વર્કબુક
વર્કશીટ
Cell, Row, Column
સેલ રેન્જ
એક્સેલનો ઉપયોગ કરતા લોકો વારંવાર વર્કબુક શબ્દનો ઉપયોગ કરતા હોય છે. આ વર્કબુક એટલે આપણી કોઈ પણ એક્સેલ ફાઇલ. આપણે જ્યારે એક્સેલ પ્રોગ્રામ ચાલુ કરીએ ત્યારે એક કોરી વર્કબુક ઓપન થઈ જાય છે.
વર્કશીટ
એક્સેલની અંદર, એક વર્કબુકની અંદર આપણે જુદી જુદી વર્કશીટ તૈયાર કરી શકીએ છીએ. સામાન્ય રીતે, એકમેકને સંબંધિત, પણ અલગ અલગ પ્રકારના ડેટા (આંકડાકીય માહિતી) સાથે કામ પાર પાડવા માટે એક વર્કબુકમાંથી જુદી જુદી વર્કશીટ કામ લાગી શકે છે. જેમ કે, સાવ સાદું ઉદાહરણ લઈએ તો વર્ષ ૨૦૧૫ માટે એક વર્કબુક બનાવો તેમાં આપણે દરેક મહિનાની માહિતી ધરાવતી અલગ અલગ વર્કશીટ તૈયાર કરી શકીએ છીએ. એક્સેલની દરેક કોરી વર્કબુક (એટલે કે ફાઇલ)માં પહેલેથી ત્રણ કોરી વર્કશીટ જોવા મળે છે. આપણે તેમાં ઉમેરો કે ઘટાડો કરી શકીએ છીએ.
Cell, Row, Column
એક્સેલમાં તમામ રમત અંતે તો આંકડાની છે. એક્સેલની કોરી વર્કશીટમાં નાના નાના ચોરસ ખાના દેખાય છે તે દરેક સેલ કહેવાય છે, જેમાં આપણે આંકડા કે અન્ય વિગતો લખી શકીએ છીએ.
આ બધી આંકડાકીય માહિતી જુદી જુદી રો એટલે કે હરોળ અને કોલમ એટલે કે સ્તંભમાં લખવામાં આવે છે. વર્કશીટમાં ડાબી તરફ ઉપરથી નીચેની તરફ રોનો ક્રમ આંકડામાં લખેલો હોય છે અને મથાળે, એ, બી, સી, ડી… એવી રીતે કોલમનો ક્રમ લખવામાં આવે છે.
આવી ગોઠવણને કારણે દરેક સેલમાંના આંકડા કે માહિતી માટે એક ચોક્કસ સરનામું કે રેફરન્સ તૈયાર થાય છે, જેમ કે B3, F10 વગેરે.
સેલ રેન્જ
એક્સેલમાં બે કે બેથી વધુ સેલના સેટને રેન્જ કહે છે. આપણે પાસપાસેના સેલને (એક ઊભી કોલમમાં, એક આડી રોમાં, અથવા બે કોલમ એ ત્રણ રોના સેલની બનતા લંબચોરસે) માઉસી સિલેક્ટ કરીએ તો સિલેક્ટ થયેલા સેલ્સની એક રેન્જ બની કહેવાય. આપણે એક સેલ સિલેક્ટ કરી, પછી કંટ્રોલ કી પ્રેસ કરી રાખીનેે છૂટાછવાટા સેલ પણ સિલેક્ટ કરી શકીએ છીએ. આ રીતે પણ સેલની રેન્જ બનાવી શકાય.
એક્સેલમાં જુદા જુદા સેલ કે સેલ રેન્જમાંના આંકડાઓના આધારે જુદી જુદી એક પ્રકારની ગણતરીઓ કરી શકાય છે.
No comments:
Post a Comment