Knoledge Duniya

Search results

Wednesday, November 30, 2016

Word ma Header ane Footer vishe


પાવર પોઇન્ટ વિશે...




આજના ઇન્ફર્મેશન ટેક્નોલૉજીના યુગમાં કમ્પ્યૂટર અને કમ્પ્યૂટર આધારિત વસ્તુઓનો ઉપયોગ વધતો જાય છે. સમાજમાં કોઇ પણ ક્ષેત્ર એવું નહિ હોય કે જ્યાં કમ્પ્યૂટર કે અન્ય વિજાણુ સાધનોનો ઉપયોગ ના થતો હોય. શિક્ષણના ક્ષેત્રમાં પણ કમ્પ્યૂટરનો ઉપયોગ એક અનિવાર્ય બાબત બની ગઇ છે. શૈક્ષણિક ક્ષેત્રે તેના ઘણા ઉપયોગો છે. જો પૂરતી તૈયારી સાથે આગળ વધવામાં આવે તો વર્ગ-શિક્ષણમાં કમ્પ્યૂટરનો અસરકારક ઉપયોગ કરી શકાય છે.

આજે વર્ગશિક્ષણમાં I.T. નો ઉપયોગ અગત્યનો પૂરવાર થઈ રહ્યો છે. વિકસતા આધુનિક યુગમાં વર્ગશિક્ષણમાં કમ્પ્યૂટરે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ત્યારે શાળામાં વિદ્યાર્થીઓને કમ્પ્યૂટર દ્વારા શિક્ષણમાં જોતરવાથી તેમને મન શિક્ષણ સાહજિક, રસિક બને છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન જેવા અઘરા ગણાતા વિષયોને પાવર પોઇન્ટ સ્લાઈડ દ્વારા સરળ અને સરસ બનાવી શકાય છે.

પાવર પૉઇન્ટ પ્રોગ્રામ એ પ્રેઝન્ટેશનનું સોફ્ટવેર છે. આ સોફ્ટવેર દ્વારા આપણે કોઈ પણ વિષયની માહિતીને સ્લાઇડ શો દ્વારા આકર્ષક રીતે અને ક્રમબદ્ધ રીતે રજૂ કરી શકીએ છીએ. આજનો જમાનો માહિતીનો જમાનો છે. કમ્પ્યૂટર ઉપર જે પણ કામગીરી કરી, તેનું વિવેચન, છણાવટ કે અન્ય પ્રોસેસિંગ કરી જે પરિણામ મેળવવામાં આવે તેને કોઈ ને કોઈ તબક્કે યુઝર દ્વારા આકર્ષક સ્વરૂપે રજૂ કરવું પડે છે. આ રજૂઆત પ્રિન્ટેડ સ્વરૂપમાં અથવા ઈ-મેલમાં, વેબપેજમાં અથવા તો કમ્પ્યૂટર સ્લાઇડ-શો તરીકે પ્રેઝન્ટેશન બનાવીને કરાય છે. પ્રેઝન્ટેશન એ કમ્પ્યૂટરમાં તૈયાર કરાયેલ ઓડિયો-વીડિયો અને ટેક્સ ગ્રાફિક્સના ઉપયોગથી વિવિધ રંગબેરંગી સ્લાઇડોથી બનેલ ઉપયોગી માહિતીનું સ્લાઇડ શો ગણી શકાય. માઇક્રોસોફ્ટ ઓફિસ દ્વારા તૈયાર કરાયેલ માઇક્રોસોફ્ટ પાવર પોઇન્ટ નામનો પ્રોગ્રામએ પ્રેઝન્ટેશન બનાવવાનો ખૂબ સરળ અને સહેલો પ્રોગ્રામ છે.

વર્તમાન યુગમાં પ્રેઝન્ટેશનના વપરાશનો વ્યાપ ખૂબ વધી ગયો છે. શિક્ષણ ક્ષેત્રે માઇક્રોસોફ્ટ પાવર પોઇન્ટનો ઉપયોગ કરી શૈક્ષણિક વિષયો આસાનીથી શીખવાડી શકાય છે. વળી પાવરપોઇન્ટમાં વિષયવસ્તુ માતૃભાષામાં પ્રદર્શિત કરી શકાય છે.

અધ્યાપન સામગ્રી ભિન્ન સ્વરૂપે હોઈ પાવર પોઇન્ટ દ્વારા તેની રજૂઆત આકર્ષક બને છે.  પાવર પોઇન્ટમાં શૈક્ષણિક વિષય વસ્તુના વિવિધ સ્વરૂપ અજમાવી શકાય છે. જેમકે ચિત્ર, આકૃતિ, ફોટોગ્રાફસ, નકશા, કોઠા સ્વરૂપે લખાણ, ઓડીઓ, વિડિઓ વગેરેનો ઉપયોગ કરી શૈક્ષણિક ઉત્કૃષ્ટ કન્ટેન્ટ સાથે સ્લાઈડ બનાવી વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન દ્વારા શીખવાડી શકાય છે.

પાવરપૉઈન્ટના કેટલાંક મહત્ત્વના શૈક્ષણિક ઉપયોગ નીચે પ્રમાણે છે :

👉 કોઈ પણ માહિતીની અસરકારક અને સચોટ રજૂઆત કરી શકાય છે.

👉 પાવરપોઇન્ટ દ્વારા કોઈ પણ એકમની રજૂઆત સુંદર, આકર્ષક બનાવવા માટે

👉 સ્લાઇડમાં જરૂરી ચાર્ટ, ચિત્રો, ગ્રાફ, એનિમેશન, અવાજ, વીડિયો વગેરેનો ઉપયોગ કરી શકાય છે.

👉 પાવરપોઈન્ટ આપણી કલ્પનાશક્તિને જીવંત સ્વરૂપ આપી માહિતી સરળતાથી સમજાવી શકાય છે.

👉 ગણિતને અનુરૂપ ગ્રાફ, આકૃતિઓની effect દ્વારા સમજ, કોઈ વિજ્ઞાનના પ્રયોગની સમજ વગેરે પાવરપોઈન્ટથી સરળ રીતે સમજી શકાય તે રીતે માહિતીની રજૂઆત કરી શકાય.

👉કઠિન સંકલ્પનાઓને પાવરપોઈન્ટની વિવિધ Effect વધુ સરળ બનાવી સહેલાઈથી સમજાવી શકે છે.

👉શૈક્ષણિક તેમ જ અન્ય રીતે રજુઆત કરવામાં પાવરપૉઈન્ટ યુઝર અને શિખનાર બંનેને રસપ્રદ બને છે.

👉શૈક્ષણિક પાઠ નિદર્શનમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ખૂબ જ અગત્યનું સોફ્ટવેર છે. કોઈ પણ એકમની ક્રમિક અને સચોટ રજૂઆત કરી શકાય છે.

👉પાવર પોઇન્ટના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણમાં રસ જાગ્રત કરી શકે છે. પોતાના રસના વિષયો તેઓ ખૂબ જ ધ્યાનથી, આનંદથી શીખી શકે છે.

👉પાઠ્યપુસ્તક કરતાં પણ ગતિશીલ એવું કમ્પ્યુટર સોફ્ટવેર પાવર પોઇન્ટ પાઠ્યક્રમ કે વિષયવસ્તુને તેની યોગ્ય લાક્ષણિકતાઓ મુજબ દર્શાવતું હોવાના કારણે શિક્ષક અધ્યાપન સામગ્રીમાં વિવધતા લાવે છે.


👉વિવિધ વિષયમાં પાઠ આયોજન કરવા, જરૂરી શિક્ષણની યુક્તી-પ્રયુક્તિ પસંદ કરવા, શૈક્ષણિક સાધન તૈયાર કરવા તે ઉપયોગી બની રહે છે.

👉કમ્પ્યૂટર દ્વારા પાઠ–આયોજન નિદર્શન કરવા માટે પાવર પોઈન્ટ પ્રોગ્રામ દ્વારા પાઠની અલગ અલગ સ્લાઈડ તૈયાર કરીને મૂકવામાં આવે છે. તેમાં જરૂરી પ્રશ્નો અને તેની નીચે જવાબ તૈયાર કરીને મૂકવામાં આવે છે.

👉જરૂરી હોય ત્યાં ચાર્ટ, ચિત્રો, મલ્ટીમીડિયાનો ઉપયોગ પાઠ આયોજનમાં કરીને રજૂઆત આકર્ષક કરી શકાય છે.

👉અમૂક પાઠ આયોજન નિદર્શનમાં ચિત્રો મૂકીને  કે વિડિયો ક્લિપનો ઉપયોગ કરીને પાઠની રજૂઆત રસપ્રદ કરી શકાય છે.

👉કોઈપણ લેશનની સ્લાઈડ પાવર પોઇન્ટમાં તૈયાર કરી તેમાં મૂલ્યાંકન ની સ્લાઈડ તૈયાર કરી મૂકી શકાય છે.

👉પાવર પોઇન્ટ દ્વારા શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને સરળતાથી સૂચના, માહિતી આપીને વિષય વસ્તુની સમજ આપી શકે છે.  જેમકે પ્રથમ જ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ને પાવર પોઇન્ટ દ્વારા પરીક્ષા પદ્ધતિની સરળતાથી સમજ આપી શકાય છે.

👉પાવર પોઇન્ટ સ્લાઈડ દ્વારા જ્ઞાન સાથે ગમમત વાક્ય અનુસાર KBC જેવા કવિઝ પ્રકારની સ્લાઈડ દ્વારા તેમના સામાન્ય જ્ઞાનમાં વધારો કરી શકે છે... જેમકે ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નના બહુ વૈકલ્પિક જવાબો આપી સાચા જવાબ પર ક્લિક કરી વિદ્યાર્થીનો ઉત્તર સાચો છે કે ખોટો તે ચકાસી શકાય છે. આ રીતે live વિષય વસ્તુની ટેસ્ટ પણ લઈ શકે છે.

ટૂંકમાં પાવરપોઇન્ટનો શિક્ષણક્ષેત્રે શાળાના વહીવટમાં, વર્ગ શિક્ષણમાં, પુસ્તકાલયમાં, પરીક્ષામાં, સંશોધનમાં, પાઠ આયોજન નિદર્શનમાં તેમજ TLM માં ઉપયોગી થાય છે.

Excel 2007 માં Insert Tab વિશે સમજ.

માઈક્રોસોફ્ટ એક્સેલ 2007 માં Insert Tab સમજાવો.







Excel vise no tunk ma parichay

માઈક્રોસોફ્ટ વર્ડ, એક્સલ, પાવરપોઇન્ટ ના જનરલ પ્રશ્નો.

Microsoft Word, Excel, power point માં પુછાતા જનરલ પ્રશ્નોની સમજ

New (Ctrl + N):-

                        નવું કોરું Document (દસ્તાવેજ) open કરવા માટે New વિક્લ્પ (option) નો ઉપયોગ થાય છે.

Open (Ctrl + O):-

                        અગાઉ સંગ્રહ (save) કરેલ Document ને open કરવા માટે Open option નો ઉપયોગ થાય છે.

Close (Ctrl + W, Ctrl + F4):-

                        Open કરેલ Document ને બંધ કરવા માટે Close option નો ઉપયોગ થાય છે.

Save (Ctrl + S):-

                        બનાવેલ File ને Save (સંગ્રહ) કરવા માટે Save option નો ઉપયોગ થાય છે.

Save As (F12):-

                        અગાઉ Save કરેલ File ને બીજા નામથી ફરીથી Save કરવા માટે Save As… option નો ઉપયોગ થાય છે.

Save as Web Page:-

                        File ને Web Page તરીકે Save કરવા માટે Save as Web Page option નો ઉપયોગ થાય છે. Web Page તરીકે Save કરેલ File ને Internet Explorer Program ધ્વારા open કરી શકાય છે.

Print Preview (Ctrl + F2, Alt + Ctrl + I):-

                        Page છાપતા પહેલા તે કેવું છપાશે તે જોવા માટે Print Preview option નો ઉપયોગ થાય છે.

Page Setup:-

                        આ option નો ઉપયોગ Page ના Margins (Top, Bottom, Left, Right), Orientation (Portrait, Landscape), Paper Size, Gutter, Gutter position (Left, Top) વગેરે Set કરવા (ગોઠવવા) માટે થાય છે.

Recently used file list:-

                        તાજેતરમા open કરેલી file Recently used file list માં જોવા મળે છે. આ list માં by default 4 File જોવા મળે છે. આ List વધારીને Maximum નવ કરી શકાય છે.


Undo (Ctrl + Z):-

આ option વડે છેલ્લી અસર દૂર કરી શકાય છે.

Redo (Repeat) (Ctrl + Y, F4):-

                        Undo ની અસરને દૂર કરવા માટે આ option નો ઉપયોગ થાય છે.

Cut (Ctrl + X):-

                        Select કરેલ લખાણ કે ચિત્રને દૂર કરવા માટે Cut option નો ઉપયોગ થાય છે.

Copy (Ctrl + C):-

                        Select કરેલ લખાણ કે ચિત્રની Copy (નકલ) કરવા માટે Copy option નો ઉપયોગ થાય છે.

Paste (Ctrl + V):-

                        Cut કે Copy કરેલ લખણને કસૅરની જગ્યા પર Paste કરવા (મૂકવા) માટે Paste option નો ઉપયોગ થાય છે.

Paste Special:-

                        Copy કરેલ Text (લખાણ) ને જે જગ્યા પર Paste કરીએ તે જગ્યા પર જે પ્રમાણે ફોર્મેટીંગ આપેલું હોય તેવા ફોર્મેટિંગ સાથે લખાણને Paste કરવા માટે Paste Special… option નો ઉપયોગ થાય છે.


Select All (Ctrl + A):-

                        આખી File ને Select કરવા માટે Select All option નો ઉપયોગ થાય છે.

Find (Ctrl + F):-

                        Document માંથી કોઇપણ શબ્દ શોધવા માટે Find option નો ઉપયોગ થાય છે.

Replace (Ctrl + H):-

                        Document માં કોઇપણ શબ્દની જ્ગ્યા પર કોઇ બીજો શબ્દ મૂકવા માટે Replace option નો ઉપયોગ થાય છે.

Go To (Ctrl + G, F5):-

                        કર્સરને કોઇપણ પેજ અથવા કોઇપણ લાઇન પર ઝડપથી લઇ જવા માટે Go To option નો ઉપયોગ થાય છે. 

Header and Footer :-

                             Document ના દરેક પેજ પર Heading આપવા માટે તેમજ દરેક પેજના Footer મા Page No, Date, Time, Total Page વગેરે દર્શાવવા માટે Header and Footer option નો ઉપયોગ થાય છે.



Page Number:-

                             Document ના દરેક Page પર પેજ નંબર આપવા માટે આ option નો ઉપયોગ થાય છે.

Date and Time…:-

                             પેજમા કર્સરની જ્ગ્યા પર તારીખ અને સમય ઉમેરવા માટે આ option નો ઉપયોગ થાય છે.

Text Box:-

                   File મા કોઇપણ જગ્યા પર Text Box ઉમેરી તેમાં Data (લખાણ) ઉમેરવા માટે Text Box option નો ઉપયોગ થાય છે.


Bookmark:-

                   Fileમાં ચોક્કસ જગ્યા પર નિશાની આપવા માટે Bookmark option નો ઉપયોગ થાય છે.

Hyperlink (Ctrl + K):-

                   કોઇપણ શબ્દ સાથે Fileની link આપવા માટે Hyperlink option નો ઉપયોગ થાય છે. Hyperlink ધરાવતા શબ્દનો કલર Blue with Blue Border થાય છે. Hyperlink ધરાવતા શબ્દ પર Click કરતાં તે સાથે જોડાયેલ File Open થઇ જાય છે.


Font (Ctrl + D):-

                             Select કરેલા લખાણના Font, Font Size, Style, Color, Underline Style, Underline Color, Effect અને Text Effect આપવા માટે Font Optionનો ઉપયોગ થાય છે.

Superscript અને Subscript

જો તમે કોઈ ડોક્યુમેન્ટ બનાવો છો. અને તમારે તેમાં સમીકરણો અથવા વૈજ્ઞાનિક સૂત્રોને લગતા સૂત્રો જેવા કે   X2   X2

1st   2nd  વગેરે નો ઉપયોગ કરવા માટે તમારે સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ ઓપશન નો ઉપયોગ કરવો પડશે.

X2  માટે

Superscript – Ctrl + Shft + =

X2 માટે


Subscript – Ctrl + =




Paragraph:-

                             Select કરેલ પેરેગ્રાફના પહેલા અથવા પછી જગ્યા આપવા માટે Paragraph Optionનો ઉપયોગ થાય છે.

Bullets and Numbering:-

                             Textને Bullet કે Numbering Bullet આપવા માટે Bullets and Numbering Optionનો ઉપયોગ થાય છે.

Borders and Shading:-

                             લખાણ, પેરેગ્રાફ કે પેજને Border આપવા માટે Borders and Shading Optionનો ઉપયોગ થાય છે.


Tabs:-

                             Pageના Default Tab Stop, Tab Stop position, alignment તેમજ Leader Set કરવા માટે Tabs Optionનો ઉપયોગ થાય છે.

Drop Cap:-

                             Lineના પ્રથમ અક્ષરને મોટો કરવા માટે Drop Cap Optionનો ઉપયોગ થાય છે.

Text Direction:-

                             Text box કે Tableના Cell ના લખાણને આડુ કે ઉભું ગોઠવવા માટે Text Direction Optionનો ઉપયોગ થાય છે.

Change Case:-

                             Textના Case બદલવા માટે Change Case Optionનો ઉપયોગ થાય છે.

Background:-

                             Pageના Backgroundમા Color, fill effects તેમજ Printed watermark આપવા માટે Background Optionનો ઉપયોગ થાય છે.

Spelling and Grammar (F7):

                        Spelling (જોડણી) અને Grammar (વ્યાકરણ) Check કરવા માટે Spelling and Grammar Optionનો ઉપયોગ થાય છે. જે શબ્દની Spelling ખોટી હશે તે શબ્દની નીચે Red color ધરાવતી Zigzag line (/\/\/\/\/\/\) જોવા મળે છે. જ્યારે વ્યાકરણની દૃષ્ટિએ ખોટા શબ્દની નીચે Green color ધરાવતી Zigzag line (/\/\/\/\/\/\) જોવા મળે છે.

Research (Alt + Click):-

                        કોઇપણ શબ્દના સમાનાર્થી કે વિરુધ્ધાર્થી શબ્દ શોધવા માટે Research Optionનો ઉપયોગ થાય છે.

Thesaurus:-

                        કોઇપણ શબ્દના સમાનાર્થી કે વિરુધ્ધાર્થી શબ્દ શોધવા માટે LanguageèThesaurus Optionનો ઉપયોગ થાય છે.

Hyphenation:-

                        વાક્યના અંતમા અધૂરા શબ્દોની પાછળ “-“ ચિહ્ન આપમેળે મુકવા માટે LanguageèHyphenation Optionનો ઉપયોગ થાય છે.

Macros (Alt + F8):-

                        લખાણ કે ક્રિયાઓને Record કરવા માટે Macros Optionનો ઉપયોગ થાય છે.

                 લખાણને Record કરવા માટે Record New Macro Optionનો ઉપયોગ થાય છે. બીજી વાર લખાણને પાછું લાવવા માટે Macro Optionનો ઉપયોગ થાય છે.

Auto Correct:-

                        વારંવાર થતી Typing Mistake ને MS-Word પોતાની મેળે જ સાચી કરી આપે છે. આ પ્રકારની સગવડ Auto Correct ધ્વારા મેળવી શકાય છે.

Sort:-

                        Tableને કોઇપણ Fieldના આધારે ઉતરતા (Descending) કે ચઢતા (Ascending) ક્રમમાં ગોઠવવા માટે Sort Optionનો ઉપયોગ થાય છે.

Modem etle shu ?

Saturday, November 26, 2016

CD Write karvana Step (Nero Burning Process)

Troubleshooting etle shu ??


MS Office Gujarati IME Indic vishe


Microsoft Word 2007 વિશે..

Microsoft office 2007 નો પરિચય

  યુઝર્સને અમુક ચોક્કસ પ્રકારના કાર્યો જેવા કે પત્ર લેખન અને દસ્તાવેજી કાર્યો તેમજ લાંબી ગણતરીઓ અને એકાઉન્ટ નું કાર્ય, આ ઉપરાંત પ્રદર્શન અને slideshow બનાવવા,  ડેટા એન્ટ્રી, ક્લાર્ક ને લગતું કાર્ય, ફાઈલોને ને સાચવવા નું કાર્ય, ઈમેલનું સંચાલન કરવાનું કાર્ય, ઓફિસરને એપોઇમેન્ટ ની નોંધ રાખવાનું કાર્ય, શાળાઓમાં પ્રશ્નપત્ર તૈયાર કરવા, પરિણામ પત્રક તૈયાર કરવાનું, પરિણામનું વિશ્લેષણ કરવું, timetable બનાવવું , વિવિધ slide  દ્વારા અભ્યાસ કરાવવો વગેરે કાર્યો કરવા માટે તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેરને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય છે.

વિશ્વમાં એપ્લિકેશન્સના સૌથી લોકપ્રિય પેકેજમાં Ms office નો સમાવેશ થાય છે.

 

માઇક્રોસોફ્ટ ઓફિસ એ માઇક્રોસોફ્ટ કંપનીએ વિકસાવેલું એપ્લિકેશન, સર્વર અને સર્વિસ માટેનું ઓફિસ સુટ છે.  બિલ ગેટ્સે સર્વપ્રથમ 1 ઓગસ્ટ, 1988ના રોજ લાસ વેગાસમાં આયોજિત કોમડેક્સ (COMDEX, કમ્પ્યુટર ડીલર્સ એક્ઝિબિશન)માં માઇક્રોસોફ્ટ ઓફિસ વિશે ધોષણા કરી હતી. ઓફિસના પહેલા વર્ઝનમાં માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ એક્સેલ અને માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટનો સમાવેશ થતો હતો.

વર્ષો વીતતાં ઓફિસની એપ્લિકેશન્સ માં સુધારા થતા ગયા અને એમાં કોમન સ્પેલ ચેકર, ઓલ ડેટા ઇન્ટિગ્રેશન અને વિઝ્યુઅલ બેઝિક ફોર એપ્લિકેશન્સ જેવા શેર થઈ શકે એવા ફિચર્સ ઉમેરાતાં ગયાં. માઇક્રોસોફ્ટે ઓફિસ બિઝનેસ એપ્લિકેશન્સ બ્રાન્ડ હેઠળ ઓફિસને લાઇન-ઓફ-બિઝનેસ માટે એક ડેવલપમેન્ટ પ્લેટફોર્મ તરીકે પ્રસ્તુત કર્યું. 10 જુલાઇ 2012ના રોજ સોફ્ટપિડીયાએ પોતાના અહેવાલમાં ટાંક્યું કે દુનિયાભરના એક અબજ કરતાંય વધારે લોકો ઓફિસનો ઉપયોગ કરે છે. 

અલગ અલગ વપરાશકર્તાઓ અને કમ્પ્યુટિંગ એન્વાયરન્મેન્ટને ધ્યાનમાં રાખીને ઓફિસનાં ઘણાં વર્ઝન વિકસાવવામાં આવ્યાં છે. ડેસ્કટોપ વર્ઝન એ સૌથી પહેલું અને સૌથી વધારે વપરાશમાં લેવાયેલું વર્ઝન છે, જે Windows and macOS operating systems ધરાવતાં પર્સનલ કમ્પ્યુટરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. સૌથી તાજું ડેસ્કટોપ વર્ઝન ઓફિસ 2016 છે, જે Windows and macOS operating systems માટે છે. તે અનુક્રમે 22 સપ્ટેમ્બર 2015 અને 9 જુલાઈ 2015ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.

Bed ના અભ્યાસક્રમ માં ms office 2007 સામેલ છે. વર્તમાનમાં માઇક્રોસોફ્ટે ઓફિસ મોબાઇલ (Office Mobile) વિકસાવ્યું છે. મોબાઇલ ઉપકરણો માટે ઓફિસ એપ્લિકેશન્સની આ ફ્રી-ટુ-યુઝ એટલે કે નિઃશુલ્ક આવૃત્તિઓ છે.

Bed CC5 માં કમ્પ્યુટર અધ્યયન હેઠળ માઈક્રોસોફ્ટ ઑફિસમાંથી...
દસ્તાવેજો તૈયાર કરવા Ms word 2007,

ગણતરીઓ તેમજ સ્પ્રેડ સહિત માટે Ms Excel ,

અને પ્રેઝન્ટેશન માટે Ms Power point નો સમાવેશ થાય છે.

 Ms Word 2007 નો ટૂંકો પરિચય અને ઉપયોગ

 માઈક્રોસોફ્ટ વર્ડ એ એક વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે. જે માઈક્રોસોફ્ટ ઓફિસ હેઠળ આવે છે. હાલમાં મોટાભાગની ઓફિસો માં, બેંકોમાં કોલેજોમાં યુનિવર્સિટીમાં તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો જોવા મળે છે અને તેથી જ હાલના દરેક ઉગતા સિતારાઓ માટે તે શીખવું ખુબ જ અનિવાર્ય બની ગયું છે. અને માટે જ શિક્ષણમાં ઉપયોગલક્ષી દરેક બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ બોર્ડ તેમજ યુનિવર્સિટીઓ દ્વારા આ ટોપિકને મહત્વ આપવામાં આવ્યું છે.

 

માઈક્રોસોફ્ટ વર્ડ વિશેષતા અને વિવિધ ઉપયોગિતા વિશે નીચે આપેલ pdf જુઓ.. 

MS Word 2007


Anti Virus etle shu???

Virus etle shu ???

Operating System કે ચાલક પદ્ધતિ એટલે શું ?

પ્રસ્તાવના :-

કમ્પ્યુટર સાથે જોડાયેલ દરેક હાર્ડવેર ને કાર્ય કરવા માટે ચોક્કસ આદેશ ને સૂચનાઓ ની જરૂર પડે છે . દા.ત, હાર્ડ ડિસ્ક માંથી  ડેટા મેળવવા માટે  આપણે window  કે બીજી કોઈ પણ ઓપરેટીંગ સીસ્ટમ નો ઉપયોગ કરીએ છીએ જે એક સોફ્ટવેર છે. આમ કોઈ પણ સોફ્ટવેર એ ઘણી સૂચનાઓ અને ઘણા આદેશો નો સમૂહ છે. સોફ્ટવેર ત્રણ પ્રકાર ના હોય છે.
૧. સીસ્ટમ સોફ્ટવેર
૨. એપ્લીકેશન સોફ્ટવેર
૩. ડ્રાઈવર સોફ્ટવેર



૧. સીસ્ટમ ને ચલાવવા માટે ફરજીયાત જરૂરી એવા સોફ્ટવેર ને સીસ્ટમ સોફ્ટવેર કહે છે. તેને ઓપરેટીંગ સીસ્ટમ ના નામ થી ઓળખવા માં આવે છે .
 
દા.ત, windows xp , vista  , win95 -98 , વિન્ડો 7 linux , ઉબનટુ વગેરે.

૨. આપણી જરૂરિયાત મુજબ ઉપયોગ માટે install  કરવામાં આવતા સોફ્ટવેર ને એપ્લીકેશન સોફ્ટવેર કહે છે.
દા.ત, msoffice , ફોટોશોપ , નેરો , વગેરે

૩. કોમ્પ્યુટર ના અમુક હાર્ડવેર જેવા કે સ્પીકર , વિડીઓ , નેટ જેવા નું કાર્ય કરાવવા માટે  drivar ની જરૂર હોય છે.
 
સમગ્ર કમ્પ્યુટર સિસ્ટમનું સંચાલન કરનાર સિસ્ટમ સોફ્ટવેરને OS એટલે કે નું ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય છે.




  • કમ્પ્યુટરનો સંચાલન કરવા માટે જરૂરી પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે.
  • કમ્પ્યુટરના સમગ્ર કાર્ય નું નિયંત્રણ સીપીયુ કરે છે. પરંતુ સીપીયુને ખબર ક્યાંથી પડે કે શું કાર્યો કરવાનું છે,  ક્યારે તે કરવાનું છે અને કેવી રીતે તે કાર્ય કરવાનું છે? આ માટે સીપીયુને તેના કાર્યો કરવા માટે મદદ કરતા વિશેષ પ્રોગ્રામ હોય છે. કમ્પ્યુટર નું સંચાલન કરવા માટે ઉપયોગમાં લેવાતા આવા પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે.

ઓપેરેટિંગ સિસ્ટમ (Operating System) આ એક એવું સોફ્ટવેર છે જેના દ્વારા જ તમારું કમ્પ્યુટર ચાલે છે. તમે ઓપરેટિંગ સિસ્ટમને કમ્પ્યુટરનું હ્રદય પણ કહી શકો છો. જેવી રીતે માણસ હ્રદય વગર ન જીવી શકે તેવી જ રીતે કમ્પ્યુટર પણ તેના હ્રદય વગર ન કામ કરી શકે.

કમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ એક એવું સોફ્ટવેર છે જે વિવિધ પ્રોગ્રામનું સમૂહ છે અને તે પૂરા કમ્પ્યુટરને મેનેજ કરવાનું કામ કરે છે. કમ્પ્યુટરમાં થતાં વિવિધ કાર્યોનું સંચાલન અને તેનું મેનેજમેંટ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. ઓપરેટિંગ સિસ્ટમને ટૂંકમાં OS કહેવાય છે. OSનું પૂરું નામ Operating System છે.

ઓપરેટિંગ સિસ્ટમમાં જ તમે ગેમ રમી શકો, મ્યુઝિક સાંભળી શકો, ફિલ્મ જોઈ શકો, ઇન્ટરનેટ એક્સેસ કરી શકો, ટાઈપિંગ કરી શકો, ચિત્ર બનાવી શકો, સમય જોઈ શકો, કોપી-પેસ્ટ કરી શકો, મોબાઇલ કનેક્ટ કરી શકો વગેરે...આવા બધા જ કર્યો તમે આ ઓપરેટિંગ સિસ્ટમની મદદથી જ કરી શકો છો. આ બધા જ કાર્યોને ઓપરેટિંગ સિસ્ટમ મેનેજ કરે છે.

તમે જ્યારે કમ્પ્યુટર ચાલુ કરો અને જ્યારે કમ્પ્યુટર ચાલુ થઈને તૈયાર થઈ જાય અને જે પહેલી ડેસ્કટોપ સ્ક્રીન આવે છે તે ઓપરેટિંગ સિસ્ટમને કારણે જ આવે છે.

જ્યારે તમે દુકાનમાં નવું કમ્પ્યુટર કે લેપટોપ લેવા જશો તો તે તમને સૌથી પહેલા ઓપરેટિંગ સિસ્ટમ જ ઇન્સ્ટોલ કરીને આપશે અને ત્યારબાદ તમે કમ્પ્યુટરમાં અલગ-અલગ ગેમ, ફોટોશોપ, ક્રોમ બ્રાઉઝર, વિડિયો એડિટિંગ સોફ્ટવેર વગેરે ઇન્સ્ટોલ કરશો.

ઓપરેટિંગ સિસ્ટમ એક સિસ્ટમ સોફ્ટવેર છે જે કમ્પ્યુટરમાં સૌથી પહેલા ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને જ્યારે આ OS એટલે ઓપરેટિંગ સિસ્ટમ બગડે તો તમારા કમ્પ્યુટરના બધા જ ડેટા તેની સાથે ઊડી જવાની શક્યતા વધી જાય છે.

ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

ઓપરેટિંગ સિસ્ટમ કમ્પ્યુટર અને યુઝરની વચ્ચે કમ્યુનિકેશન કરવામાં મદદરૂપ બને છે. મતલબ પુલનું કામ કરે છે.

ઓપરેટિંગ સિસ્ટમ હાર્ડવેર અને કમ્પ્યુટરને કમ્યુનિકેશન કરવામાં મદદરૂપ બને છે.

ઉદાહરણ તરીકે...તમે જે કીબોર્ડને કમ્પ્યુટરમાં જોડો છો. તો તમે જે પણ ટાઈપિંગ કરો છો તે ઓપરેટિંગ સિસ્ટમ સમજે છે અને ત્યાર બાદ તમારી સ્ક્રીન પર બતાવે છે કે તમે શું લખ્યું છે. આ પ્રોસેસ ખૂબ ઝડપથી થાય છે.

પહેલાના સમયમાં (એટલે ભીડેના જમાનામાં) કમ્પ્યુટરના OS એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ CUI પ્રકારના આવતા હતા. CUI નું પૂરું નામ Character User Interface (કેરેક્ટર યુસર ઇન્ટરફેસ). CUI પ્રકારના ઓપેરેટિંગ સિસ્ટમ એટલે આપણે ખાલી કીબોર્ડની મદદથી કમ્પ્યુટરને ચલાવી શકીએ છે. CUI માં આપણે કમ્પ્યુટરમાં કમાન્ડ લખવી પડે અને ત્યારબાદ આપણે કોઈ પણ વસ્તુ ખોલી શકીએ છે.

અત્યારના સમયમાં GUI પ્રકારના ઓપરેટિંગ સિસ્ટમ આવે છે. GUI નું પૂરું નામ Graphical User Interface (ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ).

GUI પ્રકારના ઓપરેટિંગ સિસ્ટમમાં આપણે કમ્પ્યુટરને માઉસની મદદથી કંટ્રોલ કરી શકીએ છે. આપણે કમ્પ્યુટરમાં થોડા ક્લિકમાં જ બધુ જ ચલાવી શકીએ છે.

લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમના નામો:-

  • માઇક્રોસોફ્ટ વિન્ડોઝ (Microsoft Windows)
  • લિનક્સ (Linux)
  • ઉબન્ટુ (Ubuntu)
  • એન્ડ્રોઇડ (Android)
  • મેક (Mac OS)
  • iOS


  • જ્યારે કમ્પ્યુટરના ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો તેમાં સૌથી વધારે લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે. આ OS લાઈસેન્સ વાળું છે અને તેને કારણે આપણે પૈસા આપીને ખરીદવું પડે છે. આ OS તેના સરળ ઇન્ટરફેસ માટે જાણીતું છે. સ્કૂલમાં પણ સૌથી પહેલા આ જ OSનો પરિચય કરાવવામાં આવે છે.

  • લિનક્સ અને ઉબન્ટુ OS ફ્રી અને ઓપન સોર્સ છે. આ OSને ખાલી તેમની મેન વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવું પડે છે. આ બંને OS કમ્પ્યુટર અને લેપટોપ માટે છે. 

  • જ્યારે આપણે મોબાઇલના OSની વાત કરીએ તો તેમાં સૌથી લોકપ્રિય Android OS છે. આ ઓપરેટિંગ સિસ્ટમ દુનિયાના સૌથી મોટા સર્ચ એંજિન ગૂગલ કંપનીનું છે. ભારતમાં 90% ટકાથી વધારે મોબાઇલ Android OS પર જ આવે છે.

  • Mac OS એપલ કંપનીના કમ્પ્યુટરમાં વપરાય છે. આ OSનો દેખાવ ખૂબ પ્રીમિયમ દેખાય છે અને તમને વાપરતા જ ખબર પડે કે કેટલું મોંઘું OS હશે

  • iOS આ એપલ કંપનીના આઇફોનમાં આવે છે. આ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ છે જે પોતાના સિમ્પલ ઇન્ટરફેસ અને ઉત્તમ સિક્યોરિટીને કારણે જણાય છે અને ફીચર પણ પ્રીમિયમ મળે છે. આ OS તમને ખાલી એપલ કંપનીના ફોનમાં જ જોવા મળે છે. 

આ વાત થઈ વિવિધ ઓપરેટિંગ સિસ્ટમની... હવે જોઈએ તેના કાર્યો કે ઉપયોગીતા

  • પ્રોસેસર મેનેજમેંટ (Processor Management)
  • મેમરી મેનેજમેંટ (Memory Management)
  • ડિવાઇસ મેનેજમેંટ (Device Management)
  • ફાઇલ મેનેજમેંટ (File Management)
  • સિક્યોરિટી (Security)
  • નેટવર્કિંગ (Networking)
  • ભૂલ તપાસવાનું (Error Detection)
  • જોબ શેડ્યુલિંગ (Job Scheduling)
ઓપરેટિંગ સિસ્ટમ વિશે વિસ્તૃત લેખ અને પ્રશ્નો
 
👇  Pdf
 

 
 
 

Computer Keyboard CC5 BEd


કોમ્પ્યુટરની સાથે જોડેલું ઇનપુટનું સાધનએ ટાઇપરાટર શૈલીનું કીબોર્ડ છે, જેમાં વિવિધ અંગ્રેજી મુળાક્ષરોને ગોઠવેલા હોય છે. કીબોર્ડની ઉપર અંગ્રેજી મુળાક્ષરોના ચિત્રો દોરેલા હોય છે, જેના પરથી કોમ્પ્યુટરમાં લખી શકાય. મોટાભાગે કોમ્પ્યુટર કીબોર્ડનો ઉપયોગ કોમ્પ્યુટરમાં વર્ડ પ્રોસેસર, કે text એડિટરમાં લખાણ લખવા માટે થાય છે.

કમ્પ્યુટર કીબોર્ડ વિશે ટૂંકમાં પરિચય..












આ સિવાય નીચે દર્શાવેલ લિન્ક પર ક્લિક કરવાથી કી ના વિવિધ રીતે ઉપયોગની માહીતી જાણી શકાય છે.
👇
Keyboard Key




કમ્પ્યુટર કીબોર્ડ વિશે અવનવું અને વધુ જાણવા માટે અહીં ક્લિક કરો
👇👇



  Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .