડેટા સ્ટોર થાય છે.
જેવી રીતે માણસ પાસે મેમરી હોય છે તેવી જ રીતે એક કમ્પ્યુટર પાસે પણ પોતાની મેમરી હોય છે. કમ્પ્યુટરમાં આપણે જે પણ ડેટા સ્ટોર કરીએ છીએ તે મેમરીને કારણે સ્ટોર કરી શકીએ છીએ.
મુખ્ય રીતે કમ્પ્યુટરમાં 2 પ્રકારની મેમરી હોય છે.
- પ્રાથમિક મેમરી (Primary Memory)
- ગૌણ મેમરી (Secondary Memory)
પ્રાથમિક મેમરી એટલે એવી કમ્પ્યુટરની મેમરી જે સીપીયુ સાથે ડાઇરેક્ટ કમ્યુનિકેટ કરી શકે છે.
પ્રાથમિક મેમરી ગૌણ મેમરી કરતાં આકારમાં ઘણી નાની હોય છે અને તેમાં ડેટા સ્ટોર કરવાની ક્ષમતા પણ ઓછી હોય છે જેમ કે 2 GB, 4 GB, 8 GB કે 16 GB વગેરે.
પ્રાથમિક મેમરીનો ઉપયોગ કમ્પ્યુટરમાં મુખ્ય મેમરી તરીકે થાય છે. પ્રાથમિક મેમરીમાં કોઈ પણ ડેટા હમેશા માટે સ્ટોર નથી રહેતા, જ્યારે કમ્પ્યુટરનો પાવર બંધ થાય એટલે પ્રાથમિક મેમરીમાં રહેલા ડેટા પણ નીકળી જાય છે. આ કારણે આ મેમરીને "વોલાટાઇલ (Volatile Memory)" પણ કહેવાય છે.
પ્રાથમિક મેમરીના ઉદાહરણ તરીકે ROM અને RAM લઈ શકાય.
ગૌણ મેમરી (Secondary Memory) કે સ્ટોરેજ
ગૌણ મેમરી એટલે કમ્પ્યુટરની એવી મેમરી જેમાં કમ્પ્યુટરના ડેટા અથવા માહિતી હંમેશા માટે સ્ટોર થાય છે.
ગૌણ મેમરીને નોન-વોલાટાઇલ (Non-Volatile) પણ કહેવાય છે કારણ કે જ્યારે કમ્પ્યુટરમાં વીજળી ન હોય ત્યારે પણ આ મેમરીમાં તમામ ડેટા સ્ટોર રહે છે.
જ્યારે તમે કોઈ પણ પ્રોગ્રામ કે સોફ્ટવેર કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરો છો તો તેની પર્મેનેંટ કોપી ગૌણ મેમરીમાં સ્ટોર થાય છે અને જ્યારે તમે તે સોફ્ટવેર કે પ્રોગ્રામને ખોલો છો ત્યારે તેની ફાઇલ્સ ગૌણ મેમરીમાથી પ્રાથમિક મેમરીમાં લોડ થાય છે અને તે ડેટા પછી ડાઇરેક્ટ સીપીયુ પાસે પ્રોસેસિંગ માટે જાય છે.
ગૌણ મેમરીની ડેટા સ્ટોર કરવાની ક્ષમતા પ્રાથમિક મેમરી કરતાં ઘણી વધારે હોય છે જેમ કે 500 GB, 1 TB કે આનાથી પણ વધારે હોય શકે છે જ્યારે પ્રાથમિક મેમરીની સ્ટોરેજ ક્ષમતા 8 GB કે 16 GB અથવા તેની આજુબાજુ હોય છે.
ગૌણ મેમરી પ્રાથમિક મેમરી કરતાં ઘણી ધીમી હોય છે, તેમાં ડેટાને આદાન-પ્રદાન કરવાની ઝડપ પ્રાથમિક મેમરી કરતાં ધીમી હોય છે.
ગૌણ મેમરી કે સ્ટોરેજ ડિવાઇસના ઉદાહરણ
- CD/DVD
- પેન ડ્રાઇવ (Pen Drive)
- હાર્ડ ડિસ્ક ડ્રાઇવ (Hard Disk Drive - HDD)
- સોલિડ સ્ટેટ ડ્રાઇવ (Solid State Drive - SSD)
- ફ્લૉપી ડિસ્ક ડ્રાઇવ (Floppy Disk Drive - FDD)
- સોલિડ સ્ટેટ હાઇબ્રિડ ડ્રાઇવ (Solid State Hybrid Drive - SSHD)
- મેમરી કાર્ડ
No comments:
Post a Comment