Knoledge Duniya

Search results

Monday, July 31, 2017

Control Panel in Windows






સ્ટોરેજ ડિવાઇસ Secondary memory

આપણે કોઈ પણ વસ્તુ વાંચીએ છીએ, સાંભળીએ છીએ કે જોઈએ છીએ તે આપણને યાદ રહે છે કારણ કે આપણી પાસે એક મેમરી (Memory) છે જેમાં આ બધી જ માહિતી અથવા ડેટા સ્ટોર થાય છે.



  જેવી રીતે માણસ પાસે મેમરી હોય છે તેવી જ રીતે એક કમ્પ્યુટર પાસે પણ પોતાની મેમરી હોય છે. કમ્પ્યુટરમાં આપણે જે પણ ડેટા સ્ટોર કરીએ છીએ તે મેમરીને કારણે સ્ટોર કરી શકીએ છીએ. 

મુખ્ય રીતે કમ્પ્યુટરમાં 2 પ્રકારની મેમરી હોય છે.

  • પ્રાથમિક મેમરી (Primary Memory)
  • ગૌણ મેમરી (Secondary Memory)

પ્રાથમિક મેમરી એટલે એવી કમ્પ્યુટરની મેમરી જે સીપીયુ સાથે ડાઇરેક્ટ કમ્યુનિકેટ કરી શકે છે.

પ્રાથમિક મેમરી ગૌણ મેમરી કરતાં આકારમાં ઘણી નાની હોય છે અને તેમાં ડેટા સ્ટોર કરવાની ક્ષમતા પણ ઓછી હોય છે જેમ કે 2 GB, 4 GB, 8 GB કે 16 GB વગેરે.

પ્રાથમિક મેમરીનો ઉપયોગ કમ્પ્યુટરમાં મુખ્ય મેમરી તરીકે થાય છે. પ્રાથમિક મેમરીમાં કોઈ પણ ડેટા હમેશા માટે સ્ટોર નથી રહેતા, જ્યારે કમ્પ્યુટરનો પાવર બંધ થાય એટલે પ્રાથમિક મેમરીમાં રહેલા ડેટા પણ નીકળી જાય છે. આ કારણે આ મેમરીને "વોલાટાઇલ (Volatile Memory)" પણ કહેવાય છે.

પ્રાથમિક મેમરીના ઉદાહરણ તરીકે ROM અને RAM લઈ શકાય. 

ગૌણ મેમરી (Secondary Memory) કે સ્ટોરેજ

ગૌણ મેમરી એટલે કમ્પ્યુટરની એવી મેમરી જેમાં કમ્પ્યુટરના ડેટા અથવા માહિતી હંમેશા માટે સ્ટોર થાય છે.

ગૌણ મેમરીને નોન-વોલાટાઇલ (Non-Volatile) પણ કહેવાય છે કારણ કે જ્યારે કમ્પ્યુટરમાં વીજળી ન હોય ત્યારે પણ આ મેમરીમાં તમામ ડેટા સ્ટોર રહે છે.

જ્યારે તમે કોઈ પણ પ્રોગ્રામ કે સોફ્ટવેર કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરો છો તો તેની પર્મેનેંટ કોપી ગૌણ મેમરીમાં સ્ટોર થાય છે અને જ્યારે તમે તે સોફ્ટવેર કે પ્રોગ્રામને ખોલો છો ત્યારે તેની ફાઇલ્સ ગૌણ મેમરીમાથી પ્રાથમિક મેમરીમાં લોડ થાય છે અને તે ડેટા પછી ડાઇરેક્ટ સીપીયુ પાસે પ્રોસેસિંગ માટે જાય છે.

ગૌણ મેમરીની ડેટા સ્ટોર કરવાની ક્ષમતા પ્રાથમિક મેમરી કરતાં ઘણી વધારે હોય છે જેમ કે 500 GB, 1 TB કે આનાથી પણ વધારે હોય શકે છે જ્યારે પ્રાથમિક મેમરીની સ્ટોરેજ ક્ષમતા 8 GB કે 16 GB અથવા તેની આજુબાજુ હોય છે.

ગૌણ મેમરી પ્રાથમિક મેમરી કરતાં ઘણી ધીમી હોય છે, તેમાં ડેટાને આદાન-પ્રદાન કરવાની ઝડપ પ્રાથમિક મેમરી કરતાં ધીમી હોય છે.

ગૌણ મેમરી કે સ્ટોરેજ ડિવાઇસના ઉદાહરણ

  • CD/DVD
  • પેન ડ્રાઇવ (Pen Drive)
  • હાર્ડ ડિસ્ક ડ્રાઇવ (Hard Disk Drive - HDD)
  • સોલિડ સ્ટેટ ડ્રાઇવ (Solid State Drive - SSD)
  • ફ્લૉપી ડિસ્ક ડ્રાઇવ (Floppy Disk Drive - FDD)
  • સોલિડ સ્ટેટ હાઇબ્રિડ ડ્રાઇવ (Solid State Hybrid Drive - SSHD)
  • મેમરી કાર્ડ 





Microsoft Word 2003 Screen Details


Font Defination and Font Install Details




Wednesday, July 5, 2017

MS Word 2007 ચાલુ કરવાની વિવિધ રીતો..

માઈક્રોસોફ્ટ વર્ડ ચાલુ કરવાની રીત :-

વર્ડ એ વર્ડ પ્રોસેસિંગ પ્રોગ્રામ છે.. નોટપેડ અને વર્ડપેડ કરતા તેમાં ઘણી વધારે સુવિધાઓ છે. તેનો ઉપયોગ નાનો ફકરો, પત્ર, યાદી અને લાંબા દસ્તાવેજો, વિદ્યાર્થીઓ માટે પેપર વગેરે કંઈ પણ લખવા માટે થઈ શકે છે.  તમે ડોક્યુમેન્ટ માં સુધારા વધારા કરી શકો છો.. તથા વૈવિધ્ય પૂર્ણ લે આઉટ પણ રચી શકો છો..  ટૂંકમાં તમે Ms Word માં દસ્તાવેજી કાર્ય સરળતાથી કરી શકો છો..

માઈક્રોસોફ્ટ વર્ડ 2007 કેવી રીતે શરૂ કરશો ?
Ms word 2007 વિવિધ રીતે શરૂ કરી શકાય છે..

1. પ્રથમ રીત :-
ડેસ્કટોપ પર રહેલા Ms Wordના icon પર ડબલ ક્લિક કરતા માઈક્રો સોફ્ટ વર્ડ ઓપન થાય છે.



2 બીજી રીત :-
Step 1 :- કમ્પ્યુટર ચાલુ કરો.
Step 2 :- Start મેનુ ઓપન કરવા માટે Start 🌎 બટન પર ક્લિક કરો.
Step 3 :- સ્ટાર્ટ મેનુ માંથી સબ મેનુ All Programs પર માઉસ પોઇન્ટર લઈ જાઓ. જેથી અલગ અલગ મેનુ ઓપન થશે..
Step 4 :- તેમાંથી Microsoft Office સબ મેનુ પર ક્લિક કરો.
Step 5 :- તેમાંથી Microsoft office Word 2007 પર ક્લિક કરવાથી... Ms Word ચાલુ થશે.
 
 (નોંધ :- ઉપરોક્ત image સ્પષ્ટ જોવા માટે તેના પર ક્લિક કરી zoom કરો)
 3 ત્રીજી રીત :-
Step 1 :- કી બોર્ડમાંથી Window Key સાથે R કી પ્રેસ કરવાથી RUN  ડાયલોગ બોકસ ખુલશે.

Step 2 :- RUN ડાયલોગ બોક્સમાં winword ટાઈપ કરી એન્ટર આપવાથી માઈક્રોસોફ્ટ વર્ડ ઓપન થશે..
 

 4. ચોથી રીત :-
Step 1 :-  Start બટન પર ક્લિક કરતા સર્ચ બટન (Search programs and files) માં ફક્ત word લખતા તમારી સામે Microsoft office word 2007 આવી જશે.. (પરંતુ અહીં એકવખત ઓપન થયેલ હશે તો જ જોવા મળશે.)
 


પરીક્ષામાં પુછાતા પ્રશ્નો..
1. માઈક્રોસોફ્ટ વર્ડ શરૂ કરવાના સોપાનો સમજાવો..
2. માઈક્રોસોફ્ટ વર્ડ ચાલુ કરવાની કોઈપણ બે રીત સમજાવો..




MS Word 2007 Screen વિશેની માહિતિ

Microsoft Word 2007 શરૂ કરતાં તમારી સામે નીચે મુજબ વર્ડની વિન્ડો જોવા મળશે. જેમાં.....
 

 
  • ટાઇટલ બાર
  • રિબન ટેબ્સ (મેનુની જગ્યાએ)
  • કવિક એક્સેસ ટૂલબાર
  • ઓફિસ બટન (ફાઇલ મેનુની જગ્યાએ)
  • રુલર
  • ડોક્યુમેન્ટ વિન્ડો
  • વ્યુ બટન
  • કન્ટ્રોલ બટન
  • સ્ટેટ્સ અને ઇન્ફોર્મેશન બાર
  • વર્ટિકલ સ્ક્રોલ બાર

 
સ્ક્રીન વિશે વિગતે સમજ :-


પરીક્ષામાં પુછાતા પ્રશ્નો :-
1. MS Word 2007 સ્ક્રીન સમજાવો..
2. MS Word 2007 સ્ક્રીન અંગે નીચે અંગે સમજ આપો...
ટાઇટલ બાર,
ઓફીસ બટન, રિબન ટેબ


(નોંધ :- બ્લોગમાં મુકેલ ઉપરોક્ત image સ્પષ્ટ જોવા માટે તેના પર ક્લિક કરી zoom કરો)



CC 5 Nirav Prakashan Question Bank












5




 

  Google meet વિશે 👇👇👇👇 Tutorial Video .