સામાન્ય રીતે બ્લોગ મહદ અંશે પોતાના લખાણો અને પોતાની વિચારધારાઓને જગ સામે મુકવાનો રસ્તો છે. અને તેથીજ મોટા નેતા અને અભિનેતા પોતાના ચાહકોમાં પોતાની વાતો લખે છે અને ઘણી વખત તેમના જવાબ પણ આપે છે. આધુનિક બ્લોગ ઓનાલાઈન ડાયરીમાંથી નીપડ્યા છે , જેમાં લોકો તેમના અંગત જીવનોના જીવંત વર્ણનો રાખતા હોય છે આવા મોટા ભાગ ના લેખક પોતાને રોજનીશી લેખકો પત્રકારો કે જનરલ લેખક કહેવડાવે છે. બ્લોગ વેબલોગ નું ટુકું રૂપ એ વેબસાઈટ છે. ઘણા બ્લોગ ચોક્કસ વિષય પર કોમેન્ટરી કે સમાચાર પુરા પડે છે. જયારે અન્ય બ્લોગ વ્યક્તિત ઓનલાઈન ડાયરી કામગીરી બજવે છે. એક નમુનારૂપ બ્લોગમાં લખાણ અન્ય બ્લોગ સાથે લીંક , વેબ પેઇઝ અને તેના વિષય સંબંધીત અન્ય માઘ્યમનો સમાવેશ થાય છે.પણ હવે થોડા સમય બ્લોગ ને માર્કિટીંગ માં ઉપયોગ કરવા માં આવે છે જેમાં ગૂગલ અડસેન્ટ ની મદત થી બ્લોગ માં એડ મૂકી શકાય છે તેની મદદથી ઘર રહીને કમાણી કરી શકાય છે.
બ્લોગ શરૂ કરવા માટેના 6 પગલાં
- બ્લોગ લખવાનો એક વિષય નક્કી કરો
- કોઈ એક બ્લોગિંગ પ્લેટફોર્મ પસંદ કરો
- બ્લોગીંગ પ્લેટફોર્મ પસંદ કરો ( આપણે અહીંયા ગૂગલ નું બ્લોગર પસંદ કરીશું )
- તમારો બ્લોગ સેટ કરો
- કસ્ટમાઇઝ કરો અને લોંચ કરો!
સ્ટેપ નંબર 1
બ્લોગ લખવા માટે એક વિષય નક્કી કાર્ય બાદ તમારે તમારા ગૂગલ વેબ બ્રાઉઝર ક્રૉમ અથવા મોઝિલા ફાયરફોક્સ નામક બ્રાઉઝર નો ઉપયોગ કરી www.Blogger.com પર જવાનું છે.
મિત્રો એક વાત યાદ એ રાખવાની છે કે તમે આ બધાજ સ્ટેપ મોબાઈલ ની જગ્યા એ કોઈ કમ્પ્યુટર માં અથવા લેપટોપ માં કરો તો ખુબજ સરળતા રહશે. તેનું કારણ જાણવું તો હજુ સુધી ગૂગલ ના બ્લોગર પ્લેટફોર્મ ની એપ પ્લે સ્ટોર માં ઉપલબ્દ તો છે પરંતુ પૂરતી સગવડ સાથે નથી.
સ્ટેપ નંબર 2
ત્યાર બાદ CREATE YOUR BLOG પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કાર્ય બાદ તમે ગૂગલ લોગીન થવાનું કહેશે તમારે તમારો ઇમેઇલ અને પાસવડ આપીને લોગીન થાય જવાનું છે.
તમારું ઇમેઇલ અને ઇમેઇલ નો પાસવડ આપ્યા બાદ ગૂગલ તમને બ્લોગર ડેશબોર્ડ માં ઑટોમૅટિક લઇ જશે.
સ્ટેપ નંબર 3
ડેશબોર્ડ માં તમારે Create a new blog શોધી ને તેના પર ક્લિક કરવાનું છે તેનાથી તમને એક પોપઅપ વિન્ડો જોવા મળશે જે ઉપર ફોટો આપેલો છે તે મુજબનું હશે. પોપઅપ વિન્ડો ની વિગત ધ્યાન થી જોઈને ભરવાની રહશે. ટાઇટલ તમારે ગુજરાતી માં રાખી શકો અને address આપ્યું તે તમારે અંગ્રેજી માં અથવા SMS ની ભાષા માં લખશો તો ચાલશે. આ તમારા બ્લોગ નું નામ છે.
ત્યારે બાદ બ્લોગ ની ડિઝાઇન કોઈ એક પસંદ કરવી અને create blog પર ક્લિક કરવું.
ત્યાર બાદ તમારો બ્લોગ સફળતા પૂર્વક બની ગયો છે!!!! આવોજ એક મેસેજ તમારી સ્ક્રીન પાર દેખાશે અને તમારો પ્રથમ બ્લોગ બની જશે.
સ્ટેપ નંબર 4
બ્લોગ બની ગયા પછી આગળ એક મહત્વનો સ્ટેપ છે તે ધ્યાનથી જુવો.
અહીંયા તમારે create new post પર ક્લિક કરવાનું છે અને આ સ્ટેપ છે જેમાં તમારે નવી પોસ્ટ લખવાની છે.
સ્ટેપ નંબર 5
મિત્રો તમે આ રીતે અલગ અલગ તમારા વિષય વસ્તુ ને ધ્યાન માં લઈ ને તમે બ્લોગ પોસ્ટ લખી શકો છો. અને કહ્યા બાદ તમારે પબ્લિશ બટન દબાવાનું રહશે. ત્યાર બાદ તમે view blog પર ક્લિક કરશો તો તમારો બ્લોગ જોય શકશો.
બ્લોગ લખવા માટે થોડા નિયમોનું પાલન કરવું જરૂરી છે.
બ્લોગ વિશેના કાયદા જાણો અને તેનાથી ડરો. તેના ઉલ્લંઘનો કદાચ ટુંકા ગાળાની પ્રસિધ્ધિ આપશે પણ લાંબા ગાળાની તો નુકશાની જ આપે છે. ઝેરનાં પારખા ન હોય.. અને ઝેર પી ગયા પછી તેની અસરો આવે આવે અને આવેજ. આપણે નિજાનંદ માટે સર્જન કરીયે અને સાથે સાથે ધ્યાન રાખીયે કે તેમ કરતા તમારુ અહિત તો નથી થતુને? વેબસાઈટ કે બ્લોગ બનાવતા પહેલા બ્લોગરે પાળવાની કેટલીક આચાર સંહિતા છે જેનું ઉલ્લંઘન ગેરકાયદેસર છે અને એના ઉલ્લંઘન કરવા બદલ જેલ કે દંડની સજા પણ થઇ શકે છે.
(સોરી પણ એજ્યુકેશન સોર્સ વધુ આપવાના આશયને કારણે હું આ નિયમોનું પાલન કરી શકતો નથી)
બ્લોગરો માટેની આચાર સંહિતા:
(1) બ્લોગ ઉપર પોતાને ગમેલા અન્યનાં વાક્યો, કવિતા કે લેખોની નીચે પોતાનું નામ મુકી દેવું તે બુધ્ધિધનની ચોરી છે. અને હાલમાં તેની સજા ફજેતી છે. (નેટ જગતમાં કોપી પેસ્ટ વાળા બ્લોગનો સમાવેશ કરવામાં આવશે નહી.. અને જો તેમ કરતા પકડાશે તેઓનું નામ રદ થશે)
(2) જાણીતા લેખકોની કૃતિ તેમના નામ સાથે મુકવી એ વહેવાર હોઇ શકે પણ જો તે લેખક કે કવિ તેમનું બુધ્ધિધન વાપરવા બદલ વળતર માંગે કે વાંધો ઉઠાવે તો સવિનય માફી સાથે તે કૃતિ દુર કરવી
(3) જો ખરેખર કૃતિ ગમી હોયતો જે તે લેખક્ની પરવાનગી લઇને મુકવી અને મુક્યા પછી તેમને જાણ કરવી. ( મહદ અંશે લેખકો પરવાનગી આપતા જ હોય છે.. તેમને જાણ કરવાનો વિવેક આપણો હોવો જોઇએ)
(4) ઘણા લોકો કોપી રાઈટએક્ટને દાંત અને નખ વિનાનો વાઘ માને છે જે ભુલ ભરેલ છે જ્યારે કાયદો અમલમાં આવે ત્યારે તેની સજા..દંડ અને જેલ પણ હોઇ શકે. કોઇને ઉતારી પાડવા અથવા ભળતા નામે બુરાઇ કરવાની જો કુટેવ હોયતો સત્વરે સુધારી લેશો.. બ્લોગ એ સંસ્કારીતાનું સ્થાન છે. વાણી વિલાસ, નગ્નતા અને અશ્લીલ લખાણો જેમ પ્રકાશનમાં નીંદનીય હોયછે તેમજ બ્લોગીંગમાં પણ છે. તેને લખનારો લેખક (ભલેને તે આભાસી નામે લખતો હોય) અને તેને પ્રસિધ્ધ કરનારો બ્લોગર જેતે દેશનાં કાયદાની ચુંગલમાં આવી શકે છે.
(5) અગાઉ લખાઈ ચૂક્યું ન હોય એવું મૌલિક લખાણ લખો.
(6) પ્લેજરિઝમ (બીજાના વિચાર પોતાના નામે), નફરત, ભય ફેલાવતું, અશ્લિલ, બીજાની માલિકીના ફોટા વાળું લખાણ લખવાથી દૂર રહો!
(7) લખાણની સાથે તેને લગતા ચિત્રો/વિડિઓ મૂકો. ધ્યાન રહે ચિત્રો પોતાના હોવા જોઈએ. પોતાના ન હોય તો બીજા વાપરી શકાય પણ તે માટે તેને યોગ્ય ક્રેડિટ અને સ્ત્રોતની લિન્ક દર્શાવવી જરૂરી છે.
(8) લખાણેને યોગ્ય ‘ટેગ્સ’ મૂકો. કોઈને કંઈ શોધવું હોય તો તે માટે ‘ટેગ્સ’ જરૂરી. તમારા લખાણને લગતા યોગ્ય ટેગ્સ મૂકેલા ન હોય તો તે લખાણ વાચકને માટે શોધવું અશક્ય બને. ટેગ્સમાં આખે આખા વાક્ય ન લખતાં, ફક્ત શબ્દો લખો જોડણી ભૂલો સુધારો. માણસ માત્ર ભૂલને પાત્ર. જોડણી/ટાઈપ ભૂલો થવી સામાન્ય છે પણ લખાણ પ્રસિદ્ધ કરતાં પહેલાં ‘અક્ષર’ જેવા સ્પેલ ચેકર વાપરીને જોડણી ભૂલો સુધારી શકાય. લખાણને યોગ્ય મથાળું બાંધો. ઓછા વિરામ ચિહ્નો વાપરીને મથાળું બનાવો. ચબરાક મથાળું વધુ વાચકો ખેંચી લાવશે.
આટલા નીતિનિયમો આપને મંજુર હોય તો આપ આપનો બ્લોગ કે વેબસાઈટ બનાવી શકો છો.
બ્લોગ બનાવવાની રીત માટે વધુ આર્ટિકલ માટે અહીં ક્લિક કરો.
No comments:
Post a Comment