Google meet વિશે
Computer Education
Common Operating Machine Particularly Used for Trade, Education, and Research
Knoledge Duniya
Saturday, July 22, 2023
Saturday, December 17, 2022
B.ED. CC5 Question Bank
Saurashtra University
B.Ed. Sem 3 CC5
Question Bank
Sunday, December 4, 2022
B.Ed. CC5 આદર્શ પ્રશ્ન પેપર 2022 (1)
Saurashtra University
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
B.Ed. Sem 3 CC5
આદર્શ પ્રશ્નપત્ર 1 (2022)
[કુલ 70 ગુણ]
નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. (16 ગુણ)
1. કમ્પ્યુટરના ફક્ત પ્રકાર જણાવો.
2. ઇનપુટ ડીવાઇઝ એટલે શું ?
ઇનપુટ ડીવાઇઝના નામ આપો ?
3. ઇ-લર્નીગ એટલે શું ?
4. વેબીનાર વિશે સમજાવો.
5. કટ, કોપી, પેસ્ટ સમજાવો?
6. એક્સેલમાં કોલમ અને રો ટૂંકમાં સમજાવો.
7. DIKSHA નું પૂરું નામ આપો.
8. TRIMMING એટલે શું ?
નીચેના પ્રશ્નોના જવાબ આપો. (દસમાંથી કોઈપણ આઠ) (24 ગુણ)
1. કમ્પ્યુટરની લાક્ષણિકતા સમજાવો
2. ઓપરેટિંગ સિસ્ટમ વિશે નોંધ લખો.
3. એક્સેલમાં chart વિશે સમજૂતી આપો.
4. ઈન્ટરનેટ વિશે ટુકનોધ લખો.
5. Zoom વિશે સમજૂતી આપો.
6. ગુગલ ફોર્મમાં કવિઝ બનાવવાના સોંપનો સમજાવો.
7. ઓનલાઈન અધ્યયન અધ્યાપન વિશે સમજાવો.
8. સ્વયમ વિશે વિગતે ચર્ચા કરો.
9. ઇ પાઠશાળા વિશે નોંધ લખો.
10. રેકોર્ડિંગ ટુલ્સ Loom વિશે વિગતે નોંધ લખો.
નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. (આઠ માંથી કોઈપણ છ) (30 ગુણ)
1. કમ્પ્યુટર પેઢી વિશે વિસ્તૃત નોંધ લખો.
2. કમ્પ્યુટરનું બંધારણ સમજાવો.
3. માઈક્રોસોફ્ટ વર્ડમાં મેઈલ મર્જ કરવાના સોપાનો વર્ણવો.
4. ગુગલ ડ્રાઈવ વિશે વિસ્તૃત માહિતી આપો.
5. ઓનલાઈન કલાસ વિશે સમજ આપી.
ગુગલ મિટનો પરિચય આપો.
6. QR કોડનો અર્થ આપી.
QR કોડ બનાવવાના સોપાનો સમજાવો.
7. ઓનલાઇન શિક્ષણ મંચ વિશે સમજ આપી.
સ્વંયપ્રભાનો સામાન્ય પરિચય આપો.
8. NAD વિશે વિગતે ચર્ચા કરો.
Saturday, September 24, 2022
CC-5 Assignment question
👉 નીચે આપેલ પ્રશ્ન નિબંધ પ્રકારના પ્રશ્નો છે. યુનિવર્સિટીમાં જે 5 માર્કસના પુછાય છે...
1). કમ્પ્યુટર ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ વિશે સમજ આપો.
2). કમ્પ્યુટર પેઢી વિશે નોંધ લખો.
3). કમ્પ્યુટર મેમરી વિશે વિસ્તૃત નોંધ લખો.
4). કમ્પ્યુટરની વિવિધ ઉપયોગીતા વિશે નોંધ લખો.
5). માઈક્રોસોફ્ટ વર્ડમાં મેઈલ મર્જ વિશે સમજ આપો.
6). માઈક્રોસોફ્ટ વર્ડમાં ટેબલ સાથે કાર્ય અંગે વિસ્તૃત નોંધ લખો.
7). એક્સેલમાં ફોર્મ્યુલા શું છે ? Sum, Max, Min, Average વગેરે ફોર્મ્યુલા સમજાવો.
8). ગુગલ્સ ઓફીસ યુટીલીટી ટુલ્સ સમજાવો.
9). Diksha વિશે વિસ્તૃત સમજ આપો.
10). Google Form માં quiz બનાવવાના સોપાનો સમજાવો.
11). ઓનલાઈન શિક્ષણ વિશે વિસ્તૃત નોંધ લખો.
12). ઓનલાઈન શિક્ષણ અને face to face એજ્યુકેશન વચ્ચેનો તફાવત સમજાવો.
Saturday, August 6, 2022
EC12 - કમ્પ્યૂટર પદ્ધતિ (સેમ. ૧)
એકમ-૧ કમ્પ્યૂટર શિક્ષણનો અર્થ અને તેનો વ્યાપ
૧.૧ કમ્પ્યૂટર શિક્ષણ : સંકલ્પના
૧.ર માનવજીવન સંદર્ભે કમ્પ્યુટરની જરૂરિયાત અને ઉપયોગો
૧.૩ કમ્પ્યૂટર શિક્ષણની સમસ્યાઓ
૧.૪ કમ્પ્યૂટર ક્ષેત્રે વૈજ્ઞાનિકોનું પ્રદાન :
-Charles Babbage (Father of Computer)
-Rey Johnson (Father of Disk Drive)
૧.૫ કમ્પ્યૂટર શિક્ષકની શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત અને કૌશલ્ય
એકમ-ર માઈક્રોટીચિંગ અને હેતુઓ
૨.૧
માઇક્રોટીચિંગ : સંકલ્પના અને હેતુઓ
ર.ર
કૌશલ્યનો પરિચય : વિષયાભિમુખ, પ્રશ્નપ્રવાહિતા, શ્યામફલક,
ઉદાહરણ, સુદ્રઢીકરણ, સ્પષ્ટીકરણ
૨.૩
કમ્પ્યૂટર શિક્ષણના સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ : અર્થ અને તુલના
૨.૩.૧
સામાન્ય હેતુઓ : અર્થ, સંકલ્પના
૨.૩.૨ વિશિષ્ટ હેતુઓ : અર્થ, સંકલ્પના (જ્ઞાન, સમજ, ઉપયોજન,
કૌશલ્ય)
એકમ-૩ કમ્પ્યૂટર શિક્ષણમાં પાઠ આયોજન અને સાધન સંદર્ભ
૩.૧ સેતુપાઠ : સંકલ્પના, અગત્ય
૩.૨ સેતુપાઠનું આયોજન
૩.૩ કમ્પ્યૂટર શિક્ષણમાં સાધન-સંદર્ભ (પરિચય અને અગત્ય)
૩.૩.૧ વીડિયો, PPT, ચિત્રો, ચાર્ટસ્, નમૂના, ફલેશ કાર્ડસ
3.3.2
કમ્પ્યૂટર શિક્ષણ વેબસાઇટ પરિચય (કોઇ બે)
૩.૩.૩ કમ્પ્યૂટર શિક્ષણ સામાયિક પરિચય (કોઇ બે)
૩.૩.૪ કમ્પ્યૂટર ડિકશનરીનો પરિચય અને ઉપયોગ
એકમ-૪ શાલેય શિક્ષણ અને વહીવટમાં કમ્પ્યૂટર (પ્રવૃત્તિ આધારિત એકમ)
૪.૧ શાલેય વહીવટમાં અને શિક્ષણમાં કમ્પ્યૂટર : અર્થ અને ઉપયોગી
૪.૨
શાળા કક્ષાએ નીચે મુદાને અનુલક્ષીને કમ્પ્યૂટરનો ઉપયોગ કરી પ્રોજેકટ
કરવો. (પ્રવૃત્તિના અહેવાલ, પગારબીલ, રજા રીપોર્ટ, વહીવટી
પ્રત્યાયન, મૂલ્યાંકન, હાજરી પત્રક)
૪.૩ કમ્પ્યૂટરના માધ્યમોનો ઉપયોગ કરી બે માઇક્રોપાઠ કૌશલ્ય અને બે
સેતુપાઠ તૈયાર કરવા
૪.૪ કોઇ બે શૈક્ષણિક સોફટવેરની ઉપયોગ માર્ગદર્શિકા (Manual) તૈયાર
કરવી.
નોંધ : બંને સત્રમાં એકમ-૪ માંથી સૈદ્ધાંતિક પ્રશ્નો પણ પુછવામાં
આવશે.
કમ્પ્યુટર શિક્ષણ :- સંકલ્પના
આજનું શિક્ષણ માત્ર પુસ્તક પુરતુ સિમિત નથી તેની સાથ વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિ પ્રોજેકટનું વિશેષ મહત્વ છે. આજે ગમે તે ક્ષેત્રનું શિક્ષણ લો તો તમને એની સાથે કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે. શાળાઓ સ્માર્ટ સ્કુલ બનતા વર્ગો સ્માર્ટ બનવાની સાથે વિવિધ પ્રોજેકટમાં જ્ઞાન કુંજ, કોમ્પ્યુટર લેબ, બાયસેગ પ્રસારણ મીના રેડિયો જેવા શિક્ષણમાં ઉમેરાતા બાળકોને એ શિખવજામાં બહુ જ રસ સ્માર્ટ ફોનનો ઉપયોગ પણ કોમ્પ્યુટર બેઝ આવતા બાળકોને એ શિખવામાં બહુ જ રસ પડે છે. સંગીત, ચિત્ર, રમત ગમત સાથે કોમ્પ્યુટર શિક્ષણ પણ અતિ આવશ્યક છે.
માનવીના આસપાસના તમામ વ્યવસાયોમાં કોમ્પ્યુટરની અગત્યતા હોવાથી એ શિખવું જરુરી બન્યું છે. ગામડાની ગ્રામ પંચાયત પણ હવે બધુ કામ ઓનલાઇન કરતાં સમાજના છેવાડાનો માનવી પણ કોમ્પ્યુટર શિક્ષણ સાથે જોડાઇ ગયો છે. હિસાબ-કિતાબ પત કોમ્પ્યુટરમાં સ્ટોર થતા હવે પેપર લેસ વહિવટ કે ચોપડા રાખવાનું ભૂતકાળ થઇ ગયું છે. બાળકોને નાનપણથી જ શિક્ષણ સાથે આ વિષયક શિક્ષણ મળતા તે મોટો થાય ત્યારે તેના લાભા-લાભની ખબર પડે છે. બાળકો કોમ્પ્યુટરમાં એનિમેશન જોવે સાથે તેને જે એકમ સમજવાની મુશ્કેલી તે બાબતે તેમાંથી માહિતી મેળવી શકે છે. વિવિધ સોયટવેર અને એપ્લીકેશનની મદદથી સ્વઅઘ્યયન, સ્વમૂલ્યાંકન બાળક તેના સહારે જાત કરવા લાગે છે.
માહીતીના સંગ્રહ કરીને સમય આવ્યે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. સાથો સાથ માહિતીની આદાન પ્રદાન માટે કોમ્પ્યુટર બેસ્ટ છે. આજના સમયમાં શિક્ષણમાં કોમ્પ્યુટર અનિવાર્ય જરુરીયાત બન્યું છે. બાળક ધો. 1 થી ગ્રેજયુટ થયા બાદ જયારે સર્વિસ શોધવા જાય ત્યારે પ્રથમ પ્રશ્ર્ન પૂછે કે તમને કોમ્પ્યુટર આવડે છે? આજે ડોકટર પણ દવાનો કાગળ હાથે લખતા નથી. આજના યુગમાં તેના આગમને માનવીના ઘણા કામો સહેલા કરી દીધા છે. આજે શિક્ષણની સાથે માહીતી અને સંચાર સાથે રેડિયો ટેલિવિઝન, વિડીયો, ડીવીડી, ટેલીફોન લાઇન અને મોબાઇલ ફોન સાથે ઉપગ્રહોની શ્રેણીઓ, કમ્પ્યુટર અને નેટવર્ક હાર્ડવેર અને સોફટવેર જેવાનો સમાવેશ થાય છે. ઇન્ટરનેટના માઘ્યમથી આજે દુનિયાભરની તમામ વસ્તુઓની માહીતી મેળવીને આપણાં જ્ઞાનમા: વધારો કરી શકીએ છીએ.
ઇન્ટરનેટની પ્રચલિત ભાષા અંગ્રેજી છે. મોબાઇલ ફોનની મુખ્ય ભાષા પણ અંગ્રેજી છે. વીન્ડો કે એન્ફોઇડ બેઝ ફોન વપરાશને કારણે અભણ લોકો પણ અંગ્રેજીના નાના શબ્દો લખતા થઇ ગયા છે. આજે તો સમગ્ર ઉશક્ષમાં કોમ્પ્યુટરનું વિશેષ મહત્વ છે. આજે તમામ વ્યવહારો પણ આ થીયરીથી કામ કરવાને કારણે લોકોએ હવે એ શિખવું જ પડશે. સરકારે પણ ધો. 6 થી 8 અને 9 થી 1ર માં વિષય દાખલ કર્યો હોવાથી લોકો વધુને વધુ આ પરત્વે શિક્ષણ લેવા કાર્યરત થયા છે. આજે પુસ્તકોમાં પણ કયુ.આર. કોડ આવવા મંડયા છે. તેને તમે સ્કેન કરીને તેની પ્રવૃતિઓ, વિવિધ પ્રશ્ર્નો સાથે જાતે સ્વઅઘ્યન કરી શકો છો. તમારે બુકની પણ જરૂરિયાત રહેતી નથી ફકત મોબાઇલ ફોન કે કોમ્પ્યુટરના માઘ્યમથી તમો બધુ જ જાતે કરી શકો છો.
શિક્ષણની સાથે ઇન્ફરમેશન ટેકનોલોજીનો એક નવો યુગ શરુ થઇ ગયો છે. શૈક્ષણિક સંસ્થાઓમાં કોમ્પ્યુટરાઇઝેશન આવતા મલ્ટી મીડીયા સામે પ્રોજેકટરો, બોર્ડ, પ્રિન્ટર્સ, સ્કેનર્સ, મોડેમ વિગેરે શિક્ષકો અને છાત્રો માટે જરુરી અંગો બની ગયા છે. દરેક શાળામાં કોમ્પ્યુટર લેબ હોય છે. ઇલેકટ્રોનિક પાઠય પુસ્તકોનો જમાનો આવી ગયો છે. છાત્રને હવે વિકસવા માટે કોઇ સમસ્યા નડતી નથી. આજે તો શિક્ષણ માહિતી ટેકનોલોજીનું કેન્દ્ર છે. ઉચ્ચ ગુણવતા સાથે સ્વશિક્ષણની પૂરતી તક મળે છે. છાત્રોના વ્યકિતગત બૌઘ્ધિક વિકાસને વેગ સાથે નવી તકો પ્રદાન કરે છે.
આજે દરેક ક્ષેત્રેમાં ઇર્ન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીને મહત્વ અપાય છે. શિક્ષણ કાર્ય દરમ્યાન અનેક બાબતો મુદ્દા એવા આવે કે એને સીધે સીધુ સમજાવવું કઠિન હોય છે, જેમ કે બ્રહ્માંડની રચના, પ્રાણીકોષ, તોફાન, પિરામીડ, વનસ્પતિ કોષ વિગેરે સમજાવવા માટે ટેકનોલોજી આપણની મદદ કરે છે. આજે શિક્ષકોને પણ આઇ.ટી.નું જ્ઞાન હોવું જરુરી છે. વર્ગખંડમાં તેનો કેમ ઉપયોગ કરવો તે તેને જાણવું જરુરી છે. આજ કારણે આજના યુગમાં શિક્ષણ અને ટેકનોલોજીનો સંગમ થયોને શિક્ષણમાં ઘરમૂળથી પરિવર્તન આવ્યું છે.
આજે છાત્રોને આંગણીના વેઢે રહેલું ઇન્ટરનેટ એક લાયબ્રેરી કરતાં પણ વધુ માહીતી ઉપલબ્ધ કરાવી શકે છે. આજે તો માહીતીના પ્રચાર-પ્રસારની ઝડપ દિવસેને દિવસે વધતી જાય છે. આજે તો શિક્ષણ મેળવવાના વિવિધ મોડેલ આવી ચૂકયા છે. જેથી ટેકનોલોજીને કારણે એક જ જ્ઞાનનુે જુદી જુદી રીતે મેળવવાના ઘણા વિકલ્પો છે. ઓડિયો મારફતે શ્રવણ કરીને ગ્રાફિકસ માઘ્યમથી સ્ટોરી સમજે છે. ટેકનોલોજીએ શિક્ષણનો મુખ્ય સ્ત્રોત બનવામાં સફળતા મેળવી છે. શિક્ષણની ભૂમિકાને માત્ર જ્ઞાન મેળવવાથી આગળ જઇ જઇને કૌશલ્ય મેળવવા સુધી સહેલું કરે આપેલ છે.
ડિજિટલ ટુલ્સનો ઉપયોગ કરીને આધુનિક શૈક્ષણિક પઘ્ધતિઓ વિકસી છે. શાળાઓનું ફયુચર આવી ટેકનોલોજીના સહારે વધવા લાગ્યું છે. કોમ્પ્યુટરના વિવિધ કોર્ષોમાં બેઝીક કોર્ષ, ગુજરાતી, અંગ્રેજી ટાઇપીંગ સાથે સી.સી.સી. સ્પોકન અંગ્રેજી, ટેલી. કોરલ ડ્રો, ફોટો શોપ, સી પ્લસ પ્લસ, વેબસાઇટ ડીઝાઇન, ગ્રાફિકસ ડિઝાઇન વિગેરે જેવા કોર્ષો છે જે ટુંકાગાળામાં શીખી ને છાત્રો તેનો શિક્ષણમાં ઉપયોગ કરી શકે છે. ધો. 10 પાસ કે નાપાસ છાત્ર ટુંકાગાળાનો આઇ.ટી.આઇ. માં વ્યવસાય લક્ષી ટેકનીકલ કોર્ષ કરીને સારુ કમાય શકે છે.
આજના મા-બાપો એ ઇર્ન્ફોમેશન ટેકનોલોજીના મહત્વને સમજીને તેના સંતાનોને આવા વિવિધ કોર્ષો કરવા પ્રેરણા આપવાની જરુર છે. આજની ર1મી સદી જ્ઞાનની સદી છે ત્યારે છાત્રો વધુમાં વધુ જ્ઞાન મેળવીને તેનો વિકાસ કરે તે ખુબ જ જરુરી છે.
Thursday, January 27, 2022
Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .
-
આજના ઇન્ફર્મેશન ટેક્નોલૉજીના યુગમાં કમ્પ્યૂટર અને કમ્પ્યૂટર આધારિત વસ્તુઓનો ઉપયોગ વધતો જાય છે. સમાજમાં કોઇ પણ ક્ષેત્ર એવું નહિ હોય કે જ્યાં ...
-
An input device is essentially a piece of hardware that sends data to a computer. Most input devices either interact with or control the c...
-
Anuja Gujarati Font Download Karva mate Click here : Download Anuja Font