માઈક્રોસોફ્ટ વર્ડ 2007 માં માહિતીને અલગ અલગ ખાના પ્રમાણે ગોઠવવા માટે Table ગ્રુપનો ઉપયોગ થાય છે. Table માં રો, કોલમ, સેલ હોય છે. જેને જરૂરિયાત પ્રમાણે નાના મોટા કરી શકાય તેમજ ઉમેરી અને ઘટાડી શકાય છે. સેલ માં ડેટા (માહિતી) દાખલ કરી શકાય છે. Keyboard ની Tab કિ દ્વારા કર્સર એક સેલ માંથી બીજા સેલ એટલે કે ખાનામાં ખસે છે. તથા છેલ્લી રો પછી tab કી આપવાથી આપો આપ રો ઉમેરાતી જાય છે..
Insert Tab ના table ગ્રુપ દ્વારા ફાઈલમાં જ્યાં કર્સર હોય ત્યાંથી table ઉમેરી શકાય છે. ટેબલમાં ખાના વાળું વર્ક જેમકે વર્ગનું ટાઈમ ટેબલ ... જે માટે કોલમ અને રો ઉમેરી ટેબલ બનાવી ટાઈમ ટેબલ બનાવી શકાય છે..
માઇક્રોસોવફ્ટ વર્ડમાં table સાથે વર્ક કરવાના સોપાનો :
1. જ્યાં table ઉમેરવું છે. ત્યાં કર્સર રાખવું.
બીજી રીતે જોઈએ તો table ગ્રુપમાંથી ડ્રોપ ડાઉન લિસ્ટ દ્વારા insert table ડાયલોગ બોક્સ જોવા મળશે. તેમાથી તમારે જોઈએ તેટલી રો અને કોલમ લખી ok બટન પર ક્લિક કરવાથી table બનાવી શકાય છે.
આ ઉપરાંત table સાથે વિવિધ રીતે કાર્ય કરવા માટે નીચે દર્શાવેલ ઓપશન ડ્રોપ ડાઉન લિસ્ટમાં મળશે તે પ્રમાણે table વર્ક કરી શકો છો.
No comments:
Post a Comment