Knoledge Duniya
Wednesday, November 30, 2016
પાવર પોઇન્ટ વિશે...
માઈક્રોસોફ્ટ વર્ડ, એક્સલ, પાવરપોઇન્ટ ના જનરલ પ્રશ્નો.
જો તમે કોઈ ડોક્યુમેન્ટ બનાવો છો. અને તમારે તેમાં સમીકરણો અથવા વૈજ્ઞાનિક સૂત્રોને લગતા સૂત્રો જેવા કે X2 X2
1st 2nd વગેરે નો ઉપયોગ કરવા માટે તમારે સુપરસ્ક્રિપ્ટ અને સબસ્ક્રિપ્ટ ઓપશન નો ઉપયોગ કરવો પડશે.
X2 માટે
X2 માટે
Tuesday, November 29, 2016
Saturday, November 26, 2016
Microsoft Word 2007 વિશે..
Microsoft office 2007 નો પરિચય
યુઝર્સને અમુક ચોક્કસ પ્રકારના કાર્યો જેવા કે પત્ર લેખન અને દસ્તાવેજી કાર્યો તેમજ લાંબી ગણતરીઓ અને એકાઉન્ટ નું કાર્ય, આ ઉપરાંત પ્રદર્શન અને slideshow બનાવવા, ડેટા એન્ટ્રી, ક્લાર્ક ને લગતું કાર્ય, ફાઈલોને ને સાચવવા નું કાર્ય, ઈમેલનું સંચાલન કરવાનું કાર્ય, ઓફિસરને એપોઇમેન્ટ ની નોંધ રાખવાનું કાર્ય, શાળાઓમાં પ્રશ્નપત્ર તૈયાર કરવા, પરિણામ પત્રક તૈયાર કરવાનું, પરિણામનું વિશ્લેષણ કરવું, timetable બનાવવું , વિવિધ slide દ્વારા અભ્યાસ કરાવવો વગેરે કાર્યો કરવા માટે તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેરને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય છે.
વિશ્વમાં એપ્લિકેશન્સના સૌથી લોકપ્રિય પેકેજમાં Ms office નો સમાવેશ થાય છે.
માઇક્રોસોફ્ટ ઓફિસ એ માઇક્રોસોફ્ટ કંપનીએ વિકસાવેલું એપ્લિકેશન, સર્વર અને સર્વિસ માટેનું ઓફિસ સુટ છે. બિલ ગેટ્સે સર્વપ્રથમ 1 ઓગસ્ટ, 1988ના રોજ લાસ વેગાસમાં આયોજિત કોમડેક્સ (COMDEX, કમ્પ્યુટર ડીલર્સ એક્ઝિબિશન)માં માઇક્રોસોફ્ટ ઓફિસ વિશે ધોષણા કરી હતી. ઓફિસના પહેલા વર્ઝનમાં માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ એક્સેલ અને માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટનો સમાવેશ થતો હતો.
વર્ષો વીતતાં ઓફિસની એપ્લિકેશન્સ માં સુધારા થતા ગયા અને એમાં કોમન સ્પેલ ચેકર, ઓલ ડેટા ઇન્ટિગ્રેશન અને વિઝ્યુઅલ બેઝિક ફોર એપ્લિકેશન્સ જેવા શેર થઈ શકે એવા ફિચર્સ ઉમેરાતાં ગયાં. માઇક્રોસોફ્ટે ઓફિસ બિઝનેસ એપ્લિકેશન્સ બ્રાન્ડ હેઠળ ઓફિસને લાઇન-ઓફ-બિઝનેસ માટે એક ડેવલપમેન્ટ પ્લેટફોર્મ તરીકે પ્રસ્તુત કર્યું. 10 જુલાઇ 2012ના રોજ સોફ્ટપિડીયાએ પોતાના અહેવાલમાં ટાંક્યું કે દુનિયાભરના એક અબજ કરતાંય વધારે લોકો ઓફિસનો ઉપયોગ કરે છે.
અલગ અલગ વપરાશકર્તાઓ અને કમ્પ્યુટિંગ એન્વાયરન્મેન્ટને ધ્યાનમાં રાખીને ઓફિસનાં ઘણાં વર્ઝન વિકસાવવામાં આવ્યાં છે. ડેસ્કટોપ વર્ઝન એ સૌથી પહેલું અને સૌથી વધારે વપરાશમાં લેવાયેલું વર્ઝન છે, જે Windows and macOS operating systems ધરાવતાં પર્સનલ કમ્પ્યુટરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. સૌથી તાજું ડેસ્કટોપ વર્ઝન ઓફિસ 2016 છે, જે Windows and macOS operating systems માટે છે. તે અનુક્રમે 22 સપ્ટેમ્બર 2015 અને 9 જુલાઈ 2015ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું.
Bed ના અભ્યાસક્રમ માં ms office 2007 સામેલ છે. વર્તમાનમાં માઇક્રોસોફ્ટે ઓફિસ મોબાઇલ (Office Mobile) વિકસાવ્યું છે. મોબાઇલ ઉપકરણો માટે ઓફિસ એપ્લિકેશન્સની આ ફ્રી-ટુ-યુઝ એટલે કે નિઃશુલ્ક આવૃત્તિઓ છે.
Bed CC5 માં કમ્પ્યુટર અધ્યયન હેઠળ માઈક્રોસોફ્ટ ઑફિસમાંથી...
દસ્તાવેજો તૈયાર કરવા Ms word 2007,
ગણતરીઓ તેમજ સ્પ્રેડ સહિત માટે Ms Excel ,
અને પ્રેઝન્ટેશન માટે Ms Power point નો સમાવેશ થાય છે.
Ms Word 2007 નો ટૂંકો પરિચય અને ઉપયોગ
માઈક્રોસોફ્ટ વર્ડ એ એક વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે. જે માઈક્રોસોફ્ટ ઓફિસ હેઠળ આવે છે. હાલમાં મોટાભાગની ઓફિસો માં, બેંકોમાં કોલેજોમાં યુનિવર્સિટીમાં તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો જોવા મળે છે અને તેથી જ હાલના દરેક ઉગતા સિતારાઓ માટે તે શીખવું ખુબ જ અનિવાર્ય બની ગયું છે. અને માટે જ શિક્ષણમાં ઉપયોગલક્ષી દરેક બાબતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ બોર્ડ તેમજ યુનિવર્સિટીઓ દ્વારા આ ટોપિકને મહત્વ આપવામાં આવ્યું છે.
માઈક્રોસોફ્ટ વર્ડ વિશેષતા અને વિવિધ ઉપયોગિતા વિશે નીચે આપેલ pdf જુઓ..
Operating System કે ચાલક પદ્ધતિ એટલે શું ?
- કમ્પ્યુટરનો સંચાલન કરવા માટે જરૂરી પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે.
- કમ્પ્યુટરના સમગ્ર કાર્ય નું નિયંત્રણ સીપીયુ કરે છે. પરંતુ સીપીયુને ખબર ક્યાંથી પડે કે શું કાર્યો કરવાનું છે, ક્યારે તે કરવાનું છે અને કેવી રીતે તે કાર્ય કરવાનું છે? આ માટે સીપીયુને તેના કાર્યો કરવા માટે મદદ કરતા વિશેષ પ્રોગ્રામ હોય છે. કમ્પ્યુટર નું સંચાલન કરવા માટે ઉપયોગમાં લેવાતા આવા પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે.
- માઇક્રોસોફ્ટ વિન્ડોઝ (Microsoft Windows)
- લિનક્સ (Linux)
- ઉબન્ટુ (Ubuntu)
- એન્ડ્રોઇડ (Android)
- મેક (Mac OS)
- iOS
- જ્યારે કમ્પ્યુટરના ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો તેમાં સૌથી વધારે લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે. આ OS લાઈસેન્સ વાળું છે અને તેને કારણે આપણે પૈસા આપીને ખરીદવું પડે છે. આ OS તેના સરળ ઇન્ટરફેસ માટે જાણીતું છે. સ્કૂલમાં પણ સૌથી પહેલા આ જ OSનો પરિચય કરાવવામાં આવે છે.
- લિનક્સ અને ઉબન્ટુ OS ફ્રી અને ઓપન સોર્સ છે. આ OSને ખાલી તેમની મેન વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવું પડે છે. આ બંને OS કમ્પ્યુટર અને લેપટોપ માટે છે.
- જ્યારે આપણે મોબાઇલના OSની વાત કરીએ તો તેમાં સૌથી લોકપ્રિય Android OS છે. આ ઓપરેટિંગ સિસ્ટમ દુનિયાના સૌથી મોટા સર્ચ એંજિન ગૂગલ કંપનીનું છે. ભારતમાં 90% ટકાથી વધારે મોબાઇલ Android OS પર જ આવે છે.
- Mac OS એપલ કંપનીના કમ્પ્યુટરમાં વપરાય છે. આ OSનો દેખાવ ખૂબ પ્રીમિયમ દેખાય છે અને તમને વાપરતા જ ખબર પડે કે કેટલું મોંઘું OS હશે
- iOS આ એપલ કંપનીના આઇફોનમાં આવે છે. આ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ છે જે પોતાના સિમ્પલ ઇન્ટરફેસ અને ઉત્તમ સિક્યોરિટીને કારણે જણાય છે અને ફીચર પણ પ્રીમિયમ મળે છે. આ OS તમને ખાલી એપલ કંપનીના ફોનમાં જ જોવા મળે છે.
- પ્રોસેસર મેનેજમેંટ (Processor Management)
- મેમરી મેનેજમેંટ (Memory Management)
- ડિવાઇસ મેનેજમેંટ (Device Management)
- ફાઇલ મેનેજમેંટ (File Management)
- સિક્યોરિટી (Security)
- નેટવર્કિંગ (Networking)
- ભૂલ તપાસવાનું (Error Detection)
- જોબ શેડ્યુલિંગ (Job Scheduling)
Computer Keyboard CC5 BEd
આ સિવાય નીચે દર્શાવેલ લિન્ક પર ક્લિક કરવાથી કી ના વિવિધ રીતે ઉપયોગની માહીતી જાણી શકાય છે.
Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .
-
આજના ઇન્ફર્મેશન ટેક્નોલૉજીના યુગમાં કમ્પ્યૂટર અને કમ્પ્યૂટર આધારિત વસ્તુઓનો ઉપયોગ વધતો જાય છે. સમાજમાં કોઇ પણ ક્ષેત્ર એવું નહિ હોય કે જ્યાં ...
-
An input device is essentially a piece of hardware that sends data to a computer. Most input devices either interact with or control the c...
-
Anuja Gujarati Font Download Karva mate Click here : Download Anuja Font