Knoledge Duniya

Search results

Saturday, September 26, 2020

CPU વિશે નોંધ લખો.

C.P.U. (Central Processing Unit)

CPU એ એક કોમ્પ્યુટરના હાર્ડવેરનો ખુબ જ મહત્વનો  ભાગ છે.  આપના શરીરમાં મગજ વડે બધી ક્રિયાઓનું નિયમન,  નિયંત્રણ થાય છે.  તે રીતે CPU પણ કોમ્પ્યુટરનું મગજ છે. તેના વડે કોમ્પ્યુટરની બધી  પ્રક્રિયાઓનું નિયમન, નિયંત્રણ થાય છે.



CPU માં મુખ્યત્વે નીચે દર્શાવેલા  ભાગો આવેલા હોય છે.

Control  Unit 

Arithmetic & Logic Unit

Memory Uniત


Control Unit :- 

Control Unit ની સરખામણી માનવ મગજ  તથા તેના સમગ્ર દેહમાં ફેલાયેલા જ્ઞાનતંતુઓના  જાળાઓ સાથે કરી શકાય. 

તે કોમ્પ્યુટરના દરેક  ભાગોનું સંકલન, સંચાલન અને નિયમન કરે છે. તે મુખ્યત્વે નીચે મુજબના કામો કરે છે.

Input સાધન મારફત મેળવેલ ડેટા મેઈન મેમરીમાં સ્ટોર કરવા. જરૂર પડે ત્યારે ALU ને આપવા.

Memory માં પ્રોગ્રામનો સંગ્રહ કરવો. તેમાંથી ક્રમબદ્ધ રીતે સૂચનાઓ મેળવી તેનું અર્થધટન કરી જે તે વિભાગને તે અનુસાર આદેશ આપવા.

ALU માંથી પરિણામને મેમરીમાં મોકલવું અથવા Output  માટે જે તે Device ને મોકલવું.

કોમ્પ્યુટરના દરેક વિભાગો પાસે તેની પ્રક્રિયા જરૂરી સમયમર્યાદામાં પૂરી કરાવવાનું  તેમજ તેના ઉપર નિયંત્રણ રાખવાનું.

ALU :- Arithmetic & Logic Unit

કોમ્પ્યુટરના આ વિભાગમાં સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ગાણિતિક પ્રક્રિયા તેમજ AND,OR, NOT  જેવી તાર્કિક અને નિર્ણયાત્મક પ્રક્રિયાઓ થાય છે. પ્રક્રિયાને અંતે જવાબ Output  ને કે Memory ને આપવામાં આવે છે.  આમ ALU એ Main Memory વડે Control – Unitના નિયમનમાં રહીને ગાણિતિક  અને તાર્કિક પ્રક્રિયાઓ કરી આપે છે.

Memory Unit

તેનું કામ માહિતીનો સંગ્રહ કરવાનું છે. પ્રક્રિયાને અંતે મળતો જવાબ કે વચગાળાના પરિણામોનો  સંગ્રહ  તેમાં થાય છે. જયારે કોઈ પ્રોગ્રામ ચાલુ કરીએ  ત્યારે  તે પ્રોગ્રામને  સંલગ્ન ડેટાનો સંગ્રહ આ પ્રકારની  મેમરીમાં થાય છે. જરૂર પડે ત્યારે આ સંગ્રહ  કરેલ માહિતી  ફરીથી મેળવી શકાય છે. તેને  Internal Memory પણ કહે છે. તેની ઝડપ ઘણી વધુ હોય છે.

તેના મુખ્ય બે પ્રકાર પડે છે. 

(1) ROM  :- Read Only Memory

(2)  RAM  :- Random Access Memory

(આ વિશે અગાઉ નોંધ લખાઈ ગઈ છે)


CPU વિશે વિસ્તૃત નોંધ લખવા માટે CPU પર ક્લિક કરો.

👇  

 CPU


CC5 યુનિ. માં પુછાય શકે તેવા પ્રશ્નો માટે  Question ક્લિક કરો.

QUESTION

Friday, September 25, 2020

કમ્પ્યુટર પરિચય

કમ્પ્યુટર પરિચય હેઠળ CC5 માં સમાવિષ્ટ અભ્યાસક્રમના વિવિધ મુદ્દાઓને સંકલિત કરતી ટુંકનોંધો.. તેમજ પ્રશ્નોની યાદી આપેલ છે..

જેમાં MCQ પ્રશ્નો ને CC5 માં વિભાગ A માં પૂછતાં 2 માર્ક્સ વાળા એક બે વાક્યોવાળા પ્રશ્નો તરીકે ધ્યાનમાં લઈ તે રીતે પ્રશ્ન બનાવવા... જેમાં આપે વિકલ્પોની નોંધ ન કરતા ફક્ત એક વાક્યમાં તેમાં આપેલ જવાબ જ નોંધ કરશો..

જ્યારે 5 માર્કસવાળા નિબંધ પ્રકારના પ્રશ્નો તૈયાર કરશો એટલે... 3 માર્ક્સ વાળા પ્રશ્નો તેની સાથે જ તૈયાર થઈ જશે...તેટલી મહેનત ઓછી કરવી...

નીચે આપેલ સંકલિત પેજમાં દર્શાવેલ પ્રશ્નો અને માહિતી એસાઇમેન્ટ પ્રશ્નો તરીકે બનાવવામાં મદદરૂપ થશે.

(ખાસ નોંધ અહીં જે ઇમેજ મુકેલ છે.. તેને સ્પષ્ટ વાંચવા માટે zoom ન કરતા તેના પર ક્લિક કરશો..)







વિવિધ પ્રશ્નોની યાદી






Wednesday, September 23, 2020

Sunday, September 20, 2020

Computer Keyboard વિશે સંપૂર્ણ માહિતી




કોમ્પ્યુટર કે જેની હવે ડગલે ને પગલે જરૂર પડતું હોય તેવું મહત્ત્વ નું ઉપકરણ બની ગયું છે. આજે તમે રિલાયન્સ ની ઓફિસ જુઓ કે સામાન્ય કરિયાણા ની દુકાન જુઓ ત્યાં તમને કોમ્પ્યુટર જોવા મળી જશે. કોમ્પ્યુટર નો ઉપયોગ માત્ર હિસાબ-કીતાબ માટે જ નથી થતો તે આપણ ને બધાને ખ્યાલ છે. આજ ના સમય મા સામાન્ય ગણતરી થી લઈ ને ખગોળ વિજ્ઞાન ની ગણતરીઓ સુધી ના તમામ કાર્યો તેમા કરવામા આવે છે. આજે પહેલા ધોરણમા અભ્યાસ કરતા બાળક થી લઈને માસ્ટર કે પીએચડી ડીગ્રી કરતાં વિદ્યાર્થી માટે કોમ્પ્યુટર ઘણું જ જરૂરી સાધન બની ગયું છે.

આ કોમ્પ્યુટર ની તમે જ્યારે કલ્પના કરો ત્યારે તમારે તમારા મગજમા માત્ર કોઈ ડેસ્કટોપ ની જ કલ્પના નથી કરતા પણ તેમાં લેપટોપ થી લઈને તમારા મોબાઈલ નો પણ સમાવેશ થઈ જાય છે. કેમ કે અત્યાર ના મોબાઈલે ઘણા કામ સરળ કરી દીધા છે અને તે પણ એક પ્રકાર નુ કોમ્પેક્ટ કંપ્યુટર બની ગયું છે. તેનો ઉપયોગ કરતા સમયે તમારે મુખ્યે બે વસ્તુ ની જરૂર પડતી હોય છે જેમાં એક છે કી-બોર્ડ અને બીજું છે માઉસ. આ બન્ને વગર તમે કોમ્પ્યુટર નો વપરાશ કરી શકતા નથી.

જો તમારે ગુગલ પર સાવ સામાન્ય સર્ચ કરવી હોય તો પણ તમારે કી-બોર્ડ ની જરૂર તો પડે જ છે. શું તમને ક્યારેય કી બોર્ડ વાપરતી વખતે એવું પ્રશ્ન થયો છે કે શા માટે આ કી-બોર્ડ પર લખાયેલ અંગ્રેજી મૂળાક્ષરો ક્રમ પ્રમાણે નથી લખવામાં આવતા અને આડા-અવળા ક્રમમા લખવામા આવે છે. આ કોમ્પ્યુટર સાથે જોડાયેલું મોટું કી-બોર્ડ લઈ લો કે પછી લેપટોપ તેમાં આવતું કી-બોર્ડ હોય કે પછી તમારા મોબાઈલ મા રહેલ તમામ મા આ એક સમાનતા તો જોવા મળશે જ.

કીબોર્ડ એટલે શું ?

કમ્પ્યુટરમાં કીબોર્ડ એક પ્રકારનું હાર્ડવેર ડિવાઇસ છે જેની મદદથી તમે કમ્પ્યુટરમાં કોઈ પણ લખાણ લખી શકો છો અને કમ્પ્યુટર સાથે કમ્યુનિકેટ કરવા માટેનું મુખ્ય ઉપકરણ કી-બોર્ડ પણ છે. કીબોર્ડ એક ઈનપુટ ડિવાઇસ છે જેની મદદથી તમે કમ્પ્યુટરની અંદર અલગ અલગ પ્રકારના ડેટા દાખલ કરી શકો છો.

કીબોર્ડનું ડિઝાઇન ટાઈપરાઈટર પરથી આવ્યું છે અને કીબોર્ડમાં એવી રીતે બટનને મૂકવામાં આવેલા છે જેથી એક કમ્પ્યૂટર યુઝર સરળતાથી કમ્પ્યુટરમાં કોઈપણ પ્રકારના ડેટા દાખલ કરી શકે છે અને કમ્પ્યુટરને પોતાના આદેશ પણ આપી શકે છે.

કીબોર્ડના ઉપયોગ

  • કીબોર્ડનો ઉપયોગ કમ્પ્યુટરમાં કોઈ પણ ડેટાને દાખલ કરવા માટે થાય છે.
  • કમ્પ્યુટરમાં લખાણ લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે.
  • કમ્પ્યુટરને જો કોઈ કમાન્ડ આપવી હોય તો પણ કીબોર્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
  • કીબોર્ડની મદદથી તમે કમ્પ્યુટરમાં કોડિંગ કરી શકો છો.
  • કીબોર્ડની મદદથી તમે કમ્પ્યુટરમાં ગેમ રમી શકો છો.
આવા ઘણા ઉપયોગ કીબોર્ડના છે પણ મુખ્ય ઉપયોગ જોઈએ તો કમ્પ્યુટરમાં લખાણ લખવા અને તેનું આઉટપુટ લાવવા માટે કીબોર્ડ ખૂબ જ મહત્વનું હાર્ડવેર ડિવાઇસ છે.

કીબોર્ડમાં કેટલી key (બટન) હોય છે ?

કીબોર્ડમાં કેટલા બટન છે એ જાણવા જઈએ તો તેનો કોઈ ફિક્સ જવાબ નથી કારણ કે અત્યારે માર્કેટમાં કેટલાય અલગ-અલગ મોડેલ અને અલગ-અલગ જરૂરિયાત મુજબના કીબોર્ડ ઉપલબ્ધ હોય છે તેને લીધે બધામાં બટનની સંખ્યા અલગ-અલગ જોવા મળે છે.

મોટાભાગના કીબોર્ડમાં 96 થી લઈને 106 સુધીના બટન હોય છે પણ અમુક કીબોર્ડમાં ફંક્શન કી વધારે પણ હોય અને અલગ-અલગ સ્પેશલ કી પણ આપવામાં આવે છે તેને લીધે કીબોર્ડમાં તમને બટન વધારે જોવા મળી શકે છે. તો કીબોર્ડ અલગ-અલગ પ્રકારના હોવાથી તેમાં કેટલા બટન હોય છે તેનો કોઈ ફિક્સ આંકડો નથી.




QWERTY કી બોર્ડ અને ઇતિહાસ

તમે જયારે પણ ટાઈપ કરતા હશો ત્યારે તમને પ્રશ્ન તો થતો હશે કે શા માટે કીબોર્ડ પર છાપવામા આવેલી આ અંગ્રેજી અક્ષરો સળંગ ક્રમ પ્રમાણે લખવામા આવતા નથી પરંતુ આ રીતો એક વિચિત્ર જ ક્રમમા લખવામાં આવે છે. આ કી-બોર્ડ ને ક્વર્ટી (QWERTY) કી-બોર્ડ કહેવામા આવે છે. તમે જોશો કે કી બોર્ડની આલ્ફાબેટવાળી પ્રથમ લાઈન ના પ્રથમ પાંચ અક્ષર આ જ હોય છે અને માટે તેને ક્વર્ટી કી બોર્ડ કહેવામા આવે છે. પણ તમને આલ્ફાબેટ ની આ પ્રકાર ની ગોઠવણી શા માટે છે તે વિષે નહીં ખ્યાલ હોય. તેની પાછળનું કારણ ઘણું જૂનું છે.

આ વાત છે એ સમયની જયારે મેન્યુઅલ ટાઈપરાઇટર પર  કરવામા આવતું. શરૂઆતના કી બોર્ડમા તેની કી પર એબીસીડી ના ક્રમ પ્રમાણે જ આલ્ફાબેટ છાપવામા આવતા હતા પરંતુ ધીરે-ધીરે કીબોર્ડ પર માણસ ની ટાઈપ કરવાની ઝડપ વધવા લાગી અને આ રીતે ક્રમ પ્રમાણે આલ્ફાબેટ રાખવાની ગોઠવણી ના કારણે વ્યક્તિ જ્યારે ટાઇપ કરતા ત્યારે ટાઇપરાઇટર ની કી ગુંચવાઈ જતી અને આ લીધે ટાઇપરાઇટર જામ થઈ જતું. આ સમસ્યા ના લીધે એક ઉંડા સંશોધન બાદ QWERTY કી બોર્ડ ની ડીઝાઈન તૈયાર કરવામાં આવી. આ સંશોધન ને આશરે પાંચ વર્ષ નો સમય લાગ્યો. જેમાં ઘણી બધી ટ્રાય કરવામાં આવી અને ઘણી બધી નિષ્ફળતાઓ પણ મળી પરંતુ છેવટે તેમને સફળતા પ્રાપ્ત થઇ અને જે અક્ષરો નો સૌથી વધુ ઉપયોગ અંગ્રેજી ભાષામા થતો તે અક્ષરો ને દૂર ની કી આપવામા આવી જેથી કરીને ટાઇપ કરનાર વ્યક્તિ ની ઝડપ ઘટે અને ટાઇપરાઇટર જામ ન થાય. ત્યારબાદ આ જ ગોઠવણ એક સ્ટાન્ડર્ડ એરેન્જમેન્ટ થઈ ગઈ અને ત્યારથી તે અત્યાર સુધીમા આ જ એરેન્જમેન્ટ ચાલતી આવી છે. આ ક્વર્ટી કી બોર્ડની રૂપરેખા ક્રિસ્ટોફર શૉલ્સે તૈયાર કરી હતી.

સૌપ્રથમ ૧૮૭૩મા આવેલ ટાઇપરાઇટર મા અંગ્રેજી અક્ષરો નો ઉપયોગ આ રીત પ્રમાણે જ થયો હતો. ત્યારબાદ આ કીબોર્ડ ના ડીઝાઈન ના રાઇટસ સફળતાપૂર્વક ઈ. રેમિંગ્ટન એન્ડ સન્સ કંપની ને વેચી દેવામા આવ્યા. આ કંપની ત્યારે હથિયાર તેમજ લેટર ટાઇપરાઇટર્સ બનાવવાનુ કામ કરતી હતી. આ ડીઝાઈન ખરીદ્યા બાદ રેમિંગ્ટને તેમા ઘણા ફેરફારો કર્યા. તમને કદાચ આ સત્યતા નો ખ્યાલ નહી હોય કે qwerty કી બોર્ડ ના ડાબા હાથ ની આંગળીઓ પર આવતા અક્ષરો થી અંગ્રેજી ભાષા ના હજારો શબ્દો ટાઇપ કરી શકો છો જ્યારે જમણી તરફ આવેલા અક્ષરો માંથી સેંકડો શબ્દો ટાઈપ કરી શકાય છે.

ટાઈપરાઈટરની શોધ થઈ ત્યારે મૂળાક્ષરો એ, બી, સી, ડી ના ક્રમમાં જ ગોઠવાયેલા હતા. પણ તે ચાલે એમ ન હતું. કેમ કે ઘણા અંગ્રેજી શબ્દો ટાઈપ કરતી વખતે મૂળાક્ષરની દાંડી એકબીજા સાથે ટકરાતી હતી. અને પરસ્પર ચોંટી પણ જતી હતી. અને ટાઈપિંગનું કામ ધીમું પડી જતું હતું. પરિણામે અંગ્રેજી શબ્દોમાં વધુ ભાગે ક્યા મૂળાક્ષરો એક પછી એક રિપિટ થાય છે તેનું સંશોધન કરવામાં આવ્યું. આ જાતના મૂળાક્ષરોની દાંડીને એકબીજાથી જુદી રાખવા તેમની વચ્ચે અંતર રાખવામાં આવ્યું. સંશોધનના આધારે કી-બોર્ડની ગોઠવણ સદંતર બદલવામાં આવી. પણ આ ગોઠવણ સગવડભરી ન હતી. કેમ કે વધુમાં વધુ કી દબાવવાનું કામ કમજોર આંગળીઓ પર આવતું હતું. તો પણ QWERTY એ જ કી-બોર્ડ દુનિયાભરમાં વપરાવા લાગ્યું.

Q, W, E, R, T, Y કી-પેડ નામ આ રીતે પડ્યું
Q-W-E-R-T-Y-
આ કી-બોર્ડ પર શરૂઆતના મૂળાક્ષરો Q, W, E, R, T, Y વગેરેના ક્રમમાં ગોઠવેલા હોય છે, તેથી તેનું એવું નામ પડ્યું છે. ટાઈપરાઈટર પછી કોમ્પ્યુટર શોધાયું. જેમાં દાંડી જેવું કશું ન હતું. આથી દરેક કીનું સ્થાન કોમ્પ્યુટર ઑપરેટરને માફક આવી શકે એવું રાખી શકાત. છતાં ટાઈપિસ્ટ પણ ફરી તાલીમ લીધા વગર કોમ્પ્યુટર પર કામ કરી શકે એટલે QWERTY નું અગવડભર્યું કી-બોર્ડ ચાલુ રાખવામાં આવ્યું, જે હવે બદલાય એમ નથી.


F અને J બટન પર આડી લાઈન કેમ હોય છે.

તમે કી-બોર્ડ ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે F અને J બટનમાં ઉપર એક હળવી લાઈન ઉપસેલી હોય છે. અને તે key ને સ્પર્શ કરશો તો પણ ખ્યાલ આવી જશે. આ લાઈન ટાઈપિંગને સરળ કરવા માટે મૂકવામાં આવી હોય છે. કી-બોર્ડની વચ્ચેની લાઈનને હોમ રો કહેવામાં આવે છે. જ્યારે કોઈ ટાઈપિંગ શીખે તો તેમની આંગળીઓ વચ્ચેની રો માં રહે છે. ટાઈપિંગ કરતી વખતે ડાબા હાથની આંગણી F પર અને જમણા હાથની આંગણી J ઉપર હોય છે. જ્યારે પણ ટાઈપ કરીએ ત્યારે નજર સ્ક્રીન પર હોય તો F અને J બટન દ્વારા આંગણીઓ કંઈ લાઈનમાં છે તેનો અંદાજ લગાવી શકાય છે.

સૌથી વધુ ઉપયોગમાં લેવાતી key

કી-બોર્ડમાં સૌથી વધારે સ્પેસબારનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા નંબરે Eનો ઉપયોગ થાય છે કેમ કે અંગ્રેજીમાં મોટાભાગના શબ્દોમાં Eનો ઉપયોગ થાય છે. જ્યારે ત્રીજા નંબરે બેકસ્પેસ કી આવે છે. જેનો ઉપયોગ ટાઈપિંગ લખતી વખતે થયેલી ભુલો સુધારવા માટે કરવામાં આવે છે.


કમ્પ્યુટરના કી બોર્ડનું અવનવું

કમ્પ્યુટરનું કી બોર્ડ ઇનપૂટ માટેનું મહત્વનું સાધન છે. તેમાં ટાઈપ કરવા ઉપરાંત અનેક શોર્ટકટ દ્વારા ઘણી ક્રિયાઓ સરળ બનાવવાની સુવિધા છે. સામાન્ય રીતે કી બોર્ડમાં ૮૦ થી ૧૧૦ કીકેપ હોય છે. જેમાં ટાઈપિંગ, નંબર અને કન્ટ્રોલ કી હોય છે. 

કી બોર્ડની ટાઈમિંગ કીની ગોઠવણી જૂના ટાઈપ રાઈટર જેવી જ હોય છે. તેમાં બારાક્ષરી ટાઈપ કરી શકાય છે. અસંખ્ય ભાષાઓ ટાઇપ કરવાની સુવિધા હોય છે. ટાઈપ કીની ગોઠવણી બંને હાથની આંગળીઓને અનુકૂળ પડે તેવી હોય છે.

તેમાં અક્ષરોના વપરાશની માત્રા પણ ધ્યાનમાં લીધી છે. મુખ્ય કીબોર્ડની બાજુમાં ૧૭ કી વાળું ન્યુમરિક બોર્ડ કંમ્પ્યુટરની શોધ પછી જોડાયું તેનો ઉપયોગ અંક ટાઈપ કરવા અને ગણતરી કરવા થાય છે.

કીબોર્ડ પણ નાનું કમ્પ્યુટર જ છે. તેમાં માઇક્રો પ્રોસેસર અને કન્ટ્રોલર હોય છે. તેને મેટ્રિકસની સર્કિટ કહે છે. કોઈ પણ કી દબાવો તો તેની નીચેની સર્કિટ પૂર્ણ થઈને વીજપ્રવાહ દ્વારા સિગ્નલ કમ્પ્યુટરમાં જાય છે. કીને નીચે રબરનું પડ અને તેની નીચે ત્રણ સ્તરવાળુ પ્લાસ્ટિકનું પડ હોય છે. તેમાં કાર્બનનું પડ વીજપ્રવાહની સર્કિટ પૂરી કરવાનું કામ કરે છે. જો કે હવે વાયરલેસ કી બોર્ડ પણ શોધાયા છે.


Teacher
Ramde Dangar
Navyug B.Ed College Virpar Morbi
Saurashtra University
B.Ed CC5 (Computer)

Tuesday, September 15, 2020

કમ્પ્યુટરના પ્રકાર

પ્રશ્ન :- કમ્પ્યુટર ના પ્રકાર સમજાવો.

આ પ્રશ્ન 2, 3 તથા 4 માર્કસમાં પુછાય શકે...


અહીં ક્લિક કરો

Booting process એટલે શું?

Booting process એ ઓપરેટીંગ સિસ્ટમને મેઇન મેમરીમા લોડ કરવું અને કમ્પ્યુટરમા ઇન્સટોલ કરેલા દરેક હાર્ડવેર અને સોફ્ટવેરને ચેક કરવાની પ્રક્રીયા છે. તેના બે પ્રકાર છે.

(1) Cold booting
Cold booting એટલે computer ને shut down કરીને પાછુ ચાલુ કરવાની પ્રક્રિયા.

Cold Booting : Shutdown computer

(2) Warm booting

જ્યારે computer shut down કર્યા વગર બંધ થઇ જાય અને પાછું કોમ્પ્યુટર ચાલુ કરો અથવા રીસ્ટાર્ટ કરો , ત્યારે જે booting process થાય તેને warm booting કહે છે.

Warm Booting : Restarting of computer
Booting procedure of windows operating system

Booting process of windows

BIOS : જયારે computer ચાલુ થાય ત્યારે પ્રથમ BIOS Process ચાલુ થાય છે .
તેના function નીચે મુજબ છે.

POST: Power on self -test:

POST માં operating system કોમ્પ્યુટર સાથે જોડાયેલા બધા જ હાર્ડવેર જેમ કે RAM, key-board, hard disk ચેક કરશે. જો POST process fail થાય તો system beep અવાજ સાથે બંધ થઇ જશે.

Booting order
BIOS, OPERATING SYSTEM ક્યા છે તે ચકાસવાનું કાર્ય કરે છે
EX :- hard disk, optical disk

Read MBR
Master boot records કે જેમાં boot loader હોય.

Boot loader

Boot loader એ નાનો પ્રોગ્રામ છે. કે જે Kernel ને computer ની main memory માં loader કહે છે. જેના બે Stage છે.

પ્રથમ stage
પ્રથમ stage માં Read MBR નામ ની process થાય છે.

બીજુ stage
બીજા stage માં kernel main memory માં load થાય.

Boot files ના functions.
Windows operating system માં ત્રણ boot files હોય છે.

NTLDR
New technology loader આ એક નાનો પ્રોગ્રામ છે

Boot INI
Boot INI file NTLDR નું file નું configuration (રૂપ રેખા) ધરાવે છે. જ્યારે operating system ચાલુ થાય ત્યારે આપને કોઇ પણ argument પાસ કરી શકતા નથી પણ એ argument boot દ્વારા પાસ કરી શકીએ છે.

NTDETECT COM

આ file હાર્ડવેર ચેક કરશે અને હાર્ડવેર ને લાગતી બધી માહિતી NTLDR ને send કરશે.

KERNEL અને તેના FUNCTION
Kernel એ નાનો પ્રોગ્રામ છે જે computer hardware અને software વચ્ચે communication નું કામ કરે છે

Start services and check SAM file
આ stage માં windows loge file Load થાય અને SAM file ચેક થાય SAM file નું પુરૂ નામ security account manager કે જેમા login વખતેનો પાસવર્ડ( password )અને બધા જ account save થાય છે.


ટૂંકમાં Power ની સ્વીચ ઓન કર્યાથી window ડેસ્કટોપ સુધીની જે પ્રોસેસ થાય તેને બુટિંગ પ્રોસેસ કહેવાય છે.

  Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .