Knoledge Duniya

Search results

Monday, October 26, 2020

માઈક્રોસોફ્ટ એક્સેલ ચાલુ કરવાની રીત :-

ઓફિસ એક્સેલ 2007માં અનેક નવી સુવિધાઓ છે જેમાં સૌથી ધ્યાન ખેંચે એવી સુવિધા રિબન યુઝર ઇન્ટરફેસ. સદંતર નવી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસની સુવિધા જે ખાસ પ્રકારના ટેબ્ડ દ્વારા ટુલબારે માઇક્રોસોફ્ટ ઓફિસની શરૂઆતના તબક્કાથી એના અંગરૂપ બની રહેલાં મેનુઓ અને ટુલબારોનું સ્થાન લઈ લીધું હતું. 

માઈક્રોસોફ્ટ એક્સેલ 2007 કેવી રીતે શરૂ કરશો ?
Ms excel 2007 વિવિધ રીતે શરૂ કરી શકાય છે..

1. પ્રથમ રીત :-
ડેસ્કટોપ પર રહેલા Ms excelના icon પર ડબલ ક્લિક કરતા માઈક્રોસોફ્ટ એક્સેલ ઓપન થાય છે.


બીજી રીત :-
Step 1 :- કમ્પ્યુટર ચાલુ કરો.
Step 2 :- Start મેનુ ઓપન કરવા માટે Start 🌎 બટન પર ક્લિક કરો.
Step 3 :- સ્ટાર્ટ મેનુ માંથી સબ મેનુ All Programs પર માઉસ પોઇન્ટર લઈ જાઓ. જેથી અલગ અલગ મેનુ ઓપન થશે..
Step 4 :- તેમાંથી Microsoft Office સબ મેનુ પર ક્લિક કરો.
Step 5 :- તેમાંથી Microsoft office excel  2007 પર ક્લિક કરવાથી... Ms excel ચાલુ થશે.
 
 (નોંધ :- ઉપરોક્ત image સ્પષ્ટ જોવા માટે તેના પર ક્લિક કરી zoom કરો)
 3 ત્રીજી રીત :-
Step 1 :- કી બોર્ડમાંથી Window Key સાથે R કી પ્રેસ કરવાથી RUN  ડાયલોગ બોકસ ખુલશે.

Step 2 :- RUN ડાયલોગ બોક્સમાં excel ટાઈપ કરી એન્ટર આપવાથી માઈક્રોસોફ્ટ વર્ડ ઓપન થશે..
 

 4. ચોથી રીત :-
Step 1 :-  Start બટન પર ક્લિક કરતા સર્ચ બટન (Search programs and files) માં ફક્ત excel લખતા તમારી સામે Microsoft office excel 2007 આવી જશે.. (પરંતુ અહીં એકવખત ઓપન થયેલ હશે તો જ જોવા મળશે.)
 


પરીક્ષામાં પુછાતા પ્રશ્નો..
1. માઈક્રોસોફ્ટ  એક્સેેેલ શરૂ કરવાના સોપાનો સમજાવો..
2. માઈક્રોસોફ્ટ એકસેલ શરૂ કરવાની કોઈપણ બે રીત સમજાવો.



No comments:

Post a Comment

  Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .