Knoledge Duniya
Search results
Friday, August 16, 2019
Saturday, August 3, 2019
Thursday, August 1, 2019
User interface વિશે સમજાવો.
યુઝર ઇન્ટરફેસ
યુઝર ઇન્ટરફેસ ના બે પ્રકાર છે.
1) કમાંડ લાઈન ઇન્ટરફેસ (CLI) :-
કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા કમ્પ્યુટર પાસેથી કામ લઇ શકે છે. આ માધ્યમને યુઝર ઇન્ટરફેસ કહે છે.
યુઝર ઇન્ટરફેસ ના બે પ્રકાર છે.
1) કમાંડ લાઈન ઇન્ટરફેસ (CLI) :-
કમાન્ડ લાઇન ઇન્ટરફેસ માં કમ્પ્યુટરને સૂચના આપવા માટે લખાણ-આધારિત કમાન્ડ ટાઇપ કરવા પડે છે. આ કમાન્ડો સમૂહ પૂર્વ નિયોજિત હોય છે. જેનું નિશ્ચિત બંધારણ હોય છે. એટલે કે કાર્ય હોય છે ટૂંકમાં જે પ્રક્રિયા કરીને આઉટ મેળવવાનું હોય તે પ્રક્રિયાનું કમાન્ડ આપીને નિર્દેશ કરવામાં આવે છે જે ફક્ત કીબોર્ડ દ્વારા જ કરી શકાય છે.
કમાંડ લાઈન ઇન્ટરફેસ નો ઉપયોગ સરળ નથી, કારણકે ઉપયોગ કરનારે માત્ર કમાન્ડ નહીં પણ તેને લગતા બધા નિયમો એ પણ યાદ રાખવા પડે છે. જો ટાઈપ કરવામાં એકાદ ભૂલ થઈ ગઈ હોય તો DOS ( ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ) એ કમાન્ડ સમજી શકતું નથી આથી તેને જે કામ કરવાનું કહ્યું હોય તે તેનાથી થઈ શકતું નથી.
DOS ( ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ) માં command line ઇન્ટરફેસ નો ઉપયોગ થાય છે.
2) ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ (GUI) :-
આજકાલ મોટા ભાગના કમ્પ્યુટરમાં ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ હોય છે. આ સિસ્ટમમાં સ્ક્રીન પરના ચિત્રો કે ગ્રાફિક્સ પર માઉસ વડે ક્લિક કરીને કમ્પ્યુટરને સૂચનાઓ આપવાની હોય છે. આથી જી યુ આઈ માં કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે તમારે કોઈ કમાન્ડ યાદ રાખવા પડતા નથી કોઈપણ કામ કરવા માટે તમારે પસંદગીના ટુલ્સ કે કમાન્ડ અથવા તેના સંબંધિત બટન કે સ્ક્રીન પરના આઇકન પર માત્ર ક્લિક કરવાનું રહે છે.
વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ એ ખૂબ જ પ્રચલિત ગ્રાફિક્સ યુઝર ઈન્ટરફેસ છે.
Wednesday, July 31, 2019
Computer Mouse વિશે
કોમ્પ્યુટરમાં માઉસ 'પોઇંટીંગ ડિવાઇસ' તરીકે કાર્ય કરે છે.
કોમ્પ્યુટર માટે, કી – બોર્ડ પછી સૌથી વધુ ઉપયોગી ડીવાઈસ, માઉસ છે. હાલના તમામ કોમ્પ્યુટર ગ્રાફિકલ એન્વાયરમેન્ટમાં જ ચાલતા હોવાથી તેના માટે માઉસનો મહતમ ઉપયોગી થાય છે. માઉસને ‘પોઇન્ટીગ ડીવાઈસ’ વડે પણ ઓળખવા આવે છે. તેનો ઉપયોગ વિન્ડોઝ જેવી GUI (ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ) માટે વધુ પ્રમાણમાં થાય છે. માઉસની મદદથી ફાઈલને લોકેટ કરવી,કોપી કે મુવ કરવી, જેવા કાર્યો ઉપરાંત બીજા ઘણા કર્યો કરી શકાય છે.
માઉસમાં મુખ્યત્વે બે બટન હોય છે. નવા માઉસમાં ત્રણ બટન પણ આપેલા હોય છે. અગાઉના માઉસ રોલર ટાઈપ આવતા જેમાં, માઉસની બેઝમાં એક બોલ આપવામાં આવતો તેને ફેરવવાથી તેની સાથે લાગેલ બે રોલર લેસર બીમનો ઉપયોગ કરીને માઉસનું લોકેસન નક્કી થાય છે.
માઉસ એ યુઝરનાં એક હાથમાં રહેતું એક કે વધુ બટન ધરાવતું સાધન છે.જેમાં ક્યારેક ચક્ર પણ હોય છે. વર્તમાન સમયમાં ઓપ્ટીકલ માઉસ, સ્ક્રોલ માઉસ, યુએસબી માઉસ વગેરે જાતનાં કોમ્પ્યુટર માઉસ જોવા મળે છે.
હાલમાં કોમ્પ્યુટર ચલાવવા માટે Windows જેવી ઓપરેટીંગ સીસ્ટમનો ઉપયોગ વધુ થાય છે.
જે GUI (Graphical User Interface) ખાસિયત ધરાવે છે. તેમાં માઉસનો વધુ ઉપયોગ થાય છે. માઉસના જમણી બાજુના બટનનો ઉપયોગ વધુ થાય છે. જેથી હાલના કમ્પ્યુટરમાં માઉસ અનિવાર્ય ઇનપુટ સાધન છે.. જેના વગરની કમ્પ્યુટરની કલ્પના કરવી અશક્ય છે.
Saturday, July 27, 2019
Mother Board મધર બોર્ડ
મધરબોર્ડ દરેક કમ્પ્યુટર અથવા લેપટોપના સૌથી મહત્વપૂર્ણ ઘટકોમાંનું એક છે.
કમ્પ્યુટરના અન્ય ભાગો વચ્ચે જોડાણ અને સંદેશાવ્યવહાર માટે મધરબોર્ડ જવાબદાર છે.
મધરબોર્ડને સિસ્ટમ બોર્ડ કે મેઈન બોર્ડ પણ કહેવામાં આવે છે. તે એક પ્રકારનું પ્રિન્ટેડ બોર્ડ છે, તેમાં વિવિધ સોકેટો આવેલી હોય છે.
યોગ્ય મધરબોર્ડને પસંદ કરવું એ જરૂરી છે કારણ કે તે પીસીના સફળ બિલ્ડિંગ માટે જરૂરી પાર્ટ છે. જો તમારી પહેલેથી જ તમારી જરૂરિયાતો શું છે તે હોય તો તમે સરળતાથી યોગ્ય મધરબોર્ડ પસંદ કરી શકશો.
મધરબોર્ડમાં વિવિધ પ્રકારની ચિપ્સ આવેલી હોય છે. તેમાંથી સૌથી અગત્યની ચિપ પ્રોસેસર છે, જેને ધ્યાનમાં લઈ દરેક લોકો કમ્પ્યુટર ખરીદતા હોય છે.. જેમકે હાલમાં Core i 7 પ્રોસેસર વાળા કમ્પ્યુટરની માંગ વધારે છે.
પ્રોસેસરનું મુખ્ય કામ આદેશ માનવાનું અને બીજા આવેલા પાર્ટ્સ પાસે થી કામ લેવાનું છે.
પ્રોસેસર તમારા પીસી, લેપટોપ, મોબાઈલ ફોન કે ટેબ્લેટ નું મુખ્ય ભાગ છે. તમે તેને કમ્પ્યુટરના મગજ તરીકે ગણો તો પણ ચાલે. ખરેખર તો પ્રોસેસર એક નાની કોમ્પ્યુટર ચીપ છે જેને મુખ્ય સર્કીટ બોર્ડ એટલે કે “મધરબોર્ડ” ઉપર ફીટ કરવામાં આવે છે. પછી કોમ્પ્યુટરના બીજા પાર્ટ્સ જેવા કે હાર્ડડીસ્ક, રેમ, ગ્રાફિક્સ કાર્ડ, કીબોર્ડ ને તેની સાથે જોડવામાં આવે છે.
પ્રોસેસર ની અંદર આવેલા હોય છે ટ્રાન્ઝીસ્ટર. આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે કોમ્પ્યુટર માત્ર ૦ અને ૧ ની બાઈનરી લેન્ગવેજ સમજે છે, આ ટ્રાન્ઝીસ્ટર છે આ ભાષા સમજે અને એ પ્રમાણે કામ કરે છે. આવા ટ્રાન્ઝીસ્ટર સેકડો નહિ પરંતુ અબજો ની સંખ્યા માં હોય છે. ઇન્ટેલ ના પ્રોસેસર I7 સામાન્ય રીતે ૧.૭૫ અબજ જેટલા ટ્રાન્ઝીસ્ટર હોય છે અને દરેક પ્રોસેસર માં આ અલગ અલગ હોય શકે છે. આટલા ટ્રાન્ઝીસ્ટર હોવા છતા આ ચીપ ની સાઈઝ માત્ર અમુક મીલીમીટર ની જ હોય છે. આ આજ ની હાઈ ટેક ટેકનોલોજી નો કમાલ છે જે એટલા નાની સાઈઝ માં અબજો ટ્રાન્ઝીસ્ટર ફીટ કરી દે છે.
આ ઉપરાંત મધરબોર્ડમાં
ગ્રાફિક્સ કાર્ડ
(સારી પિક્ચર ક્વોલિટી તેમજ ગેમિંગ માટે )
મેમરી કાર્ડ સ્લોટ
(જેમાં મેમરી એટલે કે રેમ જોડી શકાય છે.)
ઓડીઓ પોર્ટ
(જેના થકી સ્પીકર, માઇક, હેડફોન જોડી શકાય)
Vga પોર્ટ
(જેના થકી મોનીટરને જોડી શકાય)
Usb પોર્ટ
(જેના થકી કમ્પ્યુટરમાં પેન ડ્રાઇવ, મોબાઈલ, એક્સ્ટર્નલ હાર્ડ ડિસ્ક, કીબોર્ડ, માઉસ વગેરે જેવા ઉપકરણો જોડી શકીએ છીએ)
હાર્ડ ડિસ્ક સ્લોટ
(જેમાં કમ્પ્યુટરમાં રહેલી સૌથી વધુ સંગ્રહ કરતી સ્ટોરેજ ડિવાઇસને જોડી શકાય છે.)
નેટવર્ક પોર્ટ
(જેમાં બે થી વધુ કમ્પ્યુટરને જોડવા તેમજ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી માટે ઉપયોગમાં લેવા માટે હોય છે)
પાવર પોર્ટ
(જેના થકી કમ્પ્યુટરને વીજ પુરવઠો સપ્લાય માટેનું ઉપકરણ SMPS જોડી શકાય)
HDMI પોર્ટ
(આધુનિક કમ્પ્યૂટરમાં હાલના LED મોનીટર કે tv ને જોડવા માટે ઉપયોગી)
ટૂંકમાં મધરબોર્ડ વગર કમ્પ્યુટર એ આત્મા વગરના શરીર જેવું છે...
આભાર...
કમ્પ્યુટર શિક્ષક
Ramde Dangar
Navyuv B.Ed. College Virpar (Morbi)
Saurashtra University
Subject
B.Ed. CC-5 (Computer)
Wednesday, July 24, 2019
Saturday, July 20, 2019
કમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે... (CC 5 B.Ed.)
પ્રશ્ન : કમ્પ્યુટરની કાર્ય પધ્ધતિ વર્ણવો.
અથવા
કમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે...
અથવા
કમ્પ્યુટરનું બંધારણ
અથવા
કમ્પ્યુટરનું સાદું મોડેલ સમજાવો
અથવા
કમ્પ્યુટર વિશે સમજ આપો...
ઉપરોક્ત ગમે તે પ્રશ્ન પુછાય તેનો જવાબ....
Computer
અથવા
કમ્પ્યુટર કેવી રીતે કાર્ય કરે છે...
અથવા
કમ્પ્યુટરનું બંધારણ
અથવા
કમ્પ્યુટરનું સાદું મોડેલ સમજાવો
અથવા
કમ્પ્યુટર વિશે સમજ આપો...
ઉપરોક્ત ગમે તે પ્રશ્ન પુછાય તેનો જવાબ....
**પરીક્ષા વર્ક :-
તમારી બુકમાં ઉપરોક્ત બ્લોગમાં આપેલ સંદર્ભમાંથી... 2 પેજનો જવાબ તમારી મુજબ સરળ ભાષામાં લખવાનો... છે...
કુલ 4 પેજ છે... તેમાંથી મિક્સ કરી... સરસ વર્ણન દ્વારા પ્રશ્ન તૈયાર કરવો... અને પાકો કરી જ નાખવો... કારણકે ગમે તે પ્રશ્ન પુછાય... આ તો લખવાનું જ રહેશે...
અને આ વખતે આ પ્રશ્ન પૂછશે જ...
તા.ક. નોંધ :- સ્કેન કરેલ પેજ પર ક્લિક કરશો... તો જ તમને પેજ સારી રીતે વાંચવા મળશે....
Navyug B.ed College Morbi
Sau. Uni
CC-5, CC5Computer
Subscribe to:
Posts (Atom)
Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .
-
Anuja Gujarati Font Download Karva mate Click here : Download Anuja Font
-
An input device is essentially a piece of hardware that sends data to a computer. Most input devices either interact with or control the c...
-
કોમ્પ્યુટર કે જેની હવે ડગલે ને પગલે જરૂર પડતું હોય તેવું મહત્ત્વ નું ઉપકરણ બની ગયું છે. આજે તમે રિલાયન્સ ની ઓફિસ જુઓ કે સામાન્ય કરિયાણા ની દ...
















