મધરબોર્ડ દરેક કમ્પ્યુટર અથવા લેપટોપના સૌથી મહત્વપૂર્ણ ઘટકોમાંનું એક છે.
કમ્પ્યુટરના અન્ય ભાગો વચ્ચે જોડાણ અને સંદેશાવ્યવહાર માટે મધરબોર્ડ જવાબદાર છે.
મધરબોર્ડને સિસ્ટમ બોર્ડ કે મેઈન બોર્ડ પણ કહેવામાં આવે છે. તે એક પ્રકારનું પ્રિન્ટેડ બોર્ડ છે, તેમાં વિવિધ સોકેટો આવેલી હોય છે.
યોગ્ય મધરબોર્ડને પસંદ કરવું એ જરૂરી છે કારણ કે તે પીસીના સફળ બિલ્ડિંગ માટે જરૂરી પાર્ટ છે. જો તમારી પહેલેથી જ તમારી જરૂરિયાતો શું છે તે હોય તો તમે સરળતાથી યોગ્ય મધરબોર્ડ પસંદ કરી શકશો.
મધરબોર્ડમાં વિવિધ પ્રકારની ચિપ્સ આવેલી હોય છે. તેમાંથી સૌથી અગત્યની ચિપ પ્રોસેસર છે, જેને ધ્યાનમાં લઈ દરેક લોકો કમ્પ્યુટર ખરીદતા હોય છે.. જેમકે હાલમાં Core i 7 પ્રોસેસર વાળા કમ્પ્યુટરની માંગ વધારે છે.
પ્રોસેસરનું મુખ્ય કામ આદેશ માનવાનું અને બીજા આવેલા પાર્ટ્સ પાસે થી કામ લેવાનું છે.
પ્રોસેસર તમારા પીસી, લેપટોપ, મોબાઈલ ફોન કે ટેબ્લેટ નું મુખ્ય ભાગ છે. તમે તેને કમ્પ્યુટરના મગજ તરીકે ગણો તો પણ ચાલે. ખરેખર તો પ્રોસેસર એક નાની કોમ્પ્યુટર ચીપ છે જેને મુખ્ય સર્કીટ બોર્ડ એટલે કે “મધરબોર્ડ” ઉપર ફીટ કરવામાં આવે છે. પછી કોમ્પ્યુટરના બીજા પાર્ટ્સ જેવા કે હાર્ડડીસ્ક, રેમ, ગ્રાફિક્સ કાર્ડ, કીબોર્ડ ને તેની સાથે જોડવામાં આવે છે.
પ્રોસેસર ની અંદર આવેલા હોય છે ટ્રાન્ઝીસ્ટર. આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે કોમ્પ્યુટર માત્ર ૦ અને ૧ ની બાઈનરી લેન્ગવેજ સમજે છે, આ ટ્રાન્ઝીસ્ટર છે આ ભાષા સમજે અને એ પ્રમાણે કામ કરે છે. આવા ટ્રાન્ઝીસ્ટર સેકડો નહિ પરંતુ અબજો ની સંખ્યા માં હોય છે. ઇન્ટેલ ના પ્રોસેસર I7 સામાન્ય રીતે ૧.૭૫ અબજ જેટલા ટ્રાન્ઝીસ્ટર હોય છે અને દરેક પ્રોસેસર માં આ અલગ અલગ હોય શકે છે. આટલા ટ્રાન્ઝીસ્ટર હોવા છતા આ ચીપ ની સાઈઝ માત્ર અમુક મીલીમીટર ની જ હોય છે. આ આજ ની હાઈ ટેક ટેકનોલોજી નો કમાલ છે જે એટલા નાની સાઈઝ માં અબજો ટ્રાન્ઝીસ્ટર ફીટ કરી દે છે.
આ ઉપરાંત મધરબોર્ડમાં
ગ્રાફિક્સ કાર્ડ
(સારી પિક્ચર ક્વોલિટી તેમજ ગેમિંગ માટે )
મેમરી કાર્ડ સ્લોટ
(જેમાં મેમરી એટલે કે રેમ જોડી શકાય છે.)
ઓડીઓ પોર્ટ
(જેના થકી સ્પીકર, માઇક, હેડફોન જોડી શકાય)
Vga પોર્ટ
(જેના થકી મોનીટરને જોડી શકાય)
Usb પોર્ટ
(જેના થકી કમ્પ્યુટરમાં પેન ડ્રાઇવ, મોબાઈલ, એક્સ્ટર્નલ હાર્ડ ડિસ્ક, કીબોર્ડ, માઉસ વગેરે જેવા ઉપકરણો જોડી શકીએ છીએ)
હાર્ડ ડિસ્ક સ્લોટ
(જેમાં કમ્પ્યુટરમાં રહેલી સૌથી વધુ સંગ્રહ કરતી સ્ટોરેજ ડિવાઇસને જોડી શકાય છે.)
નેટવર્ક પોર્ટ
(જેમાં બે થી વધુ કમ્પ્યુટરને જોડવા તેમજ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી માટે ઉપયોગમાં લેવા માટે હોય છે)
પાવર પોર્ટ
(જેના થકી કમ્પ્યુટરને વીજ પુરવઠો સપ્લાય માટેનું ઉપકરણ SMPS જોડી શકાય)
HDMI પોર્ટ
(આધુનિક કમ્પ્યૂટરમાં હાલના LED મોનીટર કે tv ને જોડવા માટે ઉપયોગી)
ટૂંકમાં મધરબોર્ડ વગર કમ્પ્યુટર એ આત્મા વગરના શરીર જેવું છે...
આભાર...
કમ્પ્યુટર શિક્ષક
Ramde Dangar
Navyuv B.Ed. College Virpar (Morbi)
Saurashtra University
Subject
B.Ed. CC-5 (Computer)